બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / mix this thing in the water while taking a bath every morning, God Kuber will fill the treasury with wealth

જ્યોતિષ શાસ્ત્ર / સુખી થવું છે? તો રોજ સવારમાં ન્હાતી વખતે પાણીમાં મિલાવો આ ચીજ, કુબેર દેવ ધનથી ભરી દેશે તિજોરી

Megha

Last Updated: 09:18 AM, 3 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભગવાન કુબેર અને દેવી લક્ષ્મીની કૃપા મેળવવા માટે, વ્યક્તિએ નહાવાના પાણીમાં કેટલીક ખાસ વસ્તુઓ ભેળવી જોઈએ, જેથી તેની તિજોરી આખા વર્ષ દરમિયાન ભરેલી રહે.

હિંદુ ધર્મમાં વ્યક્તિના રોજિંદા કાર્યો અને મહત્વના કામ માટે ઘણા નિયમો અને ઉપાયો જણાવવામાં આવ્યા છે, જેને અપનાવવામાં આવે તો વ્યક્તિને સુખ અને સૌભાગ્ય મળે છે. સનાતન પરંપરામાં કોઈપણ કાર્ય કરવા માટે શરીર અને મનનું શુદ્ધ હોવું જરૂરી માનવામાં આવે છે અને આ માટે દરરોજ સ્નાન કરવાનો નિયમ બનાવવામાં આવ્યો છે

શું તમે જાણો છો કે સ્નાન કરવાને લઈને પણ કેટલાક નિયમો છે ! ક્યારે નહાવું  જોઈએ અને ક્યારે નહીં ? / Bathing rules: There are rules for bathing too,  know what should

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જો કોઈ વ્યક્તિ સ્નાન કરતી વખતે થોડી વસ્તુઓ પાણીમાં ભેળવી દે તો તેને ક્યારેય આર્થિક સમસ્યાનો સામનો કરવો પડતો નથી.  દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેના પર માતા લક્ષ્મીની સાથે ભગવાન કુબેરની કૃપા પ્રાપ્ત થાય. જેથી તેને ક્યારેય આર્થિક સમસ્યાનો સામનો ન કરવો પડે. ભગવાન કુબેર અને દેવી લક્ષ્મીની કૃપા મેળવવા માટે, વ્યક્તિએ નહાવાના પાણીમાં કેટલીક ખાસ વસ્તુઓ ભેળવી જોઈએ, જેથી તેની તિજોરી આખા વર્ષ દરમિયાન ભરેલી રહે. ચાલો જાણીએ નહાવાના પાણીમાં ઉમેરવામાં આવેલી આ ખાસ વસ્તુઓ વિશે.

મીઠું 
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જો કોઈ વ્યક્તિ અઠવાડિયામાં બે દિવસ મીઠાના પાણીથી સ્નાન કરે છે, તો તેનાથી નકારાત્મક ઉર્જા દૂર થઈ જાય છે. જો કોઈ વ્યક્તિ મંગળવાર અને શનિવારે મીઠાના પાણીથી સ્નાન કરે છે, તો દેવી લક્ષ્મીની સાથે ભગવાન કુબેરની કૃપા રહે છે. જો કોઈ વ્યક્તિ સતત 6 મહિના સુધી મીઠાના પાણીથી સ્નાન કરે છે તો તેને સકારાત્મક પરિણામ જોવા મળશે.

દૂધ
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જો કોઈ વ્યક્તિ સોમવારે નહાવાના પાણીમાં થોડું દૂધ નાખીને સ્નાન કરે છે તો તેને માનસિક શાંતિ મળે છે. તેમજ તેનું ઘર હંમેશા ધનથી ભરેલું રહેશે. આ સિવાય ભગવાન શિવની કૃપાથી તમામ રોગો પણ દૂર થઈ જાય છે.

શું તમે જાણો છો કે સ્નાન કરવાને લઈને પણ કેટલાક નિયમો છે ! ક્યારે નહાવું  જોઈએ અને ક્યારે નહીં ? / Bathing rules: There are rules for bathing too,  know what should

અત્તર
શુક્રવારના દિવસે જો કોઈ વ્યક્તિ નહાવાના પાણીમાં અત્તર ભેળવીને સ્નાન કરે છે તો ભગવાન કુબેરની કૃપાથી જીવનમાં પ્રગતિ શરૂ થાય છે. ઉપરાંત, વ્યક્તિની તિજોરી વર્ષો દરમિયાન ભરેલી રહે છે.

હળદર
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જો કોઈ વ્યક્તિ ગુરુવારે હળદરના પાણીથી સ્નાન કરે છે તો તેની કુંડળીમાં ગુરુ ગ્રહ બળવાન બને છે. જો કોઈ વ્યક્તિ આ ઉપાયને ત્રણ મહિના સુધી અનુસરે છે તો તેની સંપત્તિમાં વધારો થવા લાગે છે.

વધુ વાંચો : ઘરમાં આ રીતે મોરપીંછ રાખવાથી ખુલી જાય છે કિસ્મત, જાણૉ તેના નિયમ

મીઠું અને હળદર
જો કોઈ વ્યક્તિ શનિવારે નહાવાના પાણીમાં મીઠું અને હળદર મિક્સ કરીને સ્નાન કરે છે, તો શનિ મહારાજ તેનાથી ખૂબ જ પ્રસન્ન થાય છે. તેમજ ભગવાન કુબેર અને માતા લક્ષ્મીની કૃપા હંમેશા બની રહે છે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો 

સંકળાયેલા મુદ્દાઓ

Bathing Astro Rules Vastu Tips For Bathing jyotish shastra special rules for bathing જ્યોતિષ શાસ્ત્ર જ્યોતિષ શાસ્ત્ર ઉપાય નહાવાના પાણીમાં શું નાખવું jyotish shastra
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ