બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ગુજરાતના મંત્રીમંડળમાંથી 8થી વધુ મંત્રીઓના પત્તા કપાઇ શકે છે, સચિવાલયમાં ચર્ચા

મંત્રીમંડળ વિસ્તરણ / ગુજરાતના મંત્રીમંડળમાંથી 8થી વધુ મંત્રીઓના પત્તા કપાઇ શકે છે, સચિવાલયમાં ચર્ચા

Last Updated: 12:45 PM, 22 March 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં ભાજપને પડકારી શકે તેવી કોઇ પાર્ટી નથી પરંતુ સરકારની કામગીરીથી પ્રજામાં ભારે રોષ છે. જો કે તેના માટે અધિકારીઓ અને સરકારના મંત્રીઓ વચ્ચેનો ગજગ્રાહ છે. જેના કારણે દિલ્હીથી હવે શિક્ષિત અને પ્રશાસનિક રીતે અનુભવી નેતાઓને મંત્રી બનાવવા માટેની તૈયારીઓ ચાલી રહી હોવાની ચર્ચા

ગુજરાત મંત્રીમંડળનુ વિસ્તરણ આગામી એપ્રિલ મહિનામાં થવાની શક્યતા વ્યક્ત કરાઈ રહી છે. હાલમાં મુખ્યમંત્રી સહિત કેબિનેટમાં કુલ 9મંત્રી છે. જ્યારે રાજ્યકક્ષાના 8 મંત્રીઓ સહિત મંત્રીમંડળનું કદ 17નુ છે. જો કે, મુખ્યમંત્રી ધારે તો મંત્રીમંડળની ક્ષમતા 27 સુધી લઈ જઈ શકે છે. વિધાનસભાની ચૂંટણી બાદ 2022માં ભૂપેન્દ્ર પટેલની નવી સરકાર રચાયા બાદ હજુ સુધી એકપણ વિસ્તરણ કે અન્ય કોઈ ફેરફાર થયા નથી.

ભૂપેન્દ્ર પટેલના મંત્રી મંડળનુ આ પ્રથમ વિસ્તરણ હશે. સચિવાલયમાં થઈ રહેલી ચર્ચા મુજબ, દિલ્હીનું ભાજપ હાઈકમાન્ડ હાલની સરકારની કામગીરીથી એટલું ખુશ નથી. મોટાભાગના મંત્રીઓની કામ કરવાની પદ્ધતિ અંગે ઉપર સુધી ફરિયાદ ગઈ છે.
અધકચરા મંત્રીઓથી ભાજપ-અધિકારી બંને પરેશાન
સતત અધિકારીઓ સાથે અણબનાવ સામાન્ય બાબત થઈ ગઈ છે. મંત્રીઓનુ અધકચરું જ્ઞાન પણ કામોને ખોરંભે ચડાવી રહ્યું છે. સામાન્ય નાગરિકો ભારે પરેશાન થઈ રહ્યા છે. સરકારની લાભદાયી સ્કીમ હોવા છત્તા તેનું અમલીકરણ અને પ્રચાર કરી શકાતો નથી કે લોકો સુધી તેના લાભો પહોંચાડી શકતા નથી. ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2027માં યોજાવાની છે. સરકાર પાસે હજુ અઢી વર્ષથી વધુનો સમય બાકી છે. ભાજપ પાસે 161 જ્યારે કોંગ્રેસ પાસે માત્ર 12 ધારાસભ્યો જ છે. કોંગ્રેસ હાલની સ્થિતિએ તો ભાજપને પડકારી શકે તેવી શક્યતા નહીવત દેખાઇ રહી છે.
ગુજરાતમાં ભાજપ માટે પડકાર નહિવત
આગામી ચૂંટણીમાં પણ મોદી કે ભાજપને પડકાર આપી શકે એવી કોઈ જ ક્ષમતા કોંગ્રેસ કે કોઈ અન્ય પક્ષમાં કે નેતાઓમાં દેખાતી નથી. તેમ છતાં દિલ્હીના નેતાઓ કોઈ જોખમ લેવા માંગતા નથી. મંત્રીઓની સતત નબળી કામગીરી અને અણઆવડતને લઈને સમાજમાં સરકારની છબી સતત ખરડાઇ રહી છે. ચૂંટણી સુધીમાં આ ઈમેજ સુધારવી હોય તો નબળા મંત્રીઓને પડતા મૂકવા સિવાય કોઈ જ વિકલ્પ નહીં હોવાનું સિનિયર નેતાઓ માની રહ્યા છે.
એપ્રિલમાં મંત્રીમંડળનો થશે વિસ્તાર!
આ સ્થિતિમાં એવી ચર્ચા છે કે, જો એપ્રિલમાં અથવા તો હવે ગમે ત્યારે મંત્રીમંડળનુ વિસ્તરણ થાય તો હાલના 17માંથી 8થી વધુ મંત્રીઓને પડતા મૂકવામાં આવી શકે છે. જેમાં ત્રણથી વધુ કેબિનેટ મંત્રીઓની પણ યાદી છે. તેની જગ્યાએ સારી ઇમેજ ધરાવતા ભણેલા-ગણેલા યુવાન ધારાસભ્યોને તક આપવામાં આવે તેવી શક્યતા છે. જેથી સમાજમાં પણ સારો મેસેજ જાય અને વહીવટી કામગીરી પણ સુચારૂ રીતે ચાલી શકે. સૂત્રો જણાવે છે કે, આગામી દિવસોમાં ભાજપના પ્રદેશ પ્રમુખની નિયુક્તિ બાદ મંત્રીમંડળના વિસ્તરણની કાર્યવાહી ઝડપથી આગળ વધી શકે છે. જેમાં નવા અને ભણેલા ગણેલા ચહેરાઓને સ્થાન મળી શકે છે.
બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat expansion of cabinet Gujarat Gujarat Government
Sanjay Vibhakar
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ