બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

VTV / mukhtar brother afzal ansari sentenced to four years in gangster case

માફિયા સામે સકંજો / BIG NEWS : ગેંગસ્ટર મુખ્તાર બાદ હવે તેના સાંસદ ભાઈ અફઝલને ચાર વર્ષની સજા, જશે સંસદનું સભ્યપદ

Hiralal

Last Updated: 04:04 PM, 29 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

યુપીના ગેંગસ્ટર મુખ્યાર અંસારી બાદ હવે તેના ભાઈ અફઝલ અંસારીને ગેંગસ્ટર એક્ટ કેસમાં દોષી ઠેરવાયો છે અને તેને 4 વર્ષની સજા ફટકારવામાં આવી છે.

  • યુપીના ગેંગસ્ટર પર તાબડતોબ કાર્યવાહી
  • સાંસદ અફઝલ અંસારી ગેંગસ્ટર એક્ટ કેસમાં દોષી
  • ચાર વર્ષની જેલની સજા 
  • સંસદનું સભ્યપદ જઈ શકે 

મુખ્તાર અંસારી બાદ તેના સાંસદ ભાઈ અફઝલ અંસારીને પણ ગેંગસ્ટર એક્ટ કેસમાં દોષી ઠેરવવામાં આવ્યા છે. અફઝલ અન્સારીને ગાઝીપુરની એમપી એમએલએ કોર્ટે ચાર વર્ષની જેલની સજા ફટકારી છે. આ સાથે જ 4 લાખ રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. સજાની જાહેરાત થતા જ અફઝલ અંસારીને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે.

મુખ્તાર અંસારીને 10 વર્ષની સજા
અફઝલ પહેલા તેના ભાઈ અને ગેંગસ્ટર મુખ્તાર અંસારીને પણ ભાજપ ધારાસભ્ય હત્યા કેસમાં 10 વર્ષની સજા કરવામા આવી હતી. 

અંસારી બંધુઓ સામે શું છે કેસ 
બાંદા જેલમાં બંધ મુખ્તાર અંસારી અને તેના સાંસદ ભાઈ અફઝલ અંસારી 2007માં નોંધાયેલા કેસમાં આરોપી હતા. આ પહેલા કોર્ટે મુખ્તાર અંસારીને દસ વર્ષની સજા સંભળાવી હતી અને તેના પર 5 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો.

ભાજપ ધારાસભ્યની હત્યા કેસમાં દોષી 
જો કોઈ સંસદસભ્યને બે વર્ષ કે બે વર્ષથી વધુની સજા થાય તો તેનું સંસદનું સભ્યપદ છીનવી જવાની કાયદામાં જોગવાઈ છે. હાલ અફઝલ અંસારી ગાઝીપુરથી બસપાના સાંસદ છે. 2005 નવેમ્બર, 29ના રોજ મોહમ્મદાબાદના ભાજપના તત્કાલીન ધારાસભ્ય કૃષ્ણાનંદ રાય સહિત સાત લોકોની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ હત્યા કેસમાં મુખ્તાર અંસારી અને તેના ભાઈ અફઝલને આરોપી બનાવવામાં આવ્યા હતા. 22 નવેમ્બર, 2007ના રોજ ગાઝીપુર જિલ્લાના મોહમ્મદાબાદ કોતવાલીમાં ગેંગસ્ટર એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો, જેમાં ગેંગસ્ટર ચાર્ટમાં સાંસદો અફઝલ અંસારી અને મુખ્તાર અંસારીનો સમાવેશ થાય છે. ત્યાર બાદ 23 સપ્ટેમ્બર 2022ના રોજ બંને સામે પ્રથમ દર્શનીય આરોપ નક્કી કરવામાં આવ્યા હતા અને ફરિયાદીની જુબાની પૂર્ણ કરવામાં આવી હતી. 

પહેલા કોર્ટ સુનાવણી પાછી ખેંચતી હતી હવે માફિયા માટીમાં-ભાજપ નેતા 
અંસારીની સજા પર પ્રતિક્રિયા આપતા ભાજપના પ્રવક્તા રાકેશ ત્રિપાઠીએ કહ્યું, "અતિક-મુખ્તાર સમાંતર સરકાર ચલાવતા હતા. પહેલા કોર્ટ સુનાવણીમાંથી પાછી ખેંચાતી હતી, આજે માફિયાઓને માટીમાં ભેળવવાનું કામ થઇ રહ્યું છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ