બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

VTV / ભારત / modi government cut petrol diesel rate 15 rupees per liter for lakshadweep tutd

દેશ / કેન્દ્ર સરકારની મોટી ભેટ, ભારતમાં આ ઠેકાણે પેટ્રોલ-ડીઝલમાં 15 રુપિયાનો ઘટાડો

Dinesh

Last Updated: 03:11 PM, 16 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતના એન્ડ્રોટ અને કલ્પેની ટાપુઓ માટે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લિટર રૂ. 15.3 અને લક્ષદ્વીપ ટાપુના કાવારત્તી અને મિનિકોય માટે રૂ. 5.2 પ્રતિ લિટરનો ઘટાડો કરવામાં આવ્યો છે

કેન્દ્ર સરકારે પેટ્રોલ અને ડીઝલને લઈને બે ટાપુઓને વધુ એક મોટી ભેટ આપી છે. ભારતના એન્ડ્રોટ અને કલ્પેની ટાપુઓ માટે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લિટર રૂ. 15.3 અને લક્ષદ્વીપ ટાપુના કાવારત્તી અને મિનિકોય માટે રૂ. 5.2 પ્રતિ લિટરનો ઘટાડો કરવામાં આવ્યો છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં આ ઘટાડો આજથી લાગુ થશે.

પેટ્રોલિયમ અને નેચરલ ગેસ મંત્રાલયે સોશિયલ મીડિયા પર પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ભારે ઘટાડાની જાહેરાત કરી છે. મંત્રાલયે કહ્યું કે લક્ષદ્વીપમાં IOCL ચાર ટાપુઓ કાવારત્તી, મિનિકોય, એન્ડ્રોટ અને કાલપેનીને પેટ્રોલ અને ડીઝલ સપ્લાય કરે છે. IOCL પાસે કાવારત્તી અને મિનિકોયમાં ડેપો છે. કેરળના કોચીમાં IOCL ડેપોમાંથી આ ડેપોને સપ્લાય કરવામાં આવે છે. 

પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ભારે ઘટાડા બાદ ટાપુઓ પર પેટ્રોલનો ભાવ રૂ. 100.75/લીટર અને ડીઝલનો ભાવ રૂ. 95.71/લીટર થશે. તમને જણાવી દઈએ કે ગઈકાલે કેન્દ્ર સરકારે સમગ્ર દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લીટર 2 રૂપિયાનો ઘટાડો કર્યો હતો. ચૂંટણી પંચ દ્વારા લોકસભા ચૂંટણીની તારીખની જાહેરાત થાય તે પહેલા જ આ નિર્ણય લેવામાં આવ્યો છે. 

વાંચવા જેવું: પ્રસિદ્ધ સિંગર અનુરાધા પૌડવાલ બની 'મોદીનો પરિવાર'! કર્યા કેસરિયા, મળી શકે છે મોટી જવાબદારી

કેન્દ્રીય મંત્રી હરદીપ પુરીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ટ્વિટ કર્યું હતું. લક્ષદ્વીપમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં થયેલા ઘટાડા અંગે તેમણે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી એવા પહેલા નેતા છે જેમણે લક્ષદ્વીપની જનતાને પોતાનો પરિવાર માન્યો છે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ