બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / mediterranean diet benefits heart diseases control mental health benefits health tips

Mediterranean Diet / ડાયટને સતત સાતમી વાર દુનિયાના સૌથી બેસ્ટ ડાયટ પ્લાનનો ઍવોર્ડ મળ્યો, જાણો ફાયદા

Manisha Jogi

Last Updated: 01:01 PM, 7 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શું તમે ક્યારેય એવી ડાયટ વિશે સાંભળ્યું છે, જે સ્વાદિષ્ટ હોય અને ખાવાથી વજન પણ ના વધે? આજના સમયમાં લોકો જંક ફૂડનું વધુ સેવન કરે છે, જેમાં ભરપૂર માત્રામાં અનહેલ્ધી ફેટ હોય છે.

  • આજના સમયમાં લોકો જંક ફૂડનું વધુ સેવન કરે છે
  • આ ડાયટ ફોલો કરીને ઘટાડો વજન
  • ડાયાબિટીસ અને કેન્સર થવાનું જોખમ  રહેતું નથી

શું તમે ક્યારેય એવી ડાયટ વિશે સાંભળ્યું છે, જે સ્વાદિષ્ટ હોય અને ખાવાથી વજન પણ ના વધે? અહીંયા અમે એવી જ ડાયટ વિશે જણાવી રહ્યા છીએ, જેને મેડિટરેનીયન ડાયટ કહેવામાં આવે છે. નિષ્ણાંતો અનુસાર મેડિટરેનીયન ડાયટને સુપર હેલ્ધી અને પોષકતત્ત્વોથી ભરપૂર માનવામાં આવે છે. આ ડાયટને સતત સાતમી વાર દુનિયાના સૌથી બેસ્ટ ડાયટ પ્લાનનો એવોર્ડ આપવામાં આવ્યો છે. આજના સમયમાં લોકો જંક ફૂડનું વધુ સેવન કરે છે, જેમાં ભરપૂર માત્રામાં અનહેલ્ધી ફેટ હોય છે. આ ડાયટમાં ફળ, શાકભાજી, આખુ અનાજ, હેલ્ધી ફેટ શામેલ છે. જેનું સેવન કરવાથી હ્રદય રોગ, ડાયાબિટીસ અને કેન્સર થવાનું જોખમ  રહેતું નથી. 

મેડિટરેનીયન ડાયટના ફાયદા

  • ઊંઘ કંટ્રોલમાં રહે છે
  • સોજો ઓછો કરે છે
  • કેન્સરના જોખમમાં ઘટાડો થાય છે
  • માનસિક આરોગ્ય માટે લાભદાયી

વધુ વાંચો : શિયાળામાં સૂતાં સમયે જકડાઈ જાય છે પગ? હોઈ શકે છે વિટામિનની કમી, જાણો શું છે ઈલાજ

મેડિટરેનીયન ડાયટની શરૂઆત
બ્રેકફાસ્ટ- નાશ્તામાં એક મુટ્ઠી બદામ અને સફરજનનું સેવન કરો. કાચા અને સીઝનલ ફ્રૂટનું સેવન કરી શકાય છે. 
બપોરનું ભોજન (લંચ)- લંચ ટાઈમમાં એક વાટકી ગ્રીન સલાડનું સેવન કરો. સાથે પનીર અથવા માછલી, ચીકન અને લીંબુનો રસ મિશ્ર કરો. 
ડિનર- રાત્રે લીંબુ, જૈતૂનનું તેલ તથા ગ્રીલ્ડ શાકભાજી બીન્સ, ગાડક, શિમલા મરચા અને બીટનું સેવન કરો. 

(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ