બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / વડોદરા / More than 2500 students failed T.Y.B.Com in MS University of Vadodara

છબરડો / બાપ રે! MS યુનિ.ના T.Y.B.Comની પરીક્ષામાં 2880 વિદ્યાર્થીઓ નાપાસ! વાઈસ ચાન્સેલરે માંગ્યો જવાબ

Malay

Last Updated: 10:44 AM, 20 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

MS University in controversy: વડોદરાની MS યુનિવર્સિટીએ T.Y.B.Comના 2500 કરતા વધારે વિદ્યાર્થીઓને નાપાસ કરતા ખળભળાટ મચી ગયો છે. પરિણામ મામલે વાઈસ ચાન્સેલરે પરીક્ષા વિભાગ પાસેથી જવાબ માંગ્યો છે.

 

  • MS યુનિવર્સિટી ફરી વિવાદમાં
  • પરીક્ષાના પરિણામમાં છબરડો
  • 2 હજાર 880 વિદ્યાર્થીને નપાસ કરાયા

સતત વિવાદોમાં ઘેરાયેલી રહેતી વડોદરાની એમ.એસ યુનિવર્સિટી વિદ્યાર્થીઓના પરિણામોને લઈને ફરી વિવાદમાં આવી છે. યુનિવર્સિટીની B.comની ત્રીજા વર્ષની પરીક્ષાના પરિણામમાં મોટો છબરડો સામે આવ્યો છે. યુનિવર્સિટીના કુલ 7 હજાર 200 જેટલા વિદ્યાર્થીઓએ B.comની ત્રીજા વર્ષની પરીક્ષા આપી હતી. જેમાંથી 2 હજાર 880 વિદ્યાર્થીઓને નાપાસ કરવામાં આવતા ચકચાર મચી જવા પામી છે.

MS યુનિ.માં 695 ખાલી જગ્યાઓ માટે હંગામી શિક્ષકોની આજથી ભરતી, હાલના  શિક્ષકોને ટેમ્પરરી એક્સટેન્શન અપાયું | Recruitment of temporary teachers  has started in ms University

T.Y.B.Comની પરીક્ષાના પરિણામમાં છબરડો 
યુનિવર્સિટીના 100 કે 200 નહીં પરંતુ 2880 વિદ્યાર્થીઓને પરીક્ષામાં નાપાસ કરવામાં આવ્યા છે. આ પરિણામ મામલે વાઈસ ચાન્સેલરે પરીક્ષા વિભાગ પાસેથી જવાબ માંગ્યો છે. આમાં સૌથી આશ્ચર્યની વાત તો એ છે કે આમાંથી કેટલાક વિદ્યાર્થીઓને તો ઝીરો માર્ક્સથી નાપાસ કરવામાં આવ્યા છે. યુનિવર્સિટીની T.Y.B.Comની પરીક્ષાના પરિણામે શહેરભરમાં ચર્ચા જગાવી છે. 

S.Y.B.Comનું હજુ સુધી નથી જાહેર કરાયું પરિણામ
આ ઉપરાંત વડોદરાની એમ.એસ યુનિવર્સિટીની B.comની બીજા વર્ષની પરીક્ષાનું પરિણામ હજુ સુધી જાહેર કરવામાં આવ્યું નથી. વિદ્યાર્થીઓ પરિણામની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ પરીક્ષા પૂર્ણ થયાને 2 મહિના કરતા વધારે સમય વીતી ગયો હોવા છતાં પરિણામ જાહેર કરવામાં આવ્યું નથી. S.Y.B.Comની સેમ-2ની પરીક્ષાને 62 દિવસ થયા છતાં પરિણામના ઠેકાણાં નથી.

MS યુનિવર્સિટીમાં એકસાથે 500 વિદ્યાર્થીઓ નહીં આપી શકે પરીક્ષા, કારણ  ચોંકાવનારું | 500 students will not be able to take the exam in MS  University

5 દિવસ પહેલા પણ સર્જાયો હતો વિવાદ
આપને જણાવી દઈએ કે, વડોદરાની એમ.એસ યુનિવર્સિટીમાં 5 દિવસ અગાઉ પણ વિવાદ સામે આવ્યો હતો. મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના પ્લેસમેન્ટમાં કોમર્સના 27 વિદ્યાર્થીઓને ખાનગી કંપનીએ કલેક્શન એક્ઝિટ્યુટિવના નામે રિકવરીની નોકરી આપતા વિવાદ સર્જાયો હતો. યુનિવર્સિટીના 27 જેટલા વિદ્યાર્થીઓને ઉઘરાણીની નોકરી અપાઈ હતી. જેના કારણે ભારે વિવાદ સર્જાયો હતો.

MS યુનિવર્સિટી ફરી વિવાદમાં: કોમર્સના 27 વિદ્યાર્થીઓને અપાઈ ઉઘરાણીની નોકરી,  કારણ મોનિટરિંગનો અભાવ | Vadodara's MS University got into controversy over  Commerce placements

27 વિદ્યાર્થીઓને અપાઈ હતી ઉઘરાણીની નોકરી 
કેમ્પસ પ્લેસમેન્ટ અંતર્ગત યુનિવર્સિટીમાં ખાનગી કંપનીઓ દ્વારા ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં ફાયનાન્સ કંપનીઓ દ્વારા ઇન્ટરવ્યું યોજવામાં આવ્યા હતા. આ  પ્લેસમેન્ટમાં ખાનગી ફાઇનાન્સ કંપનીએ કોમર્સના 27 વિદ્યાર્થીને કલેક્શન એક્ઝિક્યુટિવના નામ હેઠળ રિકવરી(ઉઘરાણી)ની નોકરી આપી છે. એટલે કે 27 વિદ્યાર્થીઓની કલેક્શન એક્ઝિક્યુટિવની નોકરી માટે પસંદગી કરાઈ હતી. આ ઉપરાંત યુનિવર્સિટીના કેમ્પસમાં કઈ કંપની પ્લેસમેન્ટ માટે આવી તેનું મોનિટરિંગ થયું ન હતું. યુનિવર્સિટીએ મોનિટરિંગ ન કરતા ફાયનાન્સ કંપનીએ નોકરી આપી દીધી. ખાનગી કંપનીએ કલેક્શન એક્ઝિક્યુટિવના નામે રિકવરીની નોકરી આપી હતી. જે બાદ યુનિવર્સિટીના વહીવટી તંત્રની ભારે ટીકા થઈ હતી. કારણ કે આવી નોકરી માટે કેમ્પસ બહાર કંપની દ્વારા પસંદગી કરાતી હોય છે, પણ ફાયનાન્સ કંપની દ્વારા ફેકલ્ટીમાં આવીને રિકવરીની નોકરી અપાઈ હતી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ