બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / ગુજરાત / Mehulio will come! Ambalal and Meteorological department predicted rain for the farmers as they waited with bated breath, Swami's mother was overwhelmed at Khodiyar.

2 મિનિટ 12 ખબર / મેહુલિયો આવશે.! કાગડોળે રાહ જોતાં ખેડૂતો માટે અંબાલાલ અને હવામાન વિભાગે કરી વરસાદની આગાહી, સ્વામીનો મા ખોડિયાર પર બફાટ

Dinesh

Last Updated: 05:14 PM, 13 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

samachar supar fast news : હવામાન વિભાગ દ્વારા રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે

હવામાન વિભાગ દ્વારા આજે રાજ્યના કેટલાક જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. જે મુજબ આજે દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. આજે  સુરત, નવસારી, નર્મદા, વલસાડ, તાપી, દમણ, દાદરાનગર હવેલી અને ભાવનગર, અમરેલી તેમજ ગીર-સોમનાથમાં વરસાદની શક્યતા છે. 14 અને 15 સપ્ટેમ્બરે દાહોદ, મહિસાગર, વડોદરા, ભરૂચ, સુરત, નવસારી, છોટાઉદેપુર, નર્મદા, ડાંગ, વલસાડ, તાપી, દમણ, દાદરાનગર હવેલી, ભાવનગર, અમરેલી અને ગીર-સોમનાથમાં વરસાદ પડી શકે છે. 16 સપ્ટેમ્બરે પણ આ તમામ સ્થળોએ ગાજવીજ સાથે વરસાદ થવાની સંભાવના છે.

Rain forecast today in several districts of the state including Surat, Navsari

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે. તેઓએ કહ્યું છે કે, સપ્ટેમ્બર મહિનામાં વરસાદ થશે અને ઓક્ટોબર મહિનામાં પણ વરસાદની શક્યતા છે. તેઓએ ગરમીને લઈને આગાહી કરતા જણાવ્યું છે કે, આગામી 13 સપ્ટેમ્બરથી 26 સપ્ટેમ્બર સુધી ગરમીનું પ્રમાણ વધશે. ગરમીના કારણે હવાના દબાણ થતાં વરસાદની સંભાવના છે.  14મી સપ્ટેમ્બરે બંગાળના ઉપસાગરમાં મજબૂત સિસ્ટમ બની રહી છે. જેના કારણે દક્ષિણ ગુજરાતમાં વધુ એકવાર ભારે વરસાદની શક્યતા છે. સાથે જ ઉતર ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ થવાની સંભવાના છે. 

પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે, આગામી 16 સપ્ટેમ્બરથી 22 સપ્ટેમ્બર દરમિયાન રાજ્યમાં સારા વરસાદની આગાહી છે. બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાવાને કારણે ગુજરાતમાં સારા વરસાદની શક્યતા છે. આ સમયગાળા દરમિયાન દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રામાં ભારે વરસાદ પડી શકે છે. વરસાદનો અભાવ થવાથી પ્રજામાં અને તેમાં પણ ખાસ કરીને ધરતીપુત્રોમાં ભારે નિરાશા જોવા મળી રહી છે. આવા નિરાશાજનક માહોલની વચ્ચે કેટલાક હવામાન નિષ્ણાંતોએ ગુજરાતમાં વરસાદ લાવનારી નવી સિસ્ટમ બની રહી હોવાથી ફરીથી વરસાદ પડશે તેવી આગાહી કરી છે.

 ધારાસભ્ય કુમાર કાનાણી દ્વારા મનપા કમિશ્નરને ઉદ્દેશીને એક પત્ર લખ્યો હતો. જેમાં તેઓએ જણાવ્યું હતું કે, વરાછાનાં ધરમનગર સ્પોર્ટસ કોમ્પ્લેક્ષની અંદર ઢોર રખડતા હતા. જે બાબતે જાગૃત નાગરિક દ્વારા સુરત મહાનગર પાલિકામાં ઓનલાઈન ફરિયાદ કરી હતી. પરંતું કોર્પોરેશનનાં અધિકારી દ્વારા આ ફરિયાદીનું નામ પશુપાલકોને આપી દેતા માથાભારે પશુપાલકોએ ફરિયાદીનું નામ અને ફોટો લઈ ફરિયાદીને શોધવા આંટાફેરા મારી રહ્યા છે. અને લોકોને ફોટો બતાવીને પૂછી રહ્યા છે. જેથી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષમાં ભયનું વાતાવરણ ઉભું થયું છે. સુરત મહાનગર પાલિકામાં રખડતા ઢોર મુદ્દે જાગૃત નાગરિક દ્વારા ઓનલાઈન ફરિયાદ કરવામાં આવી હતી. પરંતું પશુપાલકોનાં મળતીયાઓ દ્વારા ઓનલાઈન ફરિયાદ કરનાર વ્યક્તિનું નામ પશુપાલકોને આપી દેતા હવે ફરિયાદ કરનાર વ્યક્તિઓમાં ભય વ્યાપી જવા પામ્યો છે. કુમાર કાનાણી દ્વારા આવા અધિકારી-કર્મચારીઓ સામે કડક પગલા ભરવાની માંગ કરી છે. 

MLA Kumar Kanani's letter to Municipal Commissioner on stray cattle issue

સાળંગપુર ભીત ચિત્રોનો વિવાદ માંડ માંડ થાળે પડ્યો છે ત્યારે ફરી એકવાર વિવાદીત નિવેદનને લઈ ધાર્મિક મુદ્દો ચર્ચામાં આવ્યો છે. સ્વામિનારાયણ સંપ્રદાયના વધુ એક સંતનો વીડિયો વાયરલ થતાં મામલો ચરમસીમાએ પહોંચ્યો છે. સ્વામી બ્રહ્મ સ્વરૂપે ખોડિયાર માતાજી વિશે વાણી વિલાસ કરતા અનેક સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે. જે સમગ્ર બાબતને લઈ ફરી એક વાર સનાતન અને સપ્રદાય વચ્ચેનો વિવાદ શરૂ થયો છે. 

સાળંગપુર મંદિર પરિસરમાં આવેલી હનુમાનજીની ભવ્ય પ્રતિમાની નીચે કંડારવામાં આવેલા હનુમાનજીના વિવાદિત ભીંતચિત્રો હટાવવાનો મુદ્દો માંડ સંકેલાયો છે. પરંતુ સ્વામિનારાયણ સંપ્રદાયને લઈને હજુ પણ કેટલાક વિવાદ યથાવત છે. સ્વામી બ્રહ્મ સ્વરૂપે ખોડિયાર માતાજી વિશે બફાટ કરતા વધુ એક વિવાદ શરૂ થયો છે. જે નિવેદનથી વિવિધ સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે. સ્વામી બ્રહ્મસ્વરૂપના ખોડિયાર માતાજીના વિવાદિત નિવેદન બાદ રાજભા ગઢવીનું નિવેદન સામે આવ્યું છે.  રાજભા ગઢવી લોક ડાયરામાં સનાતનીઓને જાગવાની વાત કરી છે. તેમણે કહ્યું કે, કુળદેવી, સુરાપુરા અને ઇષ્ટદેવથી દૂર કરવાની વાત કરનારની બોચી પકડો. હવે આપણે આ તૈયારી કરવી પડશે, ક્યા સુધી આપણે સહન કરીશુ. વધુમાં રાજભાએ કહ્યું કે, માતાજીએ રાક્ષસોને હણ્યા છે હવે તમારો વારો છે ખોડિયાર માતા વિશે બોલનારાઓને અને કુળદેવીથી દૂર કરનારાઓને માતાજી નાશ કરશે 

After the controversial statement of Swami Brahmaswarup's Khodiyar Mataji, Rajbha Gadhvi's statement came to light.

સુરતમાં જૈન સમાજમાં વર્તમાનમાં દીક્ષા મુહૂર્તની મોસમી ચાલી રહી છે. ચાતુર્માસની રંગારંગ ઉજવણી બાદ જૈન સમાજ કેટલાક લોકો સાધુ જીવનમાં પ્રેવેશ કરી રહ્યાં છે. અડાજણ વિસ્તારના બિઝનેશ મેનની દીકરીએ દીક્ષા ધારણ કરી સંયમના માર્ગ તરફ પ્રયાણ કર્યો છે. એક બિઝનેશમેનનની માત્ર 12 વર્ષની દીકરીએ દીક્ષા ધારણ કરી રહી છે. શાહ પરિવારની મુમુક્ષુ પ્રિશા શાહે દીક્ષા મુહૂર્ત જૈનાચાર્ય રશ્મિરતન સુરીજીની નિશ્રામાં સંયમનો માર્ગ અપનાવ્યો છે. મુમુક્ષુ પ્રિશા શાહે ઓડી કારમાં ઘરેથી મુહૂર્ત લેવા પહોંચી હતી. પ્રિશાને આચાર્ય રશ્મિરત્નસૂરીએ 17 જાન્યુઆરીનું મુહૂર્ત પ્રદાન કર્યું હતું. અત્રે જણાવી દઈએ કે, 17 વર્ષીય મુમુક્ષુ જાન્યા શાહ, 10 વર્ષીય ઝોહી શાહ, મુમુક્ષુ ધ્રુવી શાહ અને મુમુક્ષુ શ્રુતિ શાહના પણ સંયમ મુહૂર્તની તૈયારી કરી રહી છે. પ્રિશા હર્ષિત શાહની ઉંમર 12 વર્ષની છે અને માત્ર ધોરણ 4 સુધીનું શિક્ષણ મેળવ્યું છે. જેમણે સંયમનો માર્ગ અપનાવ્યો છે. પ્રિયાએ વૈભવી જીવનશૈલી છોડી સંયમના માર્ગે પ્રયાણ કર્યો છે.

A daughter of the Jain community in Surat took initiation and set out on the path of asceticism

અમદાવાદ અને વડોદરામાં નવા મેયર નિમણૂક થયા બાદ આજે સુરત, રાજકોટ, જામનગર અને ભાવનગરમાં પણ નવા મેયરો અને નવ નિયુક્ત હોદ્દેદારોની વરણી કરવામાં આવી છે. સુરતમાં નવા મેયર તરીકે દક્ષેશ માવાણી, રાજકોટમાં મહિલા મેયર તરીકે નયનાબેન પેઢડિયા, જામનગરમાં વિનોદ ખીમસુર્યા અને ભાવનગરમાં ભરત બારડની મેયર પદે નિમણૂક કરવામાં આવી છે

Gyan Sahayak Secondary Bharti 2023: ગુજરાત સરકારે જાહેર કરેલી જ્ઞાન સહાયક યોજનાનો ભારે વિરોધ થઈ રહ્યો છે. ગુજરાત સરકારે જ્ઞાન સહાયકની 11 મહિનાના કરાર આધારિત ભરતીમાં કરેલા ઠરાવ સામે વિરોધ ઉઠ્યો છે. ટેટ અને ટાટની પરીક્ષા પાસ કરનારા ઉમેદવારો જ્ઞાન સહાયક યોજનાનો વિરોધ કરી રહ્યા છે. તેઓની માંગ છે કે જ્ઞાન સહાયક યોજનાને રદ્દ કરીને કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે. આ વચ્ચે જ્ઞાન સહાયક માટે ફોર્મ ભરવાને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. જ્ઞાન સહાયક માટે ફોર્મ ભરવાની મુદ્દતને લંબાવવામાં આવી છે. જે મુજબ હવે પ્રાથમિકમાં જ્ઞાન સહાયક બનવા 17 સપ્ટેમ્બર સુધી ફોર્મ ભરી શકાશે. 

Extension of form deadline for Gyan Sahayak, know now till which date candidates can fill the form

અમદાવાદ શહેરમાં તાજેતરમાં પડેલ વરસાદ બાદ અચાનક જ મચ્છર જન્ય અને પાણી જન્ય કેસમાં વધારો થયો છે. અમદાવાદ શહેરમાં ડેન્ગ્યુ તેમજ મેલેરિયાનાં કેસમાં વધારો થયો છે. જેમાં પાછલા મહિનાની સરખામણીએ ડેન્ગ્યુનાં કેસમાં ભારે વધારો થયો છે.  જેના કારણે હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. છેલ્લા 10 દિવસમાં ડેન્ગ્યુનાં 218 કેસ નોંધાયા છે. મચ્છજરન્ય અને પાણી જન્ય રોગોનાં કેસમાં પણ વધારો થઈ રહ્યો છે.  જેમાં સૌથી વધુ ડેન્ગ્યુનાં કેસ નોંધાયા છે.  પાછલા મહિનાની સરખામણીમાં કેસમાં નોંધપાત્ર વધારો થયો છે. પાછલા મહિને ડેન્ગ્યુનાં કુલ 805 કેસ નોંધાવા પામ્યા હતા. જેની સામે ચાલુ મહિને 10 દિવસમાં ડેન્ગ્યુનાં 218 કેસ નોંધાવા પામ્યા છે. 

Ahmedabadi Cheti Jojo.! Otherwise, the hospital bed is ready, suddenly these diseases appear, the system is over

Appleએ iPhone 15 લોન્ચ કર્યો છે. તેમાં યુએસબી ટાઈપ સી પોર્ટ માટે સપોર્ટ હશે. કંપનીએ iPhone 15 Plus પણ લોન્ચ કર્યો છે. આ સિવાય Apple Watch Series 9 અને Watch Ultra 2 સ્માર્ટવોચ લોન્ચ કરવામાં આવી છે. iPhone 15 સિરીઝ હેઠળ ચાર મોડલ લોન્ચ કરવામાં આવશે, જેમાં iPhone 15, iPhone 15 Plus, iPhone 15 Pro અને iPhone 15 Ultra સામેલ હશે.નવા iPhones લોન્ચ થયા પહેલા જ તેમના વિશે ઘણી વિગતો લીક થઈ ગઈ છે. રિપોર્ટ્સ અનુસાર, iPhone 15 સિરીઝમાં 48-મેગાપિક્સલનો કેમેરા હશે અને ચાર્જિંગ માટે ટાઈપ સી પોર્ટ આપવામાં આવશે.

Apple iPhone 15: End of anticipation! Apple Watch 9 series and iPhone 15 launched with new features and powerful look

એશિયા કપના સુપર-4 મુકાબલામાં ભારતનો મુકાબલો શ્રીલંકા સામે થયો હતો. જેમાં ભારતે શ્રીલંકાને 41 રને હરાવ્યું હતું. આ સાથે જ ભારતે ફાઈનલમાં એન્ટ્રી કરી લીધી છે. ભારતીય ટીમે શ્રીલંકાને 214 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જવાબમાં દાસુન શનાકાની ટીમ 172 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.સુપર-4ની પોતાની બીજી મેચમાં ટીમ ઈન્ડિયાએ શ્રીલંકાને 41 રને હરાવ્યું. આ સાથે ભારતીય ટીમ 2023 એશિયા કપની ફાઇનલમાં પણ પહોંચી ગઈ છે. ભારતીય ટીમે પ્રથમ બેટિંગ કરીને 213 રન બનાવ્યા હતા. જવાબમાં શ્રીલંકાની ટીમ માત્ર 172 રનમાં જ સમેટાઈ ગઈ હતી. શ્રીલંકા તરફથી બોલિંગમાં 5 વિકેટ લેનાર ડુનિથ વેલાલાગે 42 રન બનાવી અણનમ રહ્યો હતો. ભારત તરફથી કુલદીપ યાદવે શાનદાર બોલિંગ કરી હતી. કુલદીપે ચાર વિકેટ લીધી હતી.

 

 

 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ