બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અન્ય જિલ્લા / વડોદરાના સમાચાર / meteorological department, forecast rains, gujarat state, Ahmedabad, next five days
Mahadev Dave
Last Updated: 08:10 PM, 11 June 2022
ADVERTISEMENT
ચોમાસાના આગમનને લઈને સૌરાષ્ટ્ર સહિત રાજ્યના કેટલાક વિસ્તારોમાં ધરતીના ધણી મેહુલીએ વ્હાલ વરસાવવાનું શરૂ કર્યું છે. ભીમ અગિયારસનું સુકન સાચવ્યા બાદ સતત બીજા દિવસે અનેક વિસ્તારોમાં વરસાદ પડયો હતો. તેવામાં રાજ્યમાં ફરી એક વખત વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી મુજબ આગામી 5 દિવસ વરસાદી માહોલ રહેશે અને અમદાવાદ, સુરત સહિતના વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે.
ADVERTISEMENT
રાજયમાં આજથી 5 દિવસ વરસાદની આગાહી
દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં એકાએક વાતાવરણમાં પલટો આવ્યા બાદ વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદને પગલે અમુક વિસ્તારોમાં નદી-નાળાઓમાં પૂર પણ આવ્યા હતા. મેઘાએ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રનો વારો લીધા બાદ હવે આવતીકાલે એટલે કે રવિવારે પણ રાજ્યમાં કેટલાંક વિસ્તારોમાં વરસાદ ત્રાટકે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. જેમાં અમદાવાદ, સુરત, ખેડા, નવસારી, તાપી, ડાંગ, વલસાડ, ભાવનગર, અમરેલી સહિતના પંથકમાં વરસાદ પડી શકે છે. આવતીકાલે રવિવારે પણ રાજ્યમાં વરસાદી મહોલ રહેવાની શક્યતા છે. રવિવાર, સોમવાર સહિત આગામી પાંચ દિવસ અમદાવાદ સહિત રાજ્યમાં સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદ પડી શકે છે. આજે શનિવારે વડોદરા, ભરૂચ, સુરત, ડાંગ, વલસાડ, તાપી, ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથ, જૂનાગઢમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગની આગાહીને લઈને અનેક વિસ્તારોમાં પડયો વરસાદ
હવામાન વિભાગની આગાહી મુજબ આજે ગીરસોમનાથના વેરાવળ, કોડીનાર, સૂત્રાપાડામાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. આ સાથે વેરાવળ શહેર સહિત સીમ વિસ્તારમાં વરસાદી ઝાપટુ પડ્યું હતું. બીજી તરફ સુરતમાં વહેલી સવારથી જ વાદળો જોવા મળ્યા હતા. જેને કારણે હવામાં ભેજ અને બફારાનું પ્રમાણ વધ્યું. તો ડાંગના સાપુતારાની તળેટીના વરસાદ વરસ્યો હતો. આ સાથે નવસારી શહેરના વાતાવરણમાં પલટો આવતા મંકોડિયા, દુધિયા તળાવ,સ્ટેશન રોડ વિસ્તારમાં વરસાદી છાંટા પડ્યા હતા. વલસાડ શહેરમાં વહેલી સવારે વીજળીની ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો. અસહ્ય ઉકળાટ બાદ વરસાદ આવતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.