બ્રેકિંગ ન્યુઝ
VTV / Modi Government launched sandes messaging app alternative of whatsapp
Last Updated: 12:02 AM, 11 February 2021
ADVERTISEMENT
વોટ્સએપને ટક્કર આપવા માટે ભારત સરકારે સંદેશ મેસેજિંગ એપ લોન્ચ કરી છે. સંદેશ એપનું પરીક્ષણ ચાલી રહ્યું છે, ગત વર્ષ 2020માં કેન્દ્રીય મંત્રી રવિશંકરે આની જાહેરાત કરી હતી કે જલ્દીથી અમે વોટ્સએપની ટક્કરની એપ લાવીશું. જે હવે દેખાઇ પણ રહ્યું છે. સત્તાવાર વેબસાઇટ GIMS.gov.in પર જઇને આ એપ અંગે માહિતી લઇ શકાય છે.
હવે તમે GIMS.gov.in પર જશો તો સંદેશ એપ અંગે માહિતી મળશે, કેવી રીતે સાઇન ઇન થશે, પ્રાઇવસી પૉલિસી અને ઓટીપીથી સંબંધિત માહિતી મળી જશે. આ સરકારી ચેટિંગ એપને ગવર્નમેન્ટ ઇન્સ્ટેન્ટ મેસેજિંગ સિસ્ટમ કહેવામાં આવશે. સરકાર જલ્દીધી સામાન્ય નાગરિકોને આ એપ ઉપલબ્ધ કરાવશે.
ADVERTISEMENT
હજુ કેટલાક અધિકારી યૂઝ કરી શકે છે, ત્યારે રિપોર્ટ્સ અનુસાર સંદેશ એપ એન્ડ્રોય અને આઈફોન બન્ને પ્લેટફૉર્મ્સ માટે લાવવામાં આવશે. બીજી એપની જેમ હશે. પરંતુ ભારતમાં કરોડો લોકો વ્હોટ્સેપનો ઉપયોગ કરે છે. તેઓ કઇ રીતે આમાં આવશે તે જોવું દિલચસ્પ હશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.