બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / ગુજરાત / સુરત / Mitul Trivedi Case: Fake Degree Scam in the Name of UK's Cambridge University

ઘટસ્ફોટ / મિતુલ ત્રિવેદી કેસમાં વધુ એક ખુલાસો: સામે આવ્યું UKની કેમ્બ્રિજ યુનિ.ના નામે બોગસ ડિગ્રી બનાવ્યાનું કૌભાંડ

Priyakant

Last Updated: 10:47 AM, 1 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Mitul Trivedi Case News: ચંદ્રયાન-3ની ડિઝાઇન બનાવવાની ડંફાશ મારતા મિતુલ ત્રિવેદીએ ડોક્ટર ઓફ ડિવિનીટી ઈન ક્વૉન્ટમ ફિઝીક્સનું બોગસ સર્ટી બનાવ્યું, પોલીસે મોબાઇલ FSLમાં મોકલ્યો

  • ચંદ્રયાન-3ની ડિઝાઇન બનાવવાનો દાવો કરવા મામલે વધુ એક ખુલાસો 
  • ખોટી ડંફાશ મારનાર મિતુલ ત્રિવેદી કેસમાં વધુ એક ખુલાસો 
  • મિતુલ ત્રીવેદીએ કેમ્બ્રિજ યુની.નું સર્ટિફિકેટ પણ બોગસ બનાવ્યાનું ખુલ્યું 
  • મિતુલ ત્રિવેદીએ UKની કેમ્બ્રિજ યુનિ.ની ડિગ્રી પણ બોગસ બનાવી હતી
  • મિતુલે ઈસરોના બે એપોઇમેન્ટ લેટર બોગસ બનાવ્યા હતા

મિતુલ ત્રિવેદી કેસ : કથિત ઈસરો વૈજ્ઞાનિક મિતુલ ત્રિવેદીની ધરપકડ બાદ એક બાદ એક નવા ખુલાસા થઈ રહ્યા છે. વાત જાણે એમ છે કે, અગાઉ સુરત ક્રાઈમબ્રાંચે મિતુલ ત્રિવેદીની ધરપકડ કરી હતી. નોંધનીય છે કે, ચંદ્રયાન-3ની ડિઝાઈન પોતે બનાવી હોવાનો મિતુલ ત્રિવેદીએ દાવો કર્યો હતો. આ તરફ હવે મિતુલ ત્રિવેદીએ કેમ્બ્રિજ યુનિ.નું સર્ટિફિકેટ પણ બોગસ બનાવ્યાનો ખુલાસો થયો છે. 

ચંદ્રયાન-3ની સફળતા બાદ સુરતના મિતુલ ત્રિવેદીએ ચંદ્રયાન-3ની ડિઝાઈન પોતે બનાવી હોવાનો દાવો કર્યો હતો. મિતુલ ત્રિવેદીના દાવા બાદ સુરતમાં તેની સામે ફરિયાદ નોંધાઈ હતી. ફરિયાદ બાદ સુરત પોલીસે બેંગલુરુ સ્થિત ઈસરોને મિતુલના ડોક્યુમેન્ટ્સ મોકલ્યા હતા. ઈસરોએ મિતુલના ડોક્યુમેન્ટ્સ ખોટા હોવાની પણ પુષ્ટિ કરી છે. આ મામલે મિતુલ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો. જોકે આ કેસમાં એક બાદ એક ખુલાસા થઈ રહ્યા છે. 

UKની કેમ્બ્રિજ યુનિ.ના નામે બોગસ ડિગ્રી
ચંદ્રયાન-3ની ડિઝાઇન બનાવવાની ડંફાશ મારતા મિતુલ ત્રિવેદીએ કેમ્બ્રિજ યુનિ.નું સર્ટિફિકેટ પણ બોગસ બનાવ્યાનો ખુલાસો થયો છે. વિગતો મુજબ તપાસમાં સામે આવ્યું છે કે, મિતુલ ત્રિવેદીએ UKની કેમ્બ્રિજ યુનિ.ના નામે બોગસ ડિગ્રી બનાવી હતી. આ સાથે મિતુલે ઈસરોના 2 બોગસ એપોઇન્મેન્ટ લેટર બનાવ્યા હતા. 

મિતુલ ત્રિવેદીનો ફોન FSLમાં મોકલાયો
પોતાને ઈસરો વૈજ્ઞાનિક તરીકે ઓળખાવતા મિતુલ ત્રિવેદીએ ઈસરોના 2 બોગસ એપોઇન્મેન્ટ લેટર બનાવ્યા હતા. આ સાથે ડૉક્ટર ઓફ ડિવિનીટી ઈન ક્વૉન્ટમ ફિઝીક્સનું બોગસ સર્ટી બનાવ્યું હતું. આ તરફ હવે મોબાઇલમાં નકલી ડિગ્રી બનાવવાનું ખુલતાં તેનો ફોન FSLમાં મોકલાયો છે. મિતુલે પોતે વૈજ્ઞાનિક બની નર્મદ યુનિ.માં 2021માં સેમીનાર કર્યો હતો. આ તરફ હવે મિતુલે જ્યાં-જ્યાં સેમિનાર કર્યા  તે શાળા-કોલેજોને પોલીસે નોટિસ પાઠવી છે.

મિતુલ ત્રિવેદીએ કર્યા હતા દાવા
વાસ્તવમાં સુરતના મિતુલ ત્રિવેદી નામના વ્યક્તિએ એવો દાવો કર્યો કે જેના કારણે હોબાળો મચી ગયો હતો. વાસ્તવમાં આ વ્યક્તિએ દાવો કર્યો હતો કે તેઓ ઇસરોના વૈજ્ઞાનિક છે અને તેમના કારણે જ ભારતનું મૂન મિશન સફળ રહ્યું છે. એટલું જ નહીં તેમણે ચંદ્રયાનના લેન્ડરને ડિઝાઈન કરવાનો પણ દાવો કર્યો હતો. જે બાદ પોલીસે કહ્યું હતું કે, 'પ્રથમ દ્રષ્ટિએ આ દાવાઓ ખોટા છે.'

નાસામાં પણ કામ કર્યું હોવાનો દાવો
તેઓએ જણાવ્યું હતું કે, પીએચડી કરવાનો દાવો કરનારા ત્રિવેદીએ ગુરુવારે અનેક મીડિયા આઉટલેટ્સ અને ન્યૂઝ ચેનલોને જણાવ્યું હતું કે તેમણે ચંદ્રયાન-3ના લેન્ડરને ડિઝાઇન કર્યું છે. તેઓ ચંદ્રયાન-2નો ભાગ હોવાથી ઇસરોએ તેમને ચંદ્રયાન-3 મિશન પર પણ કામ કરવા માટે આમંત્રણ આપ્યું હતું. ત્રિવેદીએ દાવો કર્યો હતો કે તેમણે લેન્ડરની મૂળ ડિઝાઇનમાં ઘણા ફેરફાર કર્યા છે. જેના કારણે તે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સફળતાપૂર્વક ઉતરાણ કરવામાં સફળ રહ્યું હતું. તેમણે ઇસરોની બેંગલુરુ ઓફિસમાં ચંદ્રયાન-3ની ડિઝાઇન પર અને નાસામાં કામ કર્યું હોવાનો પણ દાવો કર્યો હતો.  તો બીજી તરફ ઈસરો દ્વારા એવો ખુલાસો કરવામાં આવ્યો છે કે આવો કોઈ વ્યક્તિ તેમની સાથે નથી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ