બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / Mr. Natwarlals terror across Gujarat, PMO, CMO official cheated by creating a trap

‘ડેડલી કોમ્બિનેશન’ / મિ. નટવરલાલનો ગુજરાતભરમાં આતંક, PMO, CMOના અધિકારીની માયાજાળ રચીને ચીટિંગ આચરવાની ગજબ મોડસ ઓપરેન્ડી

Vishal Khamar

Last Updated: 07:41 PM, 22 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દેશની વિવિધ એજન્સીઓમાં ઉચ્ચ હોદ્દા પર કામ કરતા હોવાની ઓળખાણ આપી લોકો સાથે ઠગાઈ કરનારા લોકોએ રાજ્યભરમાં આતંક મચાવ્યો છે. ત્યારે આ ગઠીયાઓ દ્વારા લોકોને લાલચો આપવામાં પણ આવતી હોવાનું તપાસમાં સામે આવ્યું છે.

  • ઠંડું પણ શાતિર દિમાગ અને ખતરનાક ડેરિંગબાજ મિ. નટવરલાલનો આતંક
  • સરકારના ડિપાર્ટમેન્ટનું નામ વટાવીને ગઠીયા આવે તો ચેતી જજો
  • શબ્દોની માયાજાળ રચીને ચીટિંગ આચરવાની ગજબ મોડસ ઓપરેન્ડી

‘ગાંધીનગરમાં કોઇ પણ કામ હોય તો કહેજો’, ‘દિલ્હી સુધી આપણી પહોંચ છે, ખાલી એક ફોન પર કામ થઇ જશે’, ‘સેન્ટ્રલ એજન્સીમાં અધિકારી છું. કોઇ પણ ડિપાર્ટમેન્ટમાં કામ કરાવવું હોય તો આસાનીથી થઇ જશે’ આવી કોઇ પણ પ્રકારની લોભામણી લાલચ આપતા ગ‌િઠયાઓ મળે તો ચેતી જજો, કારણ કે તે ગણતરીના દિવસોમાં જ તમારું બેન્ક બેલેન્સ ખાલી કરી દેશે. 
વડાપ્રધાન કાર્યાલય (પીએમઓ)ના એડિશનલ ડાયરેક્ટરની ઓળખ આપીને જમ્મુ-કાશ્મીરમાં સિક્યો‌રિટી મેળવીને આર્મીના જવાનોની લાગણી સાથે રમત રમનાર કુખ્યાત કિરણ પટેલ ગુજરાતનો સૌથી મોટો ઠગ હોવાનું કહેવાય છે. આ ઉપરાંત પણ એવા અનેક ઠગ્સ ગુજરાતમાં પડ્યા છે, જે તેમની આગવી છટાથી નિર્દોષ લોકોને ઠગી રહ્યા છે. 

મહાઠગ મયંક તિવારી 

અલગ અલગ એજન્સીઓનાં નામે રાજ્યભરમાં ગઠીયાઓ એક્ટિવ
ક્રાઇમ બ્રાંચ, નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઇએ), એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી), સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઈન્વેસ્ટિગેશન (સીબીઆઈ) સહિતની એજન્સીઓના નામનો દુરુપયોગ કરીને  ઠગાઇ કરતા અનેક ગઠીયાઓ માર્કેટમાં ફરી રહ્યા છે, જેમનાથી હવે લોકોએ જાગૃત થવાની જરૂર છે. ઠંડું પણ શાતિર દિમાગ અને ખતરનાક ડેરિંગનું ‘ડેડલી કોમ્બિનેશન’ ધરાવતા મિ. નટવરલાલનો રાજ્યભરમાં આતંક ફેલાયેલો છે.

મહાઠગ કિરણ પટેલ

અનેક ઠગ એજન્સીઓનાં વડા બની ગયા
કિરણ પટેલ, મયંક તિવારી, સંજય રાય, પ્રિતેશ મિસ્ત્રી, રાજેશ મિશ્રા, ગુંજન કાતરિયા, ઓમવીર સિંહ આ નામ છે, એ હસ્તીઓનાં કે જેઓ કહેવાય છે, ઠગ્સ ઓફ ગુજરાત. નિર્દોષ લોકોને પોતાની માયાજાળમાં ફસાવીને કરોડો રૂપિયા ખંખેરવા માટે આ ગ‌િઠયાઓ સીબીઆઇ, એનઆઇએ, પીએમઓ, તેમજ અનેક સેન્ટ્રલ એજન્સીઓના અધિકારીઓ બની ગયા હતા. બની બેઠેલા આ તમામ અધિકારીઓ હાલ રાજ્યની અલગ અલગ જેલમાં બંધ છે.
સરકારી અધિકારીઓ હોવાનો રોફ મારીને ચીટિંગ કરે છે.
સરકારી એજન્સીઓના નામે રોફ મારવાની કોશિશ 
ત્યારે હજુ પણ આવા ગઠીયાઓ સમાજમાં ફરી રહ્યા છે. જે નિર્દોષ લોકો સાથે સરકારી અધિકારીઓ હોવાનો રોફ મારીને ચીટિંગ કરી રહ્યા છે. જ્યારે કોઇ પણ વ્યક્તિ સરકારના વિવિધ ‌ડિપાર્ટમેન્ટમાં કામ કરી આપવાનો દાવો કરે છે. સરકારી એજન્સીઓના નામે રોફ મારવાની કોશિશ કરે ત્યારે તરત જ સતર્ક થઇ જવાની જરૂર છે. જ્યારે જ્યારે કોઇ પણ વ્યક્તિ ઓવર કો‌ન્ફિડન્સમાં આવીને વાતચીત કરે ત્યારે તે મહાઠગ હોઇ શકે છે. આવી સ્થ‌િતમાં નજીકના પોલીસ સ્ટેશનમાં જાણ કરવી અને ગ‌િઠયો જે તે ‌ડિપાર્ટમેન્ટની ઓળખ આપે તો તે ‌ડિપાર્ટમેન્ટમાં ફોન કરીને જાણ કરીને ક્રોસ વેરિફિકેશન જરૂર કરી લેવું. 

કયા ઠગે કઈ ઓળખ આપી છેતરપિંડી આચરી?

  • PMOમાં એડિશનલ ડાયરેક્ટર કિરણ પટેલ 
  • PMOમાં ટેક્નો સર્વેલન્સ એજન્સીના અધિકારી પવન પટેલ
  • PMOમાં સ્ટ્રેટેજી ડાયરેક્ટર મયંક તિવારી 
  • નીતિ આયોગના અધિકારી સંજય રાય 
  • ઇન્કમટેક્સ વિભાગના ઓફિસર પ્રિતેશ મિસ્ત્રી 
  • CBIના સ્પેશિયલ ઓફિસર રાજેશ મિશ્રા
  • NIAના ઓફિસર ગુંજન કાત‌રિયા 
  • EDના એ‌િડશનલ ડાયરેક્ટર ઓમવીર સિંહ 
  • ડીવાયએસપી દિનેશ મહેરિયા 
  • સેન્ટ્રલ IBના ડેપ્યુટી ડાયરેક્ટર હિતેશ ઠાકર

જ્યારે પણ આવી કોઈ વ્યક્તિ સરકાર કે એજન્સીના નામે આવે તો પહેલાં તેનું આઇકાર્ડ માંગો અને જો થોડી પણ શંકા જાય તો તરત જ નજીકના પોલીસ સ્ટેશનમાં જાણ કરો. આ મામલે એલર્ટ રહેવાની જરૂર છે.  જી.એસ. મલિક, પોલીસ કમિશનર, અમદાવાદ 

જી.એસ. મલિક (પોલીસ કમિશનર, અમદાવાદ) 

લોકોએ ખૂબ સાવધ રહેવું જોઈએ, કાયદાનું જ્ઞાન દરેક વ્યક્તિને છે, જેથી કોઈએ ભયથી દોરાવું ના જોઈએ. આ સિવાય કોઈ પ્રકારની લાલચમાં પડવું ના જોઈએ, ઘણા હોશિયાર લોકો પણ છેતરાઈ જતા હોય છે, તે ત્યારે બને છે, જ્યારે કોઈ બેદરકાર હોય છે.   
- ડો.જ્યોત્સનાબેન યાજ્ઞિક, પૂર્વ ન્યાયાધીશ         

ડો.જ્યોત્સનાબેન યાજ્ઞિક (પૂર્વ ન્યાયાધીશ)

આવી કોઈ પણ વ્યક્તિ જ્યારે આવે છે ત્યારે જે તે ‌ડિપાર્ટમેન્ટનો સ્ટેટમાં કંટ્રોલરૂમ હોય છે, રેન્જમાં એસપી ઓફિસમાં વેરિફેકેશન કરીને પૂછી લેવું જરૂરી છે. આ સિવાય જે તે ‌ડિપાર્ટમેન્ટના ઉચ્ચ અધિકારી સાથે પણ વાત કરીને ખાતરી કરી લેવી. 
- ડો. રાજકુમાર પાંડિયન, એડીજીપી, સીઆઈડી ક્રાઈમ 

ડો. રાજકુમાર પાંડિયન (ADGP, CID ક્રાઈમ) 

ગઠિયાઓથી લોકો ખોટી રીતે ભોળવાઈ જાય છે. કાયદો કહે છે કે જ્યારે આવી કોઈ પણ વ્યક્તિ આવે તો પહેલાં તેનું આઈકાર્ડ ચેક કરવું જરૂરી છે. જો તે આઈકાર્ડ બતાવે તો તે સાચું છે કે બનાવટી તેની પણ ઈન્ક્વાયરી કરી શકાય છે. 
- મનીષ ઓઝા, વકીલ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ