બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / Monkeypox no longer a global health emergency," declares WHO

મોટી ચિંતા ટળી / દુનિયામાંથી મંકિપોક્સના વળતાં પાણી, હવે ગ્લોબલ હેલ્થ ઈમરજન્સી નથી, WHO ચીફનું એલાન

Hiralal

Last Updated: 08:37 PM, 11 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વિશ્વ આરોગ્ય સંગઠનના ચીફ ટેડ્રોસ અધનોમે જાહેર કર્યું છે કે મંકિપોક્સ હવે કોઈ ગ્લોબલ હેલ્થ ઈમરજન્સ નથી.

  • મંકિપોક્સને લઈને હવે વાત વળી ગઈ
  • રોગ હવે ગ્લોબલ હેલ્થ ઈમરજન્સી નથી
  • વિશ્વ આરોગ્ય સંગઠનના ચીફનું એલાન

એક સમયે દુનિયામાં હાહાકાર મચાવનાર મંકિપોક્સને લઈને એક મોટું એલાન કરાયું છે. ઘાતક ગણાતો મંકિપોક્સ હવે કોઈ ગ્લોબલ હેલ્થ ઈમરજન્સી નથી રહ્યો. વિશ્વ આરોગ્ય સંગઠનના ચીફ ટેડ્રોસ અધનોમે જાહેર કર્યું છે કે મંકિપોક્સ હવે કોઈ ગ્લોબલ હેલ્થ ઈમરજન્સ નથી.  

3 મહિનામાં મંકિપોક્સના કેસમાં 90 ટકાનો ઘટાડો 
ગત અઠવાડિયે વિશ્વ આરોગ્ય સંગઠનની એક બેઠક  મળી હતી જેમાં મંકિપોક્સ કોઈ ગ્લોબલ હેલ્થ ઈમરજન્સ ન હોવાનું અધિકારીઓએ ચીફને જણાવ્યું હતું જે પછી આજે વિશ્વ આરોગ્ય સંગઠનના ચીફે તેનું એલાન કરી દીધું હતું. ચીફ ટેડ્રોસ અધનોમે કહ્યું કે છેલ્લા 3 મહિનામાં કેસમાં 90 ટકા ઘટાડો થયો છે. 
 

મંકિપોક્સના વળતા પાણી
વિશ્વ આરોગ્ય સંગઠનના એલાન બાદ મોટી ચિંતા ટળી છે. દુનિયામાંથી હવે મંકિપોક્સના કેસ ઘટવાં લાગ્યાં છે. 

111 દેશોમાં ફેલાયો હતો, 140થી વધુના મોત થયાં હતા

ઉલ્લેખનીય છે કે મંકિપોક્સ 111 દેશોમાં ફેલાયો હતો અને તેને કારણે 140થી વધુ લોકોના મોત થયા હતા. 

મનુષ્યમાં સેક્સ દ્વારા મંકીપોક્સ વધુ ફેલાઈ રહ્યો છે
ડબ્લ્યુએચઓના અધિકારી ડેવિડ હેમેને કહ્યું, "એવું લાગે છે કે મનુષ્યમાં સેક્સ દ્વારા મંકીપોક્સ વધુ ફેલાઈ રહ્યો છે અને તેથી જ વિશ્વભરમાં કેસ વધી રહ્યા છે. ડબ્લ્યુએચઓ અનુસાર દક્ષિણ આફ્રિકાના દેશોમાં દર વર્ષે હજારો લોકોને મંકીપોક્સનો ચેપ લાગે છે.

શું છે મંકીપોક્સ ? 

મંકી પોક્સ એક દુર્લભ અને ગંભીર વાયરલ બીમારી છે.
ફ્લૂ જેવી બીમારી છે જેમાં લિમ્ફ નોડ્સમાં સોજો આવે છે.
ચહેરા અને શરીર પર દાણા દાણા જેવું જોવા મળે છે 
સંક્રમણ 2થી 4 અઠવાડિયા સુધી ચાલે છે
આ વાયરસ લોકોમાં સરળતાથી નથી ફેલાતો
દર્દીના શરીરના પ્રવાહી કે મંકીપોક્સના જખમના સંપર્કથી ફેલાય છે.  
વાંદરાઓ, ઉંદરો અને ખિસકોલી જેવા ચેપગ્રસ્ત પ્રાણીઓના સંપર્કથી ફેલાઇ શકે છે.
વાયરસથી દૂષિત વસ્તુઓ, જેમ કે પથારી અને કપડાંના સંપર્ક દ્વારા પણ ફેલાય છે.

કેવા હોય છે લક્ષણો?
તાવ, માથાનો દુઃખાવો, સોજા, પીઠ દર્દ, માંસપેશીઓમાં દુઃખાવો થાય છે
એકવાર તાવ ઉતરી જાય પછી આખા શરીરમાં ફોલ્લીઓ થાય છે. 
ચહેરા પર ફોલ્લીઓ થવાની શરુઆત થાય છે.
સામાન્ય રીતે હાથની હથેળીઓ અને પગના તળિયામાં ફોલ્લીઓ જોવા મળે છે. 
ફોલ્લીઓને કારણે ખંજવાળ પણ વધારે આવે છે.
ધીરે ધીરે ફોલ્લીઓ સુકાઇ જતા પોપડાની જેમ ખરી પડે છે અને ડાઘ પડે છએ. 
14થી 21 દિવસ સુધી આ ચેપ જોવા મળે છે. 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ