ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મુંબઈ / અજબ ગજબ / mumbai kissing couple in dombivali railway station near thane video viral in social media

પ્રેમી પંખીડાનો કહેર / બેફામ બન્યા પ્રેમી પંખીડા: લાજ શરમ નેવે મુકી રેલ્વે સ્ટેશન પર ખુલ્લેઆમ કરવા લાગ્યા કિસ, દુનિયાભરમાં ચર્ચા

Published By: Pravin

Last Updated: 06:38 PM, 12 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પ્રેમમાં પાગલ પ્રેમી પંખીડાઓના પોતાના પ્રેમ સિવાય આ જગતની તમામ વસ્તુઓ મિથ્યા ભાસતી હોય છે. આ પ્રેમી પંખીડાઓ ઘણી વાર એવી હરકત કરી બેસતા હોય છે, જેનું તેમને પણ ભાન નથી રહેતુ.

ADVERTISEMENT

  • પ્રેમી પંખીડાનો કહેર
  • સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે આ વીડિયો
  • રેલ્વે સ્ટેશનમાં ખુલ્લેઆમ કરી રહ્યા છે કિસ

પ્રેમમાં પાગલ પ્રેમી પંખીડાઓના પોતાના પ્રેમ સિવાય આ જગતની તમામ વસ્તુઓ મિથ્યા ભાસતી હોય છે. આ પ્રેમી પંખીડાઓ ઘણી વાર એવી હરકત કરી બેસતા હોય છે, જેનું તેમને પણ ભાન નથી રહેતુ, જો કે બાદમાં જ્યારે ખબર પડે ત્યારે બહું મોડુ થઈ જતું હોય છે. કંઈક આવી જ ઘટનાઓ મુંબઈના એક રેલ્વે સ્ટેશન પર બની રહી છે. જ્યાં પ્રેમી પંખીડાઓ બિંદાસ્ત થઈને ચાંચમાં ચાચ ભરાવીને પ્રેમાલાપ કરતા હોય છે, આજૂબાજૂમાંથી પસાર થતી પબ્લિકનું પણ તેઓને જરાંયે ભાન નથી રહેતું. જો કે, પ્રેમનો સાચ્ચો પરવાનો ચડે છે, ત્યારે દુનિયા દુશ્મન બની જતી હોય છે, આવું પ્રેમી પંખીડા કહેતા હોય છે. જો કે, આવા કાંડ કરવા ઘણી વાર ભારે પડી જતાં હોય છે.  

 

ડોંબિવલી રેલ્વે સ્ટેશન પર આ કિસિંગ કપલનો કહેર સમગ્ર દુનિયામાં છવાઈ ગયો છે. કારણ કે, આ કિસિંગનો 21 સેકન્ડનો વીજિયો સોશિયલ મીડિયા ધૂમ વાયરલ થઈ રહ્યો છે. પ્લેટફોર્મના કિનારે ઉભા રહીને આ કપલ દુનિયા ભૂલીને એક બીજાને હગ કરીને કિસ કરી રહ્યા છે. આ વીડિયોમાં પાછળ રેલ્વેનું અનાઉંસમેંટ પણ સંભળાઈ રહ્યું છે. પણ જોડીને અનાઉંસમેંટ સાથે શું લેવાદેવા. ટ્રેન આવે કે જાય કંઈ ફરક નથી પડવાનો, તેમના માટે જગતનો આ જ સૌથી મોટો આનંદ છે. 

 

કિસિંગ કપલ પર કેસ નોંધાયો

મુંબઈથી અડીને આવેલા જિલ્લા ડોંબિવલી રેલ્વે સ્ટેશનની આ ઘટના છે. આ મામલામાં ડોંબિવલી રેલ્વે પોલીસે કેસ નોંધી લીધો છે. પોલીસ તેમની તપાસ કરી રહી છે. હવે પોલીસને આ તપાસમાં શું મળે છે, એ તો ભગવાન જાણે. ડોંબિવલીની જનતા આમ પણ પહેલાથી પરેશાન છે, જો કે, તેમનું કારણ કંઈક અલગ જ છે. તેમનું કહેવુ છે કે, વધતાં ગુનાથી ડોંબિવલી પહેલાથી પરેશાન છે, ત્યારે હવે આ ચુંમાચાટી ખુલ્લેઆમ થઈ રહ્યા છે. હાલમાં તો આ વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જો કે અમુક લોકોએ આ વીડિયો પર સારી કમેન્ટ કરી રહ્યા છે, તો વળી અમુક લોકો શરમજનક પણ ગણાવ્યું હતું. 

સંકળાયેલા મુદ્દાઓ

Mumbai Social Media kissing video viral video કિસિંગ કપલ સોશિયલ મીડિયા Mumbai

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ