બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Mehsana News : Vadnagar Barpara Kshatriya Thakor Samaj banned Kurivajos

વડનગર / ઠાકોર સમાજની સરાહનીય પહેલ: કુરિવાજો પર પ્રતિબંધ મૂકવાનું એલાન, આ પ્રથાઓ બંધ કરવાનું સર્વાનુમતે એલાન

Dinesh

Last Updated: 04:27 PM, 28 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Mehsana News : વડનગર બારપરા ક્ષત્રિય ઠાકોર સમાજે કુરિવાજો ઉપર પ્રતિબંધ ફરમાવ્યો, લગ્ન પ્રસંગે ડીજે વગાડવા ઉપર તેમજ સામાજિક પ્રસંગોમાં જુગાર રમવા ઉપર પ્રતિબંધ

  • વડનગર બારપરા ક્ષત્રિય ઠાકોર સમાજની પહેલ
  • સમાજમાં ચાલતા કુરિવાજો ઉપર પ્રતિબંધ મુકાયો
  • લગ્ન પ્રસંગમાં ડીજે વગાડવા ઉપર પ્રતિબંધ ફરમાવ્યો


રાજ્યમાં વિવિધ સમાજો દ્વારા સમાજમાં ચાલતા કુરિવાજો અને વિવિધ સામાજિક વ્યવહારો બંધ કરાવા માટે અભિયાન છેડાયું છે. ત્યારે મહેસાણા જિલ્લાના વડનગર વિસ્તારમાં વસવાટ કરતા વડનગર બારપરા ક્ષત્રિય ઠાકોર સમાજે કુરિવાજોને લઈ કેટલાક મહત્વના નિર્ણયો લીધા છે. 

ડીજે વગાડવાની પ્રથા પર પ્રતિબંધ
વડનગર બારપરા ક્ષત્રિય ઠાકોર સમાજમાં લગ્ન જેવા શુભ પ્રસંગોએ ડીજે વગાડવાની પ્રથા ચાલે છે. જેનાથી આર્થિક ભારણ વધે છે, જેને લઈ ડીજે વગાડવાના કુરિવાજ ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. સાથો સાથ બારપરા ક્ષત્રિય ઠાકોર સમાજમાં લગ્ન જેવા સામાજિક પ્રસંગોએ જુગાર જેવી બંદીને ડામવા પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. 

કુરિવાજોને તિલાજંલી
વડનગર બારપરા ક્ષત્રિય ઠાકોર સમાજે વિવિધ કુરિવાજોને તિલાજંલી આપી છે. જેમ કે, મરણ પ્રસંગોમાં ચાલતા વિવિધ વ્યવહારો અને કુરિવાજ પ્રથા ઉપર પણ સંપૂર્ણ પ્રતિબંધ મૂક્યો છે. સમાજમાં શિક્ષણનું સ્તર ઉંચુ લાવવા માટે પણ કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો લેવાયા છે. સમાજના વિદ્યાર્થીઓને શિક્ષણની સગવડો મળી રહે તે દિશામાં પ્રયત્નો કરવા પણ સમાજ આગેવાનોએ હાંકલ કરી છે. 

'દેખા દેખીમાં થતાં ખર્ચા અટકી જશે'
સમાજના યુવાનોએ જણાવ્યું હતું કે, વડનગર બારપરા ક્ષત્રિય ઠાકોર સમાજમાં 80 ગામોનું સમાવેશ થયેલું છે. સમાજમાં વધારે પડતા થતાં ખર્ચાઓને લઈ આ નિર્ણયો લેવાયા છે, આ નર્ણયથી સમાજના લોકોને ઘણા ફાયદાઓ થશે, તેમજ જે દેખા દેખીમાં થતાં ખર્ચા અટકી જશે. વધુમાં કહ્યું કે, દેખા દેખીના કારણે કેટલાક લોકોને જમીન પણ વેચવી પડતી હોય છે.


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ