બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / ગુજરાત / Meteorological department changed the forecast for 6 days, Gujarat Congress in-charge General Secretary Nimaya

2 મિનિટ 12 ખબર / 6 દિવસ માટે હવામાન વિભાગે આગાહી ફેરવી, ગુજરાત કોંગ્રેસના પ્રભારી મહાસચિવ નીમાયા, બા-બેન ઝઘડામાં મોટી અપડેટ

Vishal Khamar

Last Updated: 07:39 AM, 18 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

samachar supar fast news: જામનગરમાં જનપ્રતિનિધિઓ વચ્ચે થયેલી તું...તુંં...મૈ...મૈ...આખો દિવસ ચર્ચાનાં ચગડોળે ચડી હતી. તો હવામાન વિભાગ દ્વારા 7 દિવસ રાજ્યમાં છૂટો છવાયો વરસાદની આગાહી કરી છે. મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં ચાલું વર્ષના અંતે વિધાનસભાની ચૂંટણીને લઈ વડાપ્રધાનની અધ્યક્ષતામાં ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક મળી હતી.

ગુજરાતમાં વરસાદની આગાહીઃ દક્ષિણ પશ્ચિમ ચોમાસું છેલ્લા 10 દિવસથી ધીમે-ધીમે પસાર થઈ રહ્યું છે. ગુજરાત સહિત દેશભરમાં ગત 4 ઓગસ્ટ બાદથી વરસાદનું પ્રમાણ સામાન્યથી સતત ઘટી રહ્યું છે. ઓગસ્ટ મહિનામાં અત્યાર સુધીમાં 35 ટકા જેટલા વરસાદની ખોટ પડી છે. આ દરમિયાન ગુજરાતમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ગુજરાતમાં આગામી 7 દિવસ છૂટાછવાયા વરસાદની સંભાવના છે.

રાજ્યભરમાંથી વરસાદે વિદાય લીધી છે. હવે વરસાદના ચોથા રાઉન્ડને લઈને વિવિધ પ્રકારની આગાહીઓ થઈ રહી છે. આ વચ્ચે ગુજરાતમાં વરસાદને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે. તેઓએ કહ્યું કે ઓગસ્ટ મહિનામાં મઘા નક્ષત્રમાં પરિવર્તન થશે, નક્ષત્રમાં પરિવર્તન થવાને કારણે વાતાવરણમાં પલટો આવશે. 

જામનગરમાં ધારાસભ્ય રિવાબા જાડેજા અને મેયર બીનાબને કોઠારી વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હોવાનું સામે આવ્યું છે. શહેરમાં 'મારી માટી, મારો દેશ કાર્યક્રમ'માં ધારાસભ્ય રિવાબા જાડેજા અને મેયર બીનાબેન કોઠારી વચ્ચે જાહેરમાં તુતુ-મેમે થતાં SP, શહેર પ્રમુખ, કમિશનર મામલો થાળે પાડવા વચ્ચે પડ્યા હતા. જોકે, કઈ બાબતે ધારાસભ્ય અને મેયર વચ્ચે બોલાચાલી થઈ તે હજુ સુધી સામે આવ્યું નથી.  

જામનગરમાં રિવાબા અને પૂનમ માડમ તેમજ મેયર વચ્ચેની તીખી બોલાચાલીની ઘટનાની પ્રદેશ અધ્યક્ષે નોંધ લીધી. સુરતમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલની પ્રેસકોન્ફરન્સ યોજાઇ. જેમાં રિવાબા અને પૂનમ માડમની રકઝક વિશે તેમને પુછાતાં તેમણે જણાવ્યું કે સમગ્ર મામલે તેઓ માહિતી મેળવી રહ્યા છે. જે બાદ આ અંગે પ્રદેશ સંગઠન સાથે વિમર્શ કરવામાં આવશે. મહત્વનું છેકે ચપ્પલ ઉતારવા જેવી બાબતે સાંસદ પૂનમ માડમના નિવેદન બાદ રિવાબા જાડેજા સાંસદ પૂનમ માડમ અને મેયર બીનાબેન પર ગુસ્સે થયા હતા. જેનો વીડિયો વાયરલ થતાં સમગ્ર પ્રદેશના રાજકારણમાં આ અંગે ચર્ચા શરૂ થઇ હતી.  

આગમી 2024 ની ચૂંટણીને લઈને કોંગ્રેસ દ્વારા તૈયારીઓ શરૂ કરી દીધી છે. ત્યારે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ તરીકે શક્તિસિંહ ગોહિલની નિમણૂંક કરવામાં આવી છે.  કોંગ્રેસ દ્વારા ગુજરાતનાં કોંગ્રેસનાં પ્રભારી તરીકે મુકુલ વાસનિકને કમાન સોંપવામાં આવી છે. લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ દ્વારા મુકુલ વાસનિકને મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે. લોકસભાની ચૂંટણીને લઈ રાજ્યસભાનાં સાંસદ મુકુલ વાસનિકને ગુજરાતના પ્રભારી મહાસચિવ નિયુક્ત કરાઈ મોટી જવાબદારી સોંપવામાં આવી છે.

 પોલીસ વિભાગમાં ફરજ બજાવતા પોલીસ અધિકારી/ કર્મચારીઓ દ્વારા સોશિયલ મીડિયાનાં ઉપયોગ બાબતની આચારસંહિતાનો ચુસ્તપણે અમલ કરવાનું જણાવેલ છે. તેમ છતાં સોશિયલ મીડિયાનાં ઉપયોગની આચારસંહિતાનો ચુસ્તપણે અમલ થતો નથી. ખાસ કરીને પોલીસ અધિકારી/કર્મચારીઓ દ્વારા ફરજ પર તથા ફરજ સિવાયનાં સમયે પોલીસ યુનિફોર્મમાં સોશિયલ મીડિયાની રીલ્સ/ વીડિયો બનાવી તેને અલગ- અલગ સોશિયલ મીડિયાની એપ્લિકેશન ઉપર પોસ્ટ કરી પોલીસની છબીને કલંકિત કરતા હોવાનું ધ્યાને આવેલ છે. જેથી આ સૂચનાનો ચુસ્તપણે પાલન થાય તે અતિ આવશ્યક છે. 

સાયબર ક્રાઈમનાં ગુનાઓમાં દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે. ગુજરાતમાં ચાઈનીઝ નાગરિક દ્વારા આર્થિક કૌભાંડ સામે આવ્યું છે. જેમાં ફૂટબોલ એપ્લિકેશનનાં માધ્યમથી ચાઈનીઝ નાગરિકે રૂ. 1400 કરોડ ખંખેર્યા છે. ચાઈનીઝ નાગરિક યુ યુઆન્બે રૂ. 1400 કરોડ લઈ રફુચક્કર થઈ ગયો હતો. ઉત્તર ગુજરાતમાં પાટણ અને બનાસકાંઠામાં બેટિંગ એપ કામ કરતી હતી. વુ યુઆન્બે એપનાં માધ્યમથી 15 થી 75 વર્ષનાં લોકોને ટાર્ગેટ કરતો હતો.  એપનાં માધ્યમથી ડેટાની ચોરી કરીને 1400 કરોડની છેતરપિંડી કરી હતી. 1200 લોકો આ બેટિંગ એપનો ઉપયોગ કરતા હતા. 2022 થી બેટિંગ એપથી આર્થિક સટ્ટાનું નેટવર્ક ચાલતું હતું. સાયબર ક્રાઈમે ચાઈનીઝ ફૂટબોલ ગેમ્સથી સાવચેત રહેવાની પોલીસે લોકોને અપીલ કરી છે.

તથ્ય પટેલનાં પિતા પ્રજ્ઞેશ પટેલની જામીન અરજી મુદ્દે સુનાવણી પૂર્ણ થઈ છે. બંને પક્ષોની દલીલો બાદ ગ્રામ્ય કોર્ટે ચુકાદો અનામત રાખ્યો હતો. મોઢામાં કેન્સરનાં બહાનાં હેઠળ તથ્યનાં પિતાએ જામીન માંગ્યા હતા. જે બાબતે કોર્ટેમાં સારવારનાં દસ્તાવેજ અને કેન્સરનાં ભાગનો સ્કેચ કોર્ટ સમક્ષ મુકાયો હતો. પ્રજ્ઞેશ પટેલની જામીન અરજી સામે સરકારી વકીલ દ્વારા દલીલ કરાઈ હતી. જેમાં 4 નવેમ્બર 2019 બાદ કોઈ સારવાર લીધી નથી. તેમજ જેલમાં પણ સારવાર ઉપલબ્ધ છે. અમદાવાદ ગ્રામ્ય કોર્ટ 19 ઓગસ્ટનાં રોજ ચુકાદો સંભળાવશે.

મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં ચાલું વર્ષના અંતે વિધાનસભાની ચૂંટણીઓ થવાની છે ચૂંટણીઓને હજુ ચાર મહિના જેટલો સમય છે ત્યારે હવે ભાજપે એક મોટી પહેલ કરી દીધી છે.  પીએમ મોદીની અધ્યક્ષતામાં ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક મળી જેમાં બન્ને રાજ્યોના ઉમેદવારોને લઈને ચર્ચા કરાઈ હતી જે પછી ભાજપ દ્વારા આ બન્ને રાજ્યોમાં 60 ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરવામાં આવી છે. 

દેશમાં ભલે સામાન્ય માણસનો પગાર વધી રહ્યો છે પરંતુ મોંઘવારી પણ એટલી જ વધી રહી છે. તેના કારણે જ આજે સામાન્ય માણસ કોઈ સેવિંગ કરી શકતો નથી. આવી સ્થિતિમાં દરેક વ્યક્તિ એવા શહેરમાં રહેવાનું પસંદ કરે છે જ્યાં તેની આવક ખર્ચા કરતાં વધુ દેખાઈ. એવામાં દેશના ટોચના આઠ શહેરોમાં ગુજરાતનું અમદાવાદ સૌથી વધુ પોસાય તેવું એટલે કે અફોર્ડેબલ શહેર છે. 

હિન્દુ ધર્મમાં સૌથી પવિત્ર ગણાતા શ્રાવણ માસનો પ્રારંભ થયો છે અને હવે જન્માષ્ટમી ઉપરાંત આગામી સમયમાં દિવાળી સહિતના તહેવારો આંગણે ટકોરો મારશે. ત્યારે મોટાભાગે તહેવારોના સમયગાળા દરમિયાન સોના અને ચાંદીની માંગમાં વધારો થતા સોના ચાંદીના ભાવ પણ વધતા હોય છે. પરંતુ ચાલુ વર્ષે વિપરીત પરિસ્થિતિ જોવા મળી રહી છે અને હાલની સ્થિતિએ સોના-ચાંદીના ભાવમાં તોફાની તેજી બાદ ઘટાડો નોંધાયો છે.

એશિયા કપ 2023 વનડે હાઈબ્રિડ મોડલ પર રમાશે. 30 ઓગસ્ટથી આ ટૂર્નામેન્ટની શરૂઆત થશે. ભારત અને પાકિસ્તાનની મેચ 2 સપ્ટેમ્બરે છે. એવામાં ક્રિકેટના ફેંસ માટે એક મોટી ખુશખબરી છે. પીસીબીએ ટિકિટોનું વેચાણ શરૂ કરી દીધું છે. બુધવારે મોડી રાત્રે પીસીબીએ આ જાહેરાત કરી છે. એશિયા કપની મેચની ટિકિટ  pcb.bookme.pk પર ઉલલબ્ધ રહેશે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ