બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / most expensive player bowled the most expensive over in the history of IPL! Fans are trolling Mitchell Starc

IPL 2024 / IPLના ઈતિહાસના સૌથી મોંઘા ખેલાડીએ ફેંકી સૌથી મોંઘી ઓવર! ફેન્સ કરી રહ્યા છે KKRના મિશેલ સ્ટાર્કને ટ્રોલ

Megha

Last Updated: 11:04 AM, 24 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોલકાતા નાઈટ રાઈડર્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે રમાયેલી IPL 2024 ની ત્રીજી મેચ ભારે રોમાંચક રહી હતી. KKRના મિચેલ સ્ટાર્ક સિઝનમાં સૌથી મોંઘી બોલિંગ કરનાર બોલર પણ બન્યો છે.

કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) એ શનિવારે ઈડન ગાર્ડન્સ ખાતે રમાયેલી ઈન્ડિયન પ્રીમિયર લીગ 2024 (IPL 2024) ની રોમાંચક મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH) પર 4 રને જીત નોંધાવી હતી. કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR)ની ટીમ ભલે આ મેચ જીતી ગઈ હોય, પરંતુ તે પોતાના બોલરોના પ્રદર્શનથી ખુશ નથી. 

હવે એ વાત તો જાણીતી જ છે કે કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR)ની ટીમે આ વખતે આઈપીએલ 2024ની હરાજીમાં ઓસ્ટ્રેલિયાના ઝડપી બોલર મિશેલ સ્ટાર્કને 24.75 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. મિચેલ સ્ટાર્ક IPL ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી પણ છે. પરંતુ આ ખેલાડી તેના ખરાબ પ્રદર્શનને કારણે ટીકાકારોના નિશાના પર આવી ગયો હતો. 

કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) એ આઈપીએલ 2024ની સીઝન માટે 24.75 કરોડ રૂપિયા ખર્ચીને ઓસ્ટ્રેલિયાના સૌથી ઘાતક ફાસ્ટ બોલર મિચેલ સ્ટાર્કને પોતાની ટીમમાં સામેલ કર્યા હતા, પરંતુ આ પૈસા હવે પાણીની જેમ વેડફાઈ રહ્યા હોવાનું જણાય છે. 24.75 કરોડની કિંમતનો મિશેલ સ્ટાર્કે આ મેચમાં બોલિંગની 4 ઓવરમાં 53 રન આપ્યા હતા. આ દરમિયાન મિચેલ સ્ટાર્કને એક પણ વિકેટ મળી ન હતી. મિશેલ સ્ટાર્કે એકંદરે 13.20ના ઇકોનોમી રેટથી રન આપ્યા હતા.  

સનરાઇઝર્સ હૈદરાબાદની બેટિંગ દરમિયાન મિચેલ સ્ટાર્કે 18મી ઓવરમાં 26 રન આપીને આ સિઝનની સૌથી મોંઘી ઓવર ફેંકી હતી. હેનરિક ક્લાસને તેના બોલ પર 3 સિક્સર ફટકારી હતી, ત્યારબાદ શાહબાઝે પણ તે જ ઓવરમાં સિક્સર ફટકારી હતી. IPL 2024 માટે યોજાયેલી હરાજીમાં બે વખતની ચેમ્પિયન કોલકાતા નાઈટ રાઈડર્સે મિશેલ સ્ટાર્કને 24 કરોડ 75 લાખ રૂપિયામાં સામેલ કર્યો હતો. મિશેલ સ્ટાર્ક 2015 બાદ પ્રથમ વખત IPLમાં ભાગ લઈ રહ્યો છે.  

વધુ વાંચો: આજે RR vs LSG વચ્ચે જયપુરમાં થશે કાંટે કી ટક્કર, જાણો કેવી હશે પ્લેઇંગ 11 ટીમ

મેચની વાત કરીએ તો પ્રથમ બેટિંગ કરતા KKRએ ધીમી શરૂઆતથી રિકવરી કરી અને 7 વિકેટે 208 રન બનાવ્યા અને તેની સામે સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH) 20 ઓવરમાં સાત વિકેટે 204 રન જ બનાવી શકી હતી.19મી ઓવર પછી, સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH)નો સ્કોર 5 વિકેટે 196 રન હતો અને જીતવા માટે છ બોલમાં 13 રનની જરૂર હતી, જે આરામથી બનાવી શકાઈ હોત. પરંતુ હર્ષિત રાણા (33 રનમાં ત્રણ વિકેટ)એ છેલ્લી ઓવરમાં શાનદાર બોલિંગ કરીને શાહબાઝ અને ક્લાસેન બંનેની વિકેટ લીધી અને માત્ર આઠ રન આપીને પોતાની ટીમને વિજેતા બનાવી દીધી હતી. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ