બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ગરમીનો 'માર' સહન કરવા તૈયાર રહેજો! હવામાન વિભાગનું આ જિલ્લાઓ માટે યેલો એલર્ટ જાહેર
Last Updated: 05:38 PM, 8 March 2025
ગરમીએ ફરી એકવાર તેજ રફ્તાર પકડી છે ત્યારે હવામાન વિભાગે ગરમીને લઈને યલ્લો એલર્ટ જાહેર કર્યું છે. આગામી બે દિવસ કચ્છ અને રાજકોટમાં હિટવેવની ચેતવણી આપવામાં આવી છે. બે દિવસ પછી કચ્છ,બનાસકાંઠા,રાજકોટ,અમરેલી,ભાવનગરમાં યલ્લો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
ADVERTISEMENT

ગરમીને લઈને યલ્લો એલર્ટ
ADVERTISEMENT
ગરમીને લઈ હવામાન વિભાગે આગાહી કરી છે. આગામી બે દિવસ કચ્છ અને રાજકોટમાં હિટવેવની ચેતવણી આપવામાં આવી છે. બે દિવસ પછી 12 માર્ચ સુધીમાં ગરમીમાં 3થી 5 ડિગ્રી જેટલો વધારો થશે. દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજયુક્ત હવામાન રહેવાની પણ શક્યતા છે. સાથો સાથ હવામાન વિભાગે ઉષ્ણ લહેરની ચેતવણી આપી છે.
ગરમીથી બચવા એટલું અવશ્ય કરો
ADVERTISEMENT
તરસ ન લાગે તો પણ જ્યારે પણ શક્ય હોય ત્યારે પૂરતું પાણી પીવા જોઈએ. આ સાથે, નાગરિકોને ઓરલ રીહાઇડ્રેશન સોલ્યુશન (ઓઆરએસ)નો ઉપયોગ કરવું અને લીંબુ શરબત, છાશ / લસ્સી, ફળોના રસ સાથે મિશ્રિત થોડું મીઠું જેવા ઘરે બનાવેલા પીણાં પીવા જોઈએ. પાતળા, ઢીલા, સુતરાઉ કપડાં, આછા રંગના કપડાં પહેરવાની અને સીધા સૂર્યપ્રકાશના સંપર્કમાં આવે ત્યારે છત્રીઓ, ટોપીઓ ટુવાલ અને અન્ય પરંપરાગત માથાના આવરણનો ઉપયોગ કરવું. હવામાનના સમાચારો માટે ટીવી જોતા રહેવું.
આ રીતે કરો 'હીટવેવ'થી પોતાનો બચાવ
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.