ન્યૂઝ અપડેટ્સ
VTV / Assembly election 2023 / ભારત / MP Exit Poll 2023: BJP ahead of Congress, predicts Republic Matrize
ADVERTISEMENT
ADVERTISEMENT
મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણીના એક્ઝિટ પોલના પરિણામો જાહેર થયાં છે. આ વખતે ભાજપ અને કોંગ્રેસ વચ્ચેની નજીકની હરીફાઈ વચ્ચે બસપા, સપા, આમ આદમી પાર્ટી અને બળવાખોરોની હાજરીએ રાજકીય પંડિતોની તમામ આગાહીઓ પર પાણી ફરી વળ્યું છે. તેથી જ લોકો એક્ઝિટ પોલના પરિણામોની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા.એમપીમાં 'જન કી બાત'ના એક્ઝિટ પોલના પરિણામો અનુસાર, આ વખતે એમપીમાં કોઈ એક પક્ષ સરકાર બનાવશે તેવું લાગતું નથી. હા! 'જન કી બાત' એક્ઝિટ પોલના પરિણામો અનુસાર મધ્યપ્રદેશમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે કાંટે કી ટક્કર છે. 'જન કી બાત' એક્ઝિટ પોલના પરિણામો અનુસાર, એમપીમાં ભાજપને 100થી 123 અને કોંગ્રેસને 102થી 125 બેઠકો મળતી જોવા મળી રહી છે. અન્યને 5 બેઠકો મળવાનું કહેવાય છે. MATRIZE ના એક્ઝિટ પોલ અનુસાર, MPમાં ભાજપને 118 થી 130 અને કોંગ્રેસને 97 થી 107 બેઠકો મળતી જોવા મળી રહી છે. અન્યને 0 થી 2 બેઠકો મળતી જણાય છે. પોલસ્ટ્રેટના મતે ભાજપને 106થી 116 બેઠકો અને કોંગ્રેસને 111થી 121 બેઠકો મળતી જોવા મળી રહી છે. અન્યને 0 થી 6 બેઠકો મળવાની ધારણા છે. જો કે, અન્ય એજન્સીઓના એક્ઝિટ પોલ અનુસાર, ભાજપને એમપીમાં 116 બેઠકો મળતી જોવા મળી રહી છે, જ્યારે કોંગ્રેસને 111 બેઠકો મળવાના અહેવાલ છે. અન્યને 3 બેઠકો મળવાનું કહેવાય છે.
230 વિધાનસભા બેઠકો માટે મતદાન
મધ્યપ્રદેશમાં 17 નવેમ્બરના રોજ 230 વિધાનસભા બેઠકો માટે મતદાન થયું હતું. રાજ્યમાં કોંગ્રેસ અને ભાજપ વચ્ચે સીધો મુકાબલો છે. આ વખતે વિધાનસભા ચૂંટણીમાં 77.15 ટકા મતદાન થયું હતું, જે 2018ની સરખામણીમાં 1.52 ટકા વધુ હતું. બેઠક પર સૌથી વધુ 90.10 ટકા મતદાન થયું હતું, જ્યારે રાજ્યના પશ્ચિમ વિસ્તારમાં અલીરાજપુર જિલ્લાની જોબત બેઠક પર સૌથી ઓછું 54.37 ટકા મતદાન થયું હતું.
ADVERTISEMENT
રાજ્યમાં સત્તાપલટો ક્યારે અને કેવી રીતે થયો?
જ્યોતિરાદિત્ય સિંધિયા અને તેમના વફાદાર ધારાસભ્યોના બળવાને પગલે માર્ચ 2020માં કમલનાથની આગેવાની હેઠળની સરકાર પડી ગઈ હતી અને શિવરાજ સિંહ ચૌહાણની આગેવાનીવાળી ભાજપ સરકાર સત્તાએ આવી હતી.
2018ની ચૂંટણીમાં કઈ પાર્ટીને કેટલા ટકા વોટ મળ્યાં
2018માં ભાજપને 41.02 ટકા, કોંગ્રેસને 40.89 ટકા અને બહુજન સમાજ પાર્ટી (BSP) અને અન્ય પક્ષોને 10.83 ટકા વોટ મળ્યા હતા. કોંગ્રેસ કરતાં વધુ વોટ શેર હોવા છતાં, ભાજપે 2018માં 109 બેઠકો જીતી હતી. જ્યારે કોંગ્રેસને 114 બેઠકો મળી હતી. જ્યારે બસપાને 2, સમાજવાદી પાર્ટીને 1 અને અપક્ષોને 4 બેઠકો મળી હતી. ત્યારબાદ કોંગ્રેસે બસપા, સપા અને અપક્ષોની મદદથી કમલનાથના નેતૃત્વમાં સરકાર બનાવી.
ADVERTISEMENT
3 ડિસેમ્બરે સાચી ખબર પડશે
આ તો એક્ઝિટ પોલ એટલે કે અનુમાન છે પરંતુ ખરી ખબર તો 3 ડિસેમ્બર પડશે કે જ્યારે ચૂંટણીના પરિણામો જાહેર થશે. પરિણામો પહેલા ગુરુવારે બહાર આવેલા એક્ઝિટ પોલના પરિણામો અનુસાર, આ વખતે એમપીમાં અલગ જ ચિત્ર જોવા મળી રહ્યું છે.
સંકળાયેલા મુદ્દાઓ