Meteorological Department predicts late arrival of monsoon in India
આગાહી /
વરસાદ માટે જોવી પડશે રાહ, ગુજરાતમાં ફૂંકાશે વંટોળ: જાણો હવામાન વિભાગે શું કરી આગાહી
Team VTV11:40 AM, 25 May 22
| Updated: 11:42 AM, 25 May 22
27મેના રોજ ચોમાસુ પહોંચી શકે છે કેરળ, પરંતુ હવે ચોમાસુ ગાયબ થઇ રહ્યું હોવાના સંકેતો મળતા હવામાન વિભાગે કરી મહત્વની આગાહી
ભારતમાં ચોમાસાને લઇને જોવી પડી શકે છે રાહ
બંગાળની ખાડીથી દક્ષિણ પશ્ચિમ સુધી પહોંચવામાં લાગી શકે છે સમય
ગુજરાતના ઉત્તરીય ભાગોમાં ફૂંકાઇ શકે છે ભારે પવન
કાળઝાળ ગરમીને કારણે હવે લોકો વિચારી રહ્યા છે કે વરસાદ આવે તો સારુ. લોકો વરસાદની કાગડોળે રાહ જોઇ રહ્યા છે. હવામાન વિભાગે અનુમાન લગાવ્યુ છે કે આ વખતે સમય કરતા વહેલુ ચોમાસુ બેસશે. પરંતુ હવે કહેવામાં આવી રહ્યું છે કે ચોમાસુ ભારત આવે તે પહેલા જ ગાયબ થઇ રહ્યું છે.. આઇએમડીનું અનુમાન છે કે મોન્સૂન 27 મેએ કેરળ પહોંચી શકે છે. એક ખાનગી સમાચાર પત્રના ઇન્ટરવ્યૂમાં વેધર સર્વિસિઝના અધ્યક્ષ જે.પી શર્માએ જણાવ્યુ કે કેરળમાં આ વર્ષે અંદાજિત તારીખની આસપાસ ચોમાસાની શરુઆત થઇ શકે છે. ત્યારબાદ તેની ગતિ ધીમી પડી શકે છે.બંગાળની ખાડીથી દક્ષિણ પશ્ચિમ સુધી પહોંચવામાં સમય લાગી શકે છે.
ભારતમાં ચોમાસાની ગતિ પડશે ધીમી ?
સામાન્ય રીતે કેરળ અને દક્ષિણ પશ્ચિમ બંગાળની ખાડી પર ચોમાસાની એક સાથે થાય છે. પરંતુ વેધર સર્વિસિઝના અધ્યક્ષ જે.પી શર્માના જણાવ્યાનુસાર છેલ્લા અઠવાડિયે દક્ષિણ દ્રીપકલ્પીય ભારતના કેટલાક ભાગોમાં વરસાદ થયો હતો,. પરંતુ આ ઝડપ બહુ લાંબો સમય ટકી શકતી નથી. તીવ્ર ઉછાળા પછી ચોમાસુ ધીમુ પડવાનું છે. તેમણે કહ્યું કે "અમે હજી પણ અનુમાન એવુ કરીએ છીએ કે કેરળમાં ચોમાસાની શરૂઆતની અંદાજિત તારીખની આસપાસ થાય " પરંતુ કેરળ પછી જેમ જેમ ચોમાસું આગળ વધશે તેમ તેની ગતિ ધીમી પડશે.
આગામી 3 દિવસ ફૂંકાશે ભારે પવન
તે જ સમયે, હવામાન વિભાગના જણાવ્યા અનુસાર બિહાર, ઝારખંડ, ઓડિશા અને બંગાળમાં આગામી 3 દિવસ દરમિયાન ભારે પવન ફૂંકાવાની સંભાવના છે. આ સાથે કેટલાક વિસ્તારોમાં વરસાદ પણ ચાલુ રહેશે. દરમિયાન, સારા સમાચાર એ છે કે હવે ઉત્તર-પૂર્વમાં વરસાદ થોડો નબળો પડ્યો છે. પરંતુ બંગાળ અને સિક્કિમમાં આગામી 5 દિવસ દરમિયાન કેટલીક જગ્યાએ ભારે વરસાદ પડી શકે છે.
ગુજરાતમાં ફૂંકાશે ભારે પવન
સ્કાયમેટ વેધર અનુસાર, ઉત્તર-પૂર્વ અરબી સમુદ્ર, ગુજરાતના ઉત્તરીય ભાગો, દક્ષિણ પશ્ચિમ અને બંગાળની ખાડી પર ભારે પવનની શક્યતા છે. આ વિસ્તારોમાં પવનની ઝડપ 40 થી 50 કિમી પ્રતિ કલાકની વચ્ચે રહી શકે છે. બીજી તરફ, કેરળ, દક્ષિણ આંતરિક કર્ણાટક અને આંદામાન અને નિકોબાર ટાપુઓ સાથે લક્ષદ્વીપમાં હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે.