બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / mumbai thane lift collapse many labours died and injured

મોટી દુર્ઘટના / મહારાષ્ટ્રના ઠાણેમાં 40 માળની ઇમારતની લિફ્ટ તૂટતા 7 મજૂરોના મોત, ઘાયલો સારવાર હેઠળ

Malay

Last Updated: 08:57 AM, 11 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Major tragedy in Maharashtra: મહારાષ્ટ્રના થાણેમાં 40 માળની બિલ્ડિંગની લિફ્ટ તુટી પડતા 7 શ્રમિકોના કરૂણ મૃત્યુ, મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે મૃતકોના પરિવારો પ્રત્યે વ્યક્ત કરી સંવેદના.

  • મહારાષ્ટ્રના થાણેમાં લિફ્ટ દુર્ઘટનામાં 7 મજૂરોના મૃત્યુ
  • 40 માળની બિલ્ડિંગમાં ચાલી રહ્યું હતું કામ 
  • છત ઉપરનું કામ પૂર્ણ કરી શ્રમિકો આવી રહ્યા હતા નીચે
  • લિફ્ટમાં સવાર તમામ શ્રમિકોના ઘટના સ્થળે મૃત્યુ

Major tragedy in Maharashtra: મહારાષ્ટ્રમાં ભયાનક લિફ્ટ દુર્ઘટના ઘટી છે, જેમાં 7 શ્રમિકોના કરૂણ મૃત્યુ નિપજ્યાં છે. આ દુર્ઘટના પર મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે દુઃખ વ્યક્ત કર્યું છે. મહત્વનું છે કે, શ્રમિકો 40 માળની બિલ્ડિંગની ઉપર વોટર પ્રૂફિંગનું કામ કરીને લિફ્ટમાં નીચે ઉતરી રહ્યા હતા. આ દરમિયાન લિફ્ટ તુટી પડતા ભારે અફરા-તફરી સર્જાઈ હતી. આ દુર્ઘટનાની જાણ થતાં જ વહીવટીતંત્ર તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયું હતું અને બચાવ કામગીરી શરૂ કરી હતી. અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા લોકોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. 

7 શ્રમિકોના દર્દનાક મોત
આ દુર્ઘટનામાં 7 શ્રમિકોના દર્દનાક મોત નિપજ્યા છે. મૃતકોની ઓળખ 32 વર્ષીય મહેન્દ્ર ચૌપાલ, 21 વર્ષીય રૂપેશ કુમાર દાસ, 47 વર્ષીય હારૂન શેખ, 35 વર્ષીય મિથિલેશ, 38 વર્ષીય કરીદાસ અને 21 વર્ષીય સુનીલ કુમાર તરીકે થઈ છે. સાતમા મૃતકની ઓળખ હજુ સુધી થઈ નથી.

દેવેન્દ્ર ફડણવીસે દુઃખ વ્યક્ત કર્યું
થાણે મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓના જણાવ્યા અનુસાર, લિફ્ટમાં કુલ 7 શ્રમિકો હતા અને તે તમામના મૃત્યુ નિપજ્યાં છે. મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે આ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા શ્રમિકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસે ટ્વીટ કરીને કહ્યું, 'થાણેમાં લિફ્ટ દુર્ઘટના ખૂબ જ દુઃખદ છે. હું આ દુર્ઘટનામાં જીવ ગુમાવનારા મૃતકોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું અને ઈજાગ્રસ્તો ઝડપથી સાજા થઈ જાય તેવી પ્રાર્થના કરું છું.' 

કામ પૂરું કરીને નીચે આવી રહ્યા હતા શ્રમિકો
તમને જણાવી દઈએ કે, ગતરોજ થાણેમાં આવેલી રુનવાલ નામની નવ નિર્મિત 40 માળની બિલ્ડિંગમાં કામગીરી ચાલી રહી હતી. આ બિલ્ડિંગની છત પર વોટર પ્રૂફિંગનું કામ ચાલી રહ્યું હતું. આ દરમિયાન બિલ્ડિંગમાં કામ કરી રહેલા શ્રમિકો તેમનું કામ પુરુ કરી લિફ્ટમાં નીચે આવી રહ્યા હતા. આ દરમિયાન લીફ્ટ અચાનક ધડામ કરતા નીચે પડી હતી. પોલીસે જણાવ્યું કે પ્રાથમિક તપાસ મુજબ લિફ્ટનું દોરડું તૂટવાને કારણે અકસ્માત સર્જાયો હતો. અકસ્માત સમયે શ્રમિકો લિફ્ટથી નીચે આવી રહ્યા હતા. અધિકારીઓએ જણાવ્યું કે વધુ તપાસ ચાલી રહી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ