બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / Meteorologist Ambalal Patel predicted the rain

સિસ્ટમ સક્રિય / ડીપ ડીપ્રેશન બનશે મજબૂત, આ તારીખોમાં ગુજરાતમાં પડશે ચિક્કાર વરસાદ, અંબાલાલની મહાભારે આગાહી

Dinesh

Last Updated: 07:38 PM, 30 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અંબાલાલ પટેલે કહ્યું કે, 1 ઓગસ્ટથી ડીપ ડીપ્રેશન ઓરિસ્સા કિનારે મજબૂત થશે અને પૂર્વ ભારત વિસ્તારમાં આ સિસ્ટમથી વરસાદની શક્યતા છે

  • હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી આગાહી
  • ઓગસ્ટના પ્રથમ સપ્તાહમાં વરસાદની થશે શરૂઆત
  • ઉત્તર અને મધ્ય ગુજરાતના ભાગોમાં વરસાદની સંભાવના

રાજ્યમાં વરસાદને લઈ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ફરી એકવાર આગાહી કરી છે. તેમણે કહ્યું કે, રાજ્યમાં ઓગસ્ટના પ્રથમ સપ્તાહમાં વરસાદની શરૂઆત થશે અને 3 ઓગસ્ટથી 9 ઓગસ્ટ સુધી અતિ ભારે વરસાદ વરસી શકે છે.

મધ્યપ્રદેશમાં પણ ભારે વરસાદને લઈ આગાહી
અંબાલાલ પટેલે સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે તેમજ આહવા, ડાંગ, વલસાડ સહિત દક્ષિણ ગુજરાતમાં વરસાદની શક્યતા વ્યક્ત કરી છે તેમજ ઉત્તર અને મધ્ય ગુજરાતના ભાગોમાં વરસાદની સંભાવના છે. 1 ઓગસ્ટથી ડીપ ડીપ્રેશન ઓરિસ્સા કિનારે મજબૂત થશે અને પૂર્વ ભારત વિસ્તારમાં આ સિસ્ટમથી વરસાદની શક્યતા છે. વધુમાં કહ્યું કે, આગામી દિવસોમાં મહારાષ્ટ્રમાં ભારે વરસાદની સંભાવના છે તેમજ મધ્યપ્રદેશમાં પણ ભારે વરસાદને લઈ આગાહી કરી છે.

આગામી 48 કલાક વરસાદની આગાહી
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું કે, વરસાદનો ચોથો રાઉન્ડ શરૂ થઈ ગયો છે અને આજે ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદ થશે તેમજ દક્ષિણ અને સૌરાષ્ટ્રમાં પણ વરસાદ વરસી શકે છે. તેમણે કહ્યું કે, દક્ષિણ ગોળાર્ધમાંથી આવતા પવનો જે પશ્ચિમ ભાગોને અસર કરશે જેને લઈ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં આગામી 48 કલાક વરસાદ વરસી શકે છે.

કચ્છ અને ઉત્તર ગુજરાતમાં પણ વરસાદ થઈ શકે છે
અંબાલાલે કહ્યું કે, આગામી 48 કલાક ઉત્તર અને મધ્ય ભાગોમાં વરસાદ વરસી શકે છે. કચ્છ અને ઉત્તર ગુજરાતમાં પણ વરસાદ થઈ શકે છે. વધુમાં કહ્યું કે, 3 ઓગસ્ટથી વરસાદનું જોર વધશે અને બંગાળના ઉપ સાગરમાં સિષ્ટમ સક્રિય થશે. અંબાલાલે કહ્યું કે, બિપોરજોય વાવાઝોડા આવ્યા પછી વરસાદી પર્ટનમાં ફેરફાર થયો છે. જેમાં લો પ્રેશર વધુ બની રહ્યાં છે. 
 

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat Rain Update Rain forecast weather upadate ambalal patel અંબાલાલ પટેલની આાગાહી વરસાદની આગાહી ambalal patel rain forecast
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ