બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Health / miscellaneous diwali 2019 healthy gift ideas for your friends and relatives

ગિફ્ટ્સ / દિવાળીમાં તમારા ફેમિલિ અને ફ્રેન્ડ્સને આપો હેલ્ધી ગિફ્ટ્સ

Published By: Mehul

Last Updated: 10:14 AM, 23 October 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દિવાળીનું નામ પડતાં જ સૌથી પહેલી યાદ ગિફ્ટ્સની આવે છે. જો વાત હોય હેલ્ધી ગિફ્ટ્સની તો વાત જ કંઇક અલગ છે. એવા કેટલાક હેલ્ધી વિકલ્પો છે જે તમે તમારા ફેમિલિ અને ફ્રેન્ડ્સને મીઠાઇના બદલામાં હેલ્ધી વસ્તુ તરીકે આપી શકો છો. મીઠાઇ ખાવાથી બિમાર પડવાની શક્યતાઓ રહે છે, જ્યારે આ ગિફ્ટ્સ એવી હોય છે જે હેલ્થ સુધારવાનું કામ કરે છે.

  • દિવાળી પર મીઠાઇ ખાવાથી બિમાર પડવાની શક્યતાઓ 
  • દિવાળી પર કેટલીક ગિફ્ટ્સ એવી હોય છે જે હેલ્થ સુધારવાનું કામ કરે છે
  • પોષકતત્વોથી ભરપુર ખજુરના લાડુ ગિફ્ટમાં આપવા માટે હેલ્ધી ઓપ્શન
     

સુકો મેવો

આ ગિફ્ટ એક એવો વિકલ્પ છે જે આપવામાં આવે તો તેને માત્ર બાળકો નહીં, મોટા લોકો પણ દિલથી ખાય છે. તમે ઇચ્છો તો પેકેટમાં બદામ, કાજુ, અખરોટ અને કિશમિશને સામેલ કરી શકો છો. અથવા અન્ય હેલ્ધી વસ્તુઓ જેમ કે અંજીર, ખજુર, પિસ્તામાંથી તૈયાર મલ્ટી મેવા પેકનો પણ ઉપયોગ કરી શકો છો. 

અત્યારે રોસ્ટેલ સુકો મેવો વધુ પસંદ કરવામાં આવે છે. તેમા ખાસ કરીને કાજુ, બદામ અને પિસ્તાનો સમાવેશ થાય છે. તે ઘીમાં તળી કે શેકીને મીઠુ અને ચાટ મસાલા સાથે ખુબ જ ફેમસ છે. માર્કેટમાં માત્ર સુકા મેવામાંથી બનેલી મીઠાઇઓ જેમ કે કાજુ રોલ્સ, બદામ બર્ફી, પિસ્તા રોલ્સ પણ ઉપહારમાં આપી શકાય છે. આ એક હેલ્ધી ઓપ્શન છે. 

નારિયેલ રોલ્સ

સસ્તો અને ટકાઉ ગિફ્ટ ઓપ્શન જો હોય તો તે છે નારિયેલ રોલ્સનો. આ નારિયેલ રોલ્સ તમે માર્કેટમાંથી લાવવાના બદલે જાતે બનાવી શકો છો. તેને ઘરે ગિફ્ટ પેક પણ કરી શકો છો. આ નારિયેળ રોલ્સ હેલ્ધી હોવાની સાથે સરળતાથી પચે તેવા પણ હોય છે. તેને વૃધ્ધો પણ સરળતાથી ખાઇ શકે છે. ઠંડીની સીઝનમાં આ એક સારો વિકલ્પ છે. 

ખજુર લાડુ

દિવાળી આવે એટલે ઠંડીની શરુઆત થઇ જતી હોય છે. મીઠાઇઓ ખાઇ ખાઇને કફ પ્રકૃતિવાળી વ્યક્તિને કફનો પ્રોબ્લેમ થઇ શકે છે, બાળકો, મોટી ઉંમરના લોકો કે ડાયાબીટીસ ધરાવતા લોકો વધુ પ્રમાણમાં મીઠાઇ ખાઇ શકતા નથી. તેના બદલે ખજુર હેલ્ધી છે. તે શરીરમાં આયરન વધારે છે. વળી ઠંડી સામે પણ રક્ષણ આપે છે. પોષકતત્વોથી ભરપુર ખજુરના લાડુ ગિફ્ટમાં આપવા માટે હેલ્ધી ઓપ્શન છે. તેતમે ઘરે બનાવી શકો અને તેમાં ડ્રાયફ્રુટ નાંખશો તો તેની મજા ઓર વધી જશે. 
 

સંકળાયેલા મુદ્દાઓ

DIwali 2019 Diwali Gift diwali shopping lifestyle news ગુજરાતી ન્યૂઝ Diwali 2019

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ