બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

VTV / Monsoon arrives in Kerala after a week's delay, IMD says on impact of Cyclone Biparjoy

હવામાન / હવે ગુજરાત તૈયાર રહે: કેરળમાં ચોમાસાએ દીધી દસ્તક, IMDએ કરી સત્તાવાર જાહેરાત

Pravin Joshi

Last Updated: 03:20 PM, 8 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લોકો ચોમાસાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. દરમિયાન ભારતીય હવામાન વિભાગ (IMD) એ ગુરુવારે લોકોને સારા સમાચાર આપ્યા છે. એક અઠવાડિયાના વિલંબ બાદ ચોમાસું કેરળ પહોંચી ગયું છે. જેના કારણે લોકોને ગરમીથી રાહત મળવાની આશા છે.

  • ભારતીય હવામાન વિભાગે લોકોને આપ્યા સારા સમાચાર
  • એક અઠવાડિયાના વિલંબ પછી કેરળમાં પહોંચ્યું ચોમાસું
  • ચોમાસાના પગલે લોકોને ગરમીથી રાહત મળવાની આશા 

7 દિવસ મોડું થઈ ગયું છે પરંતુ કેરળમાં આખરે ચોમાસું આવી ગયું છે. જો કે ભારતીય હવામાન વિભાગ (IMD) એ ચેતવણી આપી છે કે ગંભીર ચક્રવાત બિપરજોયને કારણે શરૂઆતમાં તે હળવા રહેવાની શક્યતા છે. ચોમાસું 1 જૂને કેરળમાં આવવાનું હતું, પરંતુ આ વખતે 7 દિવસના વિલંબ બાદ રાજ્યમાં વરસાદની મોસમ શરૂ થઈ છે.

 

IMD અનુસાર ચક્રવાતી તોફાન બાયપરજોયના કારણે આગામી 48 કલાક દરમિયાન મધ્ય અરબી સમુદ્ર, તમિલનાડુ, કર્ણાટક, દક્ષિણ પશ્ચિમ ઉત્તરપૂર્વ બંગાળની ખાડી, ઉત્તરપૂર્વીય રાજ્યો અને કેરળના બાકીના ભાગોમાં ચોમાસું આગળ વધવા માટે સ્થિતિ અનુકૂળ છે. ચોમાસાની સ્થિતિને ધ્યાનમાં રાખીને હવામાન વિભાગે માછીમારોને દરિયો ન ખેડવા એલર્ટ જાહેર કરી દીધું હતું.

હવામાન\ આજ રાતે 8 વાગ્યા સુધી સૌરાષ્ટ્રના આ જિલ્લામાં ધોધમાર વરસાદની આગાહી  | monsoon 2020 rain in Gujarat this district hevy rain fall today

કેરળમાં ચોમાસું 7 દિવસ મોડું પહોંચ્યું 

જણાવી દઈએ કે કેરળમાં ચોમાસાના આગમનની તારીખ 1 જૂન હતી. ત્યારબાદ હવે 8 જૂને રાજ્યમાં ચોમાસાએ દસ્તક આપી છે. IMD અનુસાર દક્ષિણ-પૂર્વ અરબી સમુદ્ર પર નીચા દબાણવાળા વિસ્તારની રચના અને તેની તીવ્રતાને કારણે ચક્રવાતી પરિભ્રમણ કેરળના કાંઠા તરફ ચોમાસાના આગમનને ગંભીર અસર કરી શકે છે. જો કે હવામાન વિભાગે કેરળમાં 8 જૂને ચોમાસું બેસવાની સંભાવના પહેલેથી જ વ્યક્ત કરી હતી.

ગુજરાતમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે આગામી 2 દિવસ ફરીવાર ગરમીમાં થશે વધારો,  જાણો હવામાન વિભાગે શું કરી આગાહી? | rain forecast by weather department for  monsoon 2022 in ...

ચક્રવાતી તોફાન હવે વધુ તીવ્ર બનશે

બીજી તરફ ચક્રવાતી તોફાન બિપરજોય અંગે હવામાનશાસ્ત્રીઓનું કહેવું છે કે તે વધુ તીવ્ર બને અને બિપરજોય તોફાન આગામી ત્રણ દિવસ દરમિયાન ઉત્તર તરફ આગળ વધશે. સમાચાર એજન્સી અનુસાર ભારતીય હવામાન વિભાગ (આઈએમડી) એ બુધવારે (07 જૂન) સવારે કહ્યું કે કેરળમાં બે દિવસમાં ચોમાસાની શરૂઆત માટે અનુકૂળ સ્થિતિ છે.

ચોમાસાને લઈ IMDનું પૂર્વાનુમાન: દેશમાં 96% વરસાદ થવાની સંભાવના, જુઓ  ગુજરાતમાં કેટલો પડશે | Meteorological Department predicted about the monsoon  probability of 96 percent rainfall

આ માહિતી ચોમાસાને લઈને આપવામાં આવી હતી

ભારતીય હવામાન વિભાગે રવિવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે દક્ષિણ અરબી સમુદ્ર પર પશ્ચિમી પવનોના વધારાને કારણે સ્થિતિ અનુકૂળ બની રહી છે. ઉપરાંત પશ્ચિમી પવનોની ઊંડાઈ ધીમે ધીમે વધી રહી છે અને આ પવનોની ઊંડાઈ સરેરાશ દરિયાઈ સપાટીથી 2.1 કિમી સુધી પહોંચી ગઈ છે. ચોમાસુ કેરળના દરિયાકાંઠે પહોંચતા હજુ ત્રણથી ચાર દિવસ લાગી શકે છે. દક્ષિણપૂર્વ અરબી સમુદ્રમાં પણ વાદળોનું પ્રમાણ વધી રહ્યું છે, એમ વિભાગે જણાવ્યું હતું. કેરળમાં ચોમાસાની શરૂઆત માટે આ સાનુકૂળ પરિસ્થિતિઓ આગામી 3-4 દિવસ દરમિયાન વધુ સુધરવાની અમને આશા છે. તેના પર સતત નજર રાખવામાં આવી રહી હતી. જો કે લગભગ આઠ દિવસના વિલંબ બાદ ચોમાસું હવે કેરળ પહોંચી ગયું છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ