બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / આરોગ્ય / morning superfoods to have on empty stomach for diabetes

હેલ્થ કેર / ડાયાબિટીસના દર્દીએ ખાલી પેટે આ વસ્તુઓનું કરવુ જોઇએ સેવન, તેનાથી શુગર લેવલમાં થશે ઘટાડો

Bijal Vyas

Last Updated: 03:40 PM, 9 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ડાયાબિટીસના દર્દીઓ માટે સવારમાં આ વસ્તુઓનું સેવન કરવું ખૂબ જ જરૂરી છે, જેનાથી તેમનું પેટ ભરાઈ શકે, ધીમે ધીમે ગ્લુકોઝ છૂટી શકે, જે તેમને સુગર સ્પાઇક વગર પણ દિવસભર એનર્જી આપશે.

  • ડાયાબિટીસના દર્દીઓ માટે સવારનો સમય ખૂબ જ મહત્વપૂર્ણ 
  • સવારે આ વસ્તુઓનું સેવન કરવાથી બ્લડ શુગરનું સ્તર નિયંત્રિત રહે છે
  • તજ શરીરમાં બ્લડ શુગરના સ્તરને ઓછું કરવામાં મદદ કરે છે

સવાર તે એક એવો સમય છે જેમાં તમે તમારા શરીરને આખા દિવસ માટે રિચાર્જ થઇ શકો છો. ખાસ કરીને ડાયાબિટીસના દર્દીઓની વાત કરીએ તો તેમના માટે સવારનો સમય ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ડાયાબિટીસના દર્દીઓ માટે સવારમાં આ  વસ્તુઓનું સેવન કરવું ખૂબ જ જરૂરી છે, જેનાથી તેમનું પેટ ભરાઈ શકે, ધીમે ધીમે ગ્લુકોઝ છૂટી શકે, જે તેમને સુગર સ્પાઇક વગર પણ દિવસભર એનર્જી આપે છે. આવી સ્થિતિમાં, પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ, ગુડ ફેટ, ફાઈબર, સ્ટાર્ચ વગરનો ખોરાક સવારે ઉઠીને સંતુલિત આહાર લેવો મહત્વપૂર્ણ છે જેથી તમે દિવસની સારી શરૂઆત કરી શકો.

ઘણા ડાયાબિટીસના દર્દીઓને સવારે બ્લડ શુગર લેવલમાં વધારો થાય છે, આવું એટલા માટે થાય છે કારણ કે આપણું લીવર દિવસભર એનર્જી માટે ગ્લુકોઝ ઉત્પન્ન કરે છે. તેથી જો તમને ખૂબ તરસ લાગે છે, વારંવાર પેશાબ થાય છે અથવા સવારે થોડુ ઝાંખુ દેખાય છે, તો તે હાઈ બ્લડ સુગર લેવલ સૂચવે છે. આવી સ્થિતિમાં, આજે અમે તમને કેટલીક એવી વસ્તુઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેનું સેવન ડાયાબિટીસના દર્દીઓએ સવારે કરવું જોઈએ. સવારે આ વસ્તુઓનું સેવન કરવાથી બ્લડ શુગરનું સ્તર નિયંત્રિત રહે છે.

ડાયાબિટીસના દર્દીઓને અનુભવાય છે થાક ? તો આટલી વસ્તુનું રાખો ખાસ ધ્યાન |  what to do if diabetic patient feel low

1. ઘી અને હળદરનો પાઉડરઃ  એક ચમચી ગાયના ઘી સાથે હળદર મિક્સ કરીને ખાવાથી ડાયાબિટીસના દર્દીઓને ખૂબ જ ફાયદો થાય છે. આ કારણે બ્લડ શુગરનું સ્તર સામાન્ય રહે છે. તેથી ઘીનું સેવન કરવાથી ડાયાબિટીસના દર્દીઓને દિવસભર શુગરની ક્રેવિંગ નથી લાગતી, તે સાથે જ હળદર ઇમ્ફેલ્મેશન ઘટાડે છે.

2. અલ્કેલાઇન પીણાંઃ 1 ચમચી સફરજન સીડર વિનેગર અને 30 મિલી આમળાનો રસ અથવા લીંબુનો રસ 100 મિલી પાણીમાં ભેળવીને પીવાથી ડાયાબિટીસના દર્દીઓ માટે લાભ થાય છે. આ શરીરને હીલ કરવામાં પણ મદદ કરે છે.

3. ઇન્ફ્યુઝ્ડ વોટરઃ તજ એક એવો મસાલો છે જે શરીરમાં બ્લડ શુગરના સ્તરને ઓછું કરવામાં મદદ કરે છે. તેના માટે રાત્રે તજના ટુકડાને પીવાના પાણીમાં નાખો. જો તમે ઈચ્છો તો આ પાણી સાથે હર્બલ ટી પણ બનાવીને પી શકો છો. તજ આખા દિવસ દરમિયાન તમારા બ્લડ સુગરના સ્તરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે.

4. મેથીનું પાણીઃ ડાયાબિટીસના દર્દીઓએ સવારે મેથીના દાણાનું સેવન કરવું જોઈએ. આ માટે રાત્રે એક ચમચી મેથીના દાણાને પાણીમાં પલાળી રાખો. આ બીજને સવારે સારી રીતે ચાવી લો અને તેનું પાણી પીવો.

diabetes patient | VTV Gujarati

5. પ્રોટીન શેક- જો તમને સવારે ઉઠતાની સાથે જ લો શુગર લેવલની સમસ્યા છે, તો આવી સ્થિતિમાં તમે થોડી માત્રામાં પ્રોટીનનું સેવન કરી શકો છો જેમ કે પલાળેલી બદામ, અખરોટ, ફળો વગેરે.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર અનુમાન અને માહિતી પર આધારિત છે. આથી અત્રે અહીં ઉલ્લેખ કરવો જરૂરી છે કે VTV ગુજરાતી આવી કોઈ પણ પ્રકારની માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા તેના વિશે વધુમાં માહિતી મેળવવી તેમજ સંબંધિત નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ