ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / મુંબઈ / અમદાવાદના સમાચાર / mukesh ambani antilia case maharashtra ats police inquiry in Ahmedabad

કાર્યવાહી / મુંબઇના એન્ટિલિયા કેસના તાર અમદાવાદ સુધી પહોંચ્યા, જાણો શું છે મામલો

Published By: Gayatri

Last Updated: 02:41 PM, 22 March 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મુંબઈમાં એન્ટિલિયા કેસના તાર અમદાવાદ સુધી પહોંચ્યા છે. મનસુખ હિરેન હત્યા કેસ મામલે ગુજરાતમાં તપાસ કરવામાં આવી રહી છે. મહારાષ્ટ્ર ATSની ટીમ અમદાવાદ પહોંચી છે.

ADVERTISEMENT

  • મુંબઇના એન્ટિલિયા કેસના તાર અમદાવાદ સુધી પહોંચ્યા
  • મનસુખ હિરેન હત્યા કેસ મામલે ગુજરાતમાં તપાસ 
  • મહારાષ્ટ્ર ATSની ટીમ અમદાવાદ પહોંચી

 

કેમ પહોંચી અમદાવાદ તપાસ?

મુંબઈમાં એન્ટિલિયા કેસમાં મનસુખ હિરેન હત્યા કેસ મામલે હત્યામાં ફોન માટે વપરાયેલા કાર્ડ અમદાવાદથી ખરીદ્યા હતા. 5 વ્યક્તીઓના નામથી અમદાવાદથી ખરીદાયા હતા ત્યારે સીમ કાર્ડ વેચનાર દુકાનદારે પુરાવા લીધા હતા કે નહી તેની તપાસ કરવામાં આવી રહી છે. અમદાવાદ પોલીસની જાણ બહાર મહારાષ્ટ્ર ATSની તપાસ કરી રહી છે. 

શું  છે સમગ્ર મામલો

25 ફેબ્રુઆરીના રોજ મુકેશ અંબાણીના ઘરની બહાર એસયુવી કાર મળી આવી હતી અને તેમાં નંબર પ્લેટ ખોટી હતી અને તેના ચેસિસ તથા એન્જિન નંબરને પણ ભૂંસી નાંખવામાં આવ્યા હતા. જે બાદ પોલીસે સઘન તપાસ કરીને કારના માલિકને શોધવાનો દાવો કર્યો. શરૂઆતમાં આ કાર મનસુખ હિરેનની છે તેમ દાવો કરવામાં આવ્યો અને હિરેન દ્વારા કહેવામાં આવ્યું હતું કે આ કાર ચોરી થઈ ગઈ હતી. જોકે પોલીસ આ કેસમાં વધુ તપાસ આગળ વધારે તે પહેલા જ મનસુખ હિરેનની મોત થઈ ગઈ.  હિરેનની પત્નીએ તેમની હત્યા થવાનો દાવો કર્યો હતો. હિરેનની પત્નીએ કહ્યું કે પતિએ નવેમ્બરમાં વાજેને પોતાની કાર આપી હતી. આ કારને વાજેએ ફેબ્રુઆરીના પહેલા અઠવાડીએ પરત કરી હતી.

વાજેને 2004માં કસ્ટોડિયલ ડેથના મામલામાં સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા

મામલાની તપાસ કરી રહેલા મહારાષ્ટ્ર એટીએસે આ અઠવાડિયાની શરુઆતમાં વાજેનું નિવેદન દાખલ કર્યું હતુ,  વાજેને 2004માં ખ્વાજા યુનુશની કથિત રીતે કસ્ટોડિયલ ડેથના મામલામાં સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. 2020માં તેમને ફરી ફરજ પર લેવામાં આવ્યા હતા અને તે મુંબઈ ક્રાઈમ બ્રાન્ચના સીઆઈયૂ યુનિટના નેતૃત્વ કરી રહ્યા હતા.

વાજેએ હિરેનની સ્કોર્પિયોનો ઉપયોગ કર્યો હોવાથી ઈન્કાર કરી દીધો

એટીએસે જણાવ્યું કે વાજેએ હિરેનની સ્કોર્પિયોનો ઉપયોગ કર્યો હોવાથી ઈન્કાર કરી દીધો છે. ત્યારે રાજ્યના ગૃહ રાજ્યમંત્રી અનિલ દેશમુખે કહ્યું હતુ કે વાજેને ક્રાઈમ ગુપ્તચર એજન્સીમાંથી ત્યાં સુધી હટાવી દેવામાં આવે જ્યાં સુધી ઓટોમોબાઈલ પાર્ટ્સના વ્યવસાયી મનસુખ હિરેનના મોતની તપાસ પુરી ન થઈ જાય.

સંકળાયેલા મુદ્દાઓ

Mukesh Ambani Police antilia case ats અમદાવાદ એન્ટિલિયા કેસ પોલીસ મુંબઈ મુકેશ અંબાણી antilia case

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ