બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Extra / ms-dhoni-reveals-the-first-ever-crush-of-his-life-during-a-promotional-event

NULL / લગ્નના 8 વર્ષ બાદ ધોનીએ ખોલ્યો મોટો રાઝ ફિલ્મમાં પણ નહતો કોઇ ઉલ્લેખ

vtvAdmin

Last Updated: 06:54 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

IPL માં ચેન્નાઇ સુપકિંગ્સના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીના ફેન્સને લાગે છે કે એ કેપ્ટન કૂલ માટે બધું જ જાણે છે પરંતુ ફેન્સનો આ ભ્રમ માહીએ થોડીક જ ક્ષણોમાં ચકનાચૂર કરી દીધો. માહીના કેટલાક ટોપ સિક્રેટ એવા પણ છે જેના માટે એની બાયોગ્રાફીમાં ઉલ્લેખ પણ નથી થયો કે ખુદ કેપ્ટન ધોનીએ વાત કરી નથી. 

ફેન્સ સાથે પોતની પર્સનલ લાઇફ માટે ઘણા રાઝ છુપાવનાર મહેન્દ્ર સિંહ ધોનીને એક પ્રમોશનલ ઇવેન્ટમાં પોતાના પહેલા ક્રશ માટે વાત કરી. ધોનીએ માત્ર એ છોકરીના નામનો ઉલ્લેખ કર્યો પરંતુ એને પહેલી વખત ક્યારે પ્રેમ થયો એના માટે પણ જાણકારી આપી. 



IPL સિઝન 11માં 'ગલ્ફ ઓયલ ઇન્ડિયા' ફ્રેંન્ચાઇઝીની એક મોટી સ્પોન્સર છે જેનો લોગો ટીમની જરસી પર જોવા મળી રહ્યો છે. મંગળવારે આ કંપનીના એક પ્રમોશનલ ઇવેન્ટ દરમિયાન સીએસકેના ખેલાડીઓએ ખૂબ જ મસ્તી કરી. આ વચ્ચે કોઇકે કેપ્ટન ધોનીને ફર્સ્ટ ક્રશ માટે પૂછી લીધું. એની પર ધોની પહેલા તો શરમાયો પછી ખુલીને પોતાના દિલની વાત સાર્વજનિક મંચ પર શેર કરી.



ફર્સ્ટ ક્રશના સવાલ પર ધોનીએ જણાવ્યું કે જ્યારે એ 12માં ધોરણમાં ભણી રહ્યો હતો ત્યારે પહેલી વખત એને એક છોકરી પસંદ આવી હતી. ધોનીએ પોતાના ફર્સ્ટ ક્રશનું નામ સ્વાતિ જણાવ્યું. આ વર્ષ 1999ની વાત છે. ધોનીના લગ્ન વર્ષ 2010માં થયા હતા. આ રીતે એનો ખુલાસો લગ્નના 8 વર્ષ બાદ થયો છે. 



જણાવી દઇએ કે આ ઇવેન્ટ સીએસકેના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર લાઇવ કરવામાં આવી રહી હતી. આ પહેલા મહેન્દ્ર સિંહ ધોની પર બનેલી બોલીવુડ ફિલ્મ 'એમએસ ધોની: ધ અનટોલ્ડ સ્ટોરી'માં પણ આ વાતનો ક્યાંય ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ