બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મુંબઈ / મુંબઈવાસીઓ માટે ખુશખબર! આજથી અટલ સેતુ પરથી પસાર થતા આ વાહનોએ નહીં ભરવો પડે ટોલ ટેક્સ

મહારાષ્ટ્ર / મુંબઈવાસીઓ માટે ખુશખબર! આજથી અટલ સેતુ પરથી પસાર થતા આ વાહનોએ નહીં ભરવો પડે ટોલ ટેક્સ

Published By: Vidhata Gothi

Last Updated: 02:52 PM, 22 August 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Mumbai Atal Setu: મુંબઈ આવતા-જતા લોકો માટે એક સારા સમાચાર સામે આવ્યા છે. મહારાષ્ટ્ર ઇલેક્ટ્રિક વાહન (EV) નીતિ હેઠળ આજથી અટલ સેતુ પરથી પસાર થવા માટે ઇલેક્ટ્રિક વાહનોએ ટોલ ટેક્સ નહીં ભરવો પડે.

Mumbai News: મુંબઈ અને મહારાષ્ટ્રના અન્ય ભાગોમાં રહેતા લોકોને રાજ્યની દેવેન્દ્ર ફડણવીસ સરકારે મોટી ખુશખબર આપી છે. હવે અટલ સેતુ થઈને મુંબઈ આવતા અને જતા ઇલેક્ટ્રિક વાહનોને આ પુલ પર ટોલ ટેક્સ ચૂકવવો પડશે નહીં. રાજ્ય સરકારનો આ નિયમ આજે શુક્રવાર 22 ઓગસ્ટ, 2025થી લાગુ થઈ ગયો છે. આને મહારાષ્ટ્રના સતત પરિવહન અભિયનમાં એક મોટું પગલું માનવામાં આવી રહ્યું છે. આના અંતર્ગત ખાનગી અને સરકારી તમામ પ્રકારના ઇલેક્ટ્રિક વાહનો (EV) આવી જશે.

atal-setu-bridge-mumbai

મહારાષ્ટ્ર ઇલેક્ટ્રિક વાહન (EV) નીતિ હેઠળ એપ્રિલમાં જાહેર કરાયેલી આ નીતિ હવે રાજ્યના સૌથી વ્યસ્ત રૂટમાંથી એક પર લાગુ કરવામાં આવી રહી છે. સૂત્રો પાસેથી મળેલી માહિતી પ્રમાણે, EV ટોલ મુક્તિ ટૂંક સમયમાં લગભગ આગામી બે દિવસમાં મુંબઈ-પુણે એક્સપ્રેસવે અને સમૃદ્ધિ એક્સપ્રેસવે પર પણ લાગુ કરી દેવામાં આવશે. આ નિર્ણયનો ફાયદો ફોર-વ્હીલર ઉપરાંત, ઇલેક્ટ્રિક બસોને પણ થશે.

નવી EV ટોલ નીતિથી થશે ફાયદો

મહારાષ્ટ્ર સરકારની આ EV ટોલ મુક્તિ નીતિ કાર્બન ઉત્સર્જન ઘટાડવા, હાનિકારક પ્રદૂષકોને કંટ્રોલ કરવા માટે અને સ્વચ્છ પરિવહનને પ્રોત્સાહન આપવાના રાજ્યના વ્યાપક મિશનનો એક ભાગ છે. એપ્રિલમાં જાહેર કરવામાં આવેલી મહારાષ્ટ્ર EV નીતિમાં ઇલેક્ટ્રિક મોબિલિટીના અનેક ફાયદાઓની ચર્ચા કરવામાં આવી હતી, જેમાં મુખ્ય હાઇવે પર ટોલ મુક્તિ પણ સામેલ છે. યોજના મુજબ, અટલ બિહારી વાજપેયી સેવરી-ન્હાવા શેવા અટલ સેતુ, મુંબઈ-પુણે એક્સપ્રેસવે અને સમૃદ્ધિ એક્સપ્રેસવે પરથી પસાર થતા ફોર-વ્હીલર EV અને બસોને ટોલ ચાર્જમાંથી મુક્તિ આપવામાં આવશે.

Vtv App Promotion 2

250 રૂપિયા ટોલ ટેક્સ ચૂકવવો પડતો હતો

જાહેર બાંધકામ વિભાગ હેઠળ આવતા રાજ્ય અને રાષ્ટ્રીય હાઇવે પર પણ ઇલેક્ટ્રિક ફોર-વ્હીલર્સને 50% ડિસ્કાઉન્ટ મળશે. એક અંદાજ મુજબ, અટલ સેતુ પરથી દરરોજ 60,000 વાહનો પસાર થાય છે. આમાં મોટી સંખ્યામાં ઇલેક્ટ્રિક વાહનો પણ સામેલ છે. અટલ સેતુ પર એક કારે 250 રૂપિયા ટોલ ટેક્સ ચૂકવવો પડતો હતો.

આ પણ વાંચો: એવું શું થયું કે ઓચિંતા અંબાણી પરિવાર પહોંચ્યો HN રિલાયન્સ હોસ્પિટલ, તંત્રમાં દોડધામ

અટલ સેતુની લંબાઈ 21.8 કિમી

નવી મુંબઈથી અને મુંબઈ વચ્ચે સમુદ્ર પર બનેલો અટલ સેતુ દરિયા પર બનેલો દેશનો સૌથી લાંબો પુલ છે. આ પુલની મદદથી, નવી મુંબઈ અને મુંબઈ વચ્ચેનું અંતર માત્ર 20 મિનિટનું થઈ ગયું છે. આ પુલની લંબાઈ 21.8 કિમી છે અને તે 6 લેનનો પુલ છે. ગયા વર્ષે જાન્યુઆરીમાં વડાપ્રધાન મોદીએ તેનું ઉદ્ઘાટન કર્યું હતું.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Mumbai News Maharashtra EV Policy Mumbai Atal Setu:

Published by

Vidhata Gothi

Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ