બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / વડોદરાના સમાચાર / Morning comes and goes, nothing business? Before committing suicide, Nafisa had to listen to Ramiz's mother's words

ઘટસ્ફોટ / સવાર થાય અને આવી જાય છે કંઇ કામધંધો નથી? આત્મહત્યા કરતાં પહેલા નફિસાએ સાંભળવા રમીઝની માંના મ્હેણાં, પરિવારજનોનો આક્રોશ

Published By: Priykant Shrimali

Last Updated: 11:14 AM, 25 June 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વડોદરાની યુવતીએ પણ રિવરફ્રંટથી સાબરમતીમાં કૂદી હતી પણ ત્યાં તેને મોત ન મળતા વડોદરા તાંદલજા સ્થિત ઘરમાં આપઘાત કરી લીધો

  • અમદાવાદની આઇશાની જેવી ઘટના સામે આવી
  • સાબરમતીમાં કૂદી પરંતુ મોત ન મળતા ઘરમાં આપઘાત કરી લીધો 
  • લગ્નના વચન વચ્ચે નફીસાએ મોતને વ્હાલું કર્યું 

ગુજરાતમાં ફરી એકવાર અમદાવાદની આઇશાની જેવી ઘટના સામે આવી છે. જેમાં વડોદરાની યુવતીએ પણ રિવરફ્રંટથી સાબરમતીમાં કૂદી હતી પણ ત્યાં તેને મોત ન મળતા વડોદરા તાંદલજા સ્થિત ઘરમાં આપઘાત કરી લીધો હતો. વિગતો મુજબ નફીસાને રમીઝ નામના યુવકે રમઝાન પૂર્ણ થયા બાદ લગ્નનું વચન આપ્યું હતું. જે બાદમાં યુવતી રમીઝના ઘરે અમદાવાદ આવી હતી જ્યાં રમીઝની માતાએ તેને કહ્યું હતું કે "તું સવાર થાયને અહીંયા ચાલી આવે છે, તને કોઇ નદી કે ઓવારો દેખાતો નથી?" આ સાંભળી લાગી આવતા નફીસા સાબરમતી રિવરફ્રન્ટમાં આત્મહત્યા માટે કૂદી હતી. જોકે ત્યાં પણ તેનો બચાવ થતાં તે વડોદરા સ્થિત તાંદલજા સ્થિત ઘરમાં આપઘાત કરી લીધો હતો. 

શુ હતી સમગ્ર ઘટના ?                 

તાંદલજામાં 25 વર્ષીય યુવતીએ ગળેફાંસો ખાઇને મોતને વ્હાલુ કરી લીધું. કારણ છે પ્રેમમાં નિષ્ફળતા. અમદાવાદના એક યુવકે લગ્નની લાલચ આપી હતી પરંતુ યુવકે વિશ્વાસઘાત કરતા યુવતીએ આ પગલુ ભર્યુ હોવાનો પરિવારજનોએ આક્ષેપ કર્યો છે. યુવતી અમદાવાદના રમીઝ નામના યુવકના પ્રેમમાં હતી. પ્રેમમાં નિષ્ફળતાને લીધે યુવતીએ આપઘાત કરી લીધો.

 

આપઘાત પહેલાનો વીડિયો આવ્યો સામે

આ યુવતીનો આપઘાત પહેલાનો એક વીડિયો સામે આવ્યો છે. અમદાવાદ રિવરફ્રન્ટ ખાતેનો આ વીડિયો છે. જેમાં તે કહી રહી છે કે '' ઝિંદગીમે મેને તુજે સબસે જ્યાદા પ્યાર કિયા,ઓર તુમને યે કિયા મેરે સાથ. મુજે ઇતના બડા ધોખા દિયા, મુજે લગા તુમ સબસે અલગ હો પર તુમ સબ કે જૈસે હી હો. તુમમે ઔર સબમે કોઇ ફરક નહીં થા. પુરી દુનિયા કો પતા ચલ જાને કે બાદ ભી તુમને મેરા હાથ નહી થામા, બહોત બુરે હો તુમ, તુમ્હારે ઘરવાલેં ભી કહેતે હૈ હમારા કોઇ કોન્ટેક્ટ નહીં હૈ. તમ્હે પરસો દેખા થા, વહાં પર, તમ્હારે કપડે સુખે હુએ થે વહાં પર." આ ઉપરાંત યુવતી એમ પણ કહી રહી છે કે 'મેરે પાસ મોત કે અલાવા ઓર કોઇ રાસ્તા નહી હૈ,  ઇતના બુરા હાલ કર દિયા હૈ તુમને મેરા.'

આઇશાની જેમ સાબરમતી રિવરફ્રન્ટથી ઝંપલાવ્યું હતું 

વડોદરાની નફીસા પણ અમદાવાદની આઇશાની જેમ સાબરમતી રિવરફ્રન્ટ ખાતે અંતિમ વિડિયો બનાવી મોતને વ્હાલું કરી ચૂકી છે. ફરક એટલો છે કે નફીસા રિવરફ્રંટથી સાબરમતીમાં કૂદી હતી પણ ત્યાં તેને મોત ન મળ્યું. અંતે વડોદરા આવીને નફીસાએ ઘરમાં આપઘાત કરી લીધો હતો.આ તરફ નફીસાના કાકી રશીદાબેન ખોખરે આક્ષેપ કર્યો છે કે, રમીઝને મળવા નફીસા અમદાવાદના દાણીલીમડા ગઇ, ત્યારે રમીઝની માતાએ તેને કહ્યું હતું કે "તું સવાર થાયને અહીંયા ચાલી આવે છે, તને કોઇ નદી કે ઓવારો દેખાતો નથી?" આ સાંભળી લાગી આવતા નફીસા સાબરમતી રિવરફ્રન્ટમાં આત્મહત્યા માટે કૂદી હતી.

લગ્નના વચન વચ્ચે નફીસાએ મોતને વ્હાલું કર્યું 

રમીઝના પરિવારે રમઝાન પૂર્ણ થયા બાદ નફીસા સાથે લગ્નનું વચન આપ્યું હતું. આ તરફ ગત અઠવાડિયે નફીસા અમદાવાદમાં દાણીલીમડા ખાતે આવેલા રમીઝના ઘરે ગઇ હતી અને રમીઝ ક્યાં છે તેમ પુછ્યું હતું, ત્યારે રમીઝની માતાએ ઘરનો અડધો દરવાજો ખોલી જવાબ આપી દીધો હતો કે રમીઝની અમને શું ખબર? તુ જાણે. નફીસાએ જ્યારે કહ્યું કે, રમીઝ ઘરમાં જ છે મને તેની સાથે વાત કરવા દો. તો રમીઝની માતાએ નફીસાને કહ્યું કે, અહીંયા રમીઝ નથી, તું સવાર થાયને અહીંયા ચાલી આવે છે, તને કોઇ નદી કે ઓવારો કંઇ દેખાતો નથી? આવા મ્હેણા સાંભળીને નફીસાએ સાબરમતી રિવરફ્રન્ટમાં આત્મહત્યા કરવા ભૂસકો માર્યો હતો. પરંતુ અમદાવાદની પોલીસે નફીસાને ડૂબતા બચાવી લીધી.

પરિવારની માંગ - દીકરીને ન્યાય મળે 

પરિવારજનોએ કહ્યું હતું કે, અમારી તો એક જ માંગ છે કે, અમારી દીકરીને ન્યાય મળે. આજે જ્યારે અમે નફીસાના સાબરમતી રિવરફ્રન્ટના વીડિયો જોઇએ છીએ, ત્યારે ખૂબ જ દુખ થઇએ છીએ કે, તેને રમીઝે એટલું બધુ પ્રેસર આપ્યું કે, તેને આ પગલું ભરવું પડ્યું. નફીસાના પરિવારમાં તેની ત્રણ બહેનો છે અને બે ભાઇ છે. નફીસાએ નવ ધોરણ સુધી અભ્યાસ કર્યો હતો અને ઘરે જ હતી. 

સંકળાયેલા મુદ્દાઓ

Suicide ahmedabad vadodara પ્રેમ પ્રકરણ યુવતી આપઘાત રિવર ફ્રન્ટ વડોદરા આપઘાત Revealed

Published by

Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ