બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / ધર્મ / May 2023 horoscope prediction venus sun mars and mercury transit

ધર્મ / મે મહિનાનું રાશિફળ: આ રાશિના જાતકોની સેલેરી વધવાના યોગ, જાણો કોણે પર્સનલ લાઈફમાં સાચવવું પડશે

Arohi

Last Updated: 09:47 PM, 28 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Masik Rashifal May 2023, May Horoscope 2023: મે મહિનામાં ચંદ્રગ્રહણની સાથે 4 ગ્રહોનું રાશિ પરિવર્તન થવા જઈ રહ્યું છે. શુક્ર, મંગળ, સૂર્ય અને બુધ આ ચારે ગ્રહ મે મહિનામાં રાશિ પરિવર્તન કરશે. એવામાં મે મહિનો સિંહ અને કન્યા સહિત ઘણી રાશિઓ માટે લાભઆપનાર રહેશે.

  • મે મહિનામાં થશે 4 ગ્રહોનું રાશિ પરિવર્તન 
  • ચંદ્રગ્રહણ સાથે થશે રાશિ પરિવર્તન 
  • શુક્ર, મંગળ, સૂર્ય અને બુધ કરશે રાશિ પરિવર્તન 

મે મહિનામાં 4 ગ્રહ રાશિ પરિવર્તન કરવા જઈ રહ્યા છે. જ્યારે આ મહિનામાં ચંદ્રગ્રહણ પણ લાગશે. મેની શરૂઆતમાં જ શુક્ર મિથુન રાશિમાં ગોચર કરશે. ત્યાર બાદ મંગળ કર્ક રાશિમાં અને સૂર્ય વૃષભ રાશિમાં ગોચર કરશે. આ સમયે બુધ પોતાની ચાલ બદલતા પહેલા મેષ રાશિમાં ઉદય થશે અને પછી મેષ રાશિમાં જ માર્ગી ચાલ ચાલશે. 

મહિનાના અંતમાં શુક્ર કર્ક રાશિમાં ગોચર કરશે. ગ્રહોની બદકતી સ્થિતિની અસર દરેક રાશિઓ પર જોવા મળશે. આવો જાણીએ મેષથી મીન સુધી દરેક રાશિઓ માટે કેવો રહેશે મે મહિનો. 

મેષ 
મે મહિનો મેષ રાશિના લોકો માટે મળતો રહેશે. આ મહિનો જો તમે કોઈ સમસ્યાઓથી ઘેરાયેલા છો તો તમે પોતાને સમસ્યાઓથી બહાર કાઢી શકશો. મહિનાની શરૂઆતમાં તમે પોતાના કામકાજમાં ખૂબ વધારે વ્યસ્ત રહેશે. 

કાર્યક્ષેત્રમાં જ્યાં તમે પોતાના કામને પુરૂ કરવામાં વ્યસ્ત રહેશો ત્યાં તમે પોતાની સારી છવિ પણ બનાલી રાખવાનો પ્રયત્ન કરશો. આ સમયે કોઈ વાતને લઈને તમને સ્વજનોથી સાથે અણબનાવ થઈ શકે છે. જોકે અઠવાડિયાના બીજા સપ્તાહ સુધી સ્થિતિમાં થોડો સુધાર થશે અને લગભગ મિત્રો સહિત પરિવારના સદસ્યોનો સહયોગ મળશે.

આ સમયે તમે વિરોધી પર હાવી રહેશે. તમને પોતાની મહેનક અને પ્રયત્નોનું સંપૂર્ણ ફળ મળશે. જો તમે વ્યાપાર કરો છો તો તમારો પોતાનો વ્યાપાર આગળ વધશે અથવા કોઈ ફાયદાકારક યોજનામાં પૈસા લગાવવાનો મોકો મળશે. મહિનાના મધ્ય સુધી સ્થિતિમાં સુધાર આવશે. આ સમયે નોકરીયાત જાતકોને આવતના વધારે સ્ત્રોત પ્રાપ્ત થશે. 

ઈચ્છા હોય તે જગ્યા પર ટ્રાન્સફર કે પ્રમોશન થઈ શકે છે. જોકે સફળતા પોતાની અંદર ગર્વ લાવી શકે છે. જેનાથી તમને સાવધાન રહેવું પડશે. મહિનાના ત્રીજા અઠવાડિયામાં તમારે પોતાના સ્વાસ્થ્ય અને પોતાના સંબંધનો ખૂબ વધારે ધ્યાન રાખવાની જરૂર હશે. આ સમયે પૈસાથી જોડાયેસા જોખમ લેવાથી બચો. 

વૃષભ 
વૃષભ રાશિના લોકો માટે મેનો મહિનો દરેક મનોકામનાઓને પુરો કરનાર અને જીવનના દરેક ક્ષેત્રમાં સફળતા આપનાર સાબિત થશે. મહિનાના શરૂઆતથી જ તમે કાર્યક્ષેત્રમાં પોતાના વિરોધીઓ પર હાવી થતા પોતાનું સર્વશ્રેષ્ઠ આપવામાં સક્ષમ રહે છે. આ સમયે તમને માન-સન્માનમાં વૃદ્ધિ થશે. પૂર્વમાં રોકા કરેલું ધન લાભ આપશે. 

પૂર્વમાં રોકાણ કરેલું ધન લાભ આપશે. કરિયર વ્યવસાયમાં વાંછિત પ્રગતિ થશે. તમે પોતાની વાણી અને સ્વભાવના બળ પર સંબંધોને સુધારવા અને મજબૂત કરવામાં સફળ રહેશે. પરિવાર સાથે જોડાયેલા ઘણા મોટા નિર્ણય લેતી વખતે પરિવારના લોકો સંપૂર્ણ સહયોગ મળશે. માતા-પિતા અને મોટાની સાથે નિકટતા બની રહેશે. મેના મધ્યમાં ભુમિ વિવાદમાં નિર્ણય તમારા પક્ષમાં આવી શકે છે. ભૂમિ અને ભવનના ક્રય-વિક્રયથી લાભ થશે. 

વ્યાપારમાં ધન લાભ થશે અને સંચિત ધનમાં વૃદ્ધિ થશે. વિદેશ સાથે જોડાયેલા વ્યાપાર કરનાર લોકોને અપ્રત્યાશિત લાભ મળશે. નોકરી લોકો માટે આવકનો વધુ સ્ત્રોત બનશે. સ્વાસ્થ્ય અને સંબંધોને જોતા મે મહિનાનો બીજો ભાગ કષ્ટકારી સાબિત થઈ શકે છે. 

મિથુન 
મિથુન રાશિના લોકો માટે મે મહિનો થોડો કષ્ટકારી સાબિક થવાનો છે. આ મહિનાની શરૂઆતમાં તમારા પર કામનો બોજો વધી શકે છે. નજીકના મિત્રોનો સહયોગ સમય પર ન મળવાથી મન થોડુ અશાંત અનુભવી શકે છે. પૂર્વમાં કોઈ યોજનામાં રોકાણ કરવામાં આવેલા ધનનો લાભ તમને મળી શકે છે. આ સમયે તમને પૈતૃક સંપત્તિની પ્રાપ્તિ સંભવ છે. 

પૂર્વમાં કોઈ યોજનામાં રોકાણ કરેલા ધનનો લાભ તમને મળી શકે છે. મહિનાના મધ્યમાં તમને અંદર આળશ અને ટાઈમલટોલનો વિકાસ થઈ શકે છે. જેનાથી તમારા પુરા થયેલા કામ અટકી શકે છે. રોજી-રોટીની તલાશમાં ભટકી રહેલા લોકોને પણ થોડી વધારે રાહ જોવી પડશે. આ સમયે તમારે પોતાના સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવાનું રહેશે. આ સમયે તમારે પોતાના સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. 

પ્રેમ સંબંધોમાં જે ગરેસમજ ઉભી થઈ છે તેને વાતચીતથી દૂર કરવું યોગ્ય રહેશે. આ રીતે જીવનસાથીની ભાવનાઓ વધારે જરૂરીયાતોને નજરઅંદાજ કરવાથી બચવું જોઈએ. મહિનાના અંતમાં સંતાન પક્ષ પાસેથી કોઈ શુભ સમાચાર પ્રાપ્ત થઈ શકે છે. 

કર્ક 
કર્ક રાશિના લોકો માટે આ મહિનો ખાસ રહેશે. એવામાં તમારા માટે સારૂ એવું જ રહેશે કે મે મહિનાની શરૂઆતમાં જ તમે પોતાના સમયને મેનેજ કરી શકશો. વિદેશથી જોડાયેલા વ્યાપાર કરનાર માટે આ સમય ખૂબ જ શુભ રહેશે. જોકે કોઈ પણ યોજના કે વ્યાપારમાં પૈસા લગાવવા પહેલા તમારે શુભચિંતકોની સલાહ લેવી ઉચિત રહેશે. 

આ સમયે સિઝનલ બીમારીઓ તમને પરેશાન કરી શકે છે. આ સમયે કોર્ટ કચેરીના ચક્કર ચાલી રહ્યા છે તો તેને બહાર જ સોલ્વ કરી લો. મેના બીજા ભાગમાં તમારી મુશ્કેલીઓ ઓછી થશે આ સમયે ઘર અને બહાર દરેકનો ભરપુર સહયોગ તમને મળશે.

આ સમયે કાર્યક્ષેત્રમાં તમારા વરિષ્ઠ તમારા પર મહેરબાન રહેશે. ત્યાં જ જે લોકો પહેલાથી પ્રેમ સંબંધમાં છે તેમના પરિવાર તમારા લગ્ન માટે લીલી ઝંડી આપી શકે છે. આ સમયે જીવનસાથીની સાથે કોઈ લાંબી કે નાની દૂરીની યાત્રા થઈ શકે છે. કોઈ માંગલિક કાર્યક્રમમાં ભાગ લેવાનો અવસર મળશે. 

સિંહ 
સિંહ રાશિના લોકો માટે મે મહિનો મિક્સ રહેશે. મહિનાની શરૂઆતમાં ઘરેલુ સમસ્યાઓની સાથે કાર્યક્ષેત્ર સાથે જોડાયેલા કાર્યોને સમય પર પુરો કરવાનો ફેરફાર રહેશે. નોકરીની તલાશ કરી રહેલા જાતકોને હાલ થોડી વધારે રાહ જોવી પડી શકે છે. 
 
જો તમે નોકરી બદલવાનું વિચારી રહ્યા છો તો તમારા નિર્ણય પર જરૂર વિચાર કરો અને ભાવનાઓ કે ગુસ્સામાં વહીને નિર્ણય લેવાથી બચો. જો તમે પાર્ટનરશિપમાં કામ કરી રહ્યા છો તો તમારે વસ્તુઓને સ્પષ્ટ કરવું જોઈએ. જો તમે લાંબા સમયથી જમીન અને ભવનમાં ક્રય-વિક્રયનો વિચાર કરી રહ્યા હતા તો આ મહિને તમારી આ ઈચ્છા પુરી થઈ શકે છે. 

પરંતુ આમ કરતી વખતે લેવડ દેવડ કરતી વખતે સંપૂર્ણ સાવધાની રાખો અને કોઈ પણ કાગળને સારી રીતે વાંચીને હસ્તાક્ષર કરો. મહિનાના બીજા ભાગમાં ઘર કે કોઈ મહિલા સદસ્યના સ્વાસ્થ્યને લઈને મન ચિંતિત રહી શકે છે. મહિનાના અંતમાં કોઈ મોટો નિર્ણય લેતી વખતે ભાઈ-બહેનોનો સંપૂર્ણ સહયોગ મળશે. 

કન્યા 
કન્યા રાશિના લોકો માટે મે મહિનો જીવનમાં નવા અને સારા અવસર લઈને આવશે. વિદેશ સાથે જોડાયેલા વ્યાપાર કરનાર લોકો માટે અણધાર્યા લાભ મળશે. આ સમયે તમારે પોતાના મિત્રો, પરિચિતો અને પરિજનોનો સહયોગ, સહયોગ અને સ્નેહ પ્રાપ્ત થશે. કરિયર અને વ્યવસાયને આગળ વધારવા માટે યોગ્ય મોકો મળશે. વિદેશ સાથે જોડાયેલા વ્યાપાર કરનાર લોકોને અણધાર્યા લાભ મળશે. 

કરિયર અને વ્યવસાયને આગળ વધારવા માટે સારી તક મળશે. આ સમયે જે લોકો અવિવાહિત છે તેમના વિવાહ નક્કી થઈ શકે છે. કોઈ માંગલિક કાર્યક્રમમાં હાજર હોવાનો અવસર પ્રાપ્ત થશે. મહિનાના બીજા ભાગમાં મહિલાઓને વધારે સમય ધાર્મિક કાર્યોમાં પસાર કરવાનું રહેશે. 

મહિનાના બીજા ભાગમાં તમારા લવ પાર્ટનર કે પ્રિયને લઈને ગેરસમય તમારી માનસિક ચિંતાનું કારણ બની શકે છે. એવામાં વિવાદની જગ્યા વાતચીત દ્વારા વસ્તુઓને હેન્ડલ કરવાનો પ્રયત્ન કરો. નહીં તો સંબંધમાં મુશ્કેલી આવી શકે છે. 

તુલા
તુલા રાશિના લોકોને મે મહિનામાં ખૂબ સમજી વિચારીને ચાલવાનું રહેશે. તમારે હાલ, લાભ મેળવવાના ચક્કરમાં દૂરનું નુકસાન કરવાથી બચવું પડશે. આ મહિને જો તમે યાત્રા પર જઈ રહ્યા છો તો તમારે પોતાના સ્વાસ્થ્ય અને સામાનનું ખાસ ધ્યાન રાખવું પડશે. 

કામ કરતી મહિલાઓને કામ અને ઘરમાં સંતુલન બનાવવામાં અમુક મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. આ સમયે તમારા પ્રેમ સંબંધોમાં અમુક ગેરસમજ આવી શકે છે. પ્રેમ કહાનીમાં કોઈ પ્રકારની ખાસ એન્ટ્રી તમારી પરેશાનીનું મોટુ કારણ બની શકે છે. જોકે મહિનાના બીજા ભાગમાં કોઈ મહિલા મિત્રના સહયોગથી આ મુસ્કેલી દૂર થશે. 

પરીક્ષા પ્રતિયોગિતાની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓ અને રોજગારની શોધ કરી રહેલા જાતકો માટે આ સમય ખૂબ જ શુભ સાબિત થઈ શકે છે. કોઈ ખાસ વ્યક્તિના સહયોગથી અટકેલા કામ પુરા થશે. મે મહિનાના અંતમાં સ્વજનોની કોઈ વાતને લઈને મતભેદ થઈ શકે છે. 

વૃશ્ચિક 
વૃશ્ચિક રાશિના લોકો માટે મે મહિનો થોડો ઉતાર ચડાવ વાળો રહેશે. નોકરીયાત મહિનાની શરૂઆત તમારા માટે સંતોષજનક થવાની છે. આ સમયે કાર્યક્ષેત્રમાં તમારા સીનિયર્સ અને જુનિયર બન્નેનો સહયોગ મળશે. આ સમયે ઘર અને ઘરના શણગારમાં તમે પોતાનું ખીસુ ખાલી કરી શકો છો.

માતા-પિતા કે ઘરના કોઈ વૃદ્ધ વ્યક્તિની સાથે સારો તાલમેલ જોવા મળશે. મે મહિનાના બીજા અઠવાડિયામાં તમારા જીવનમાં કોઈ મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. તમારા પ્રેમ સંબંધોના દૃષ્ટિકોણથી આ સમય થોડો પરેશાન કરનારો રહેશે. 

જો તમે પોતાના પ્રેમને લગ્નમાં બદલવાનું વિચારી રહ્યા છો તો તેમાં અમુક મુશ્કેલીઓ આવી શકે છે.વૈવાહિક જીવનને મધુર બનાવવા માટે જીવનસાથીને સંપૂર્ણ સમય આપો. 

ધન 
ધન રાશિના લોકો મે મહિનામાં ખૂબ વધારે વ્યસ્ત રહેવાના છે. આ સમયે તમારે પડકારનો સામનો કરવો પડી શકે છે. જોકે તમારી દરેક સમસ્યાઓનું સમાધાન તમને મળી જશે. જો તમે પહેલાથી પ્રેમ સંબંધમાં છો તો તમને પોતાના લવ પાર્ટનરના જીવનમાં જરૂરથી વધારે દખલઅંદાજી કરવાથી બચવું જોઈએ. નહીં તો વાત બગડી શકે છે. 

મહિનાના બીજા ભાગમાં તમને પોતાના સમય અને સ્વાસ્થ્ય બન્નેનું ખૂબ ધ્યાન રાખવું પડશે. આજનું કામ કાલ પર છોડવાની આદતથી તમારે બચવું પડશે. નહીં તો તમને મોટુ નુકસાન ઉઠાવવું પડી શકે છે. વ્યાપાર સાથે જોડાયેલા જોતકો આ સમયે કોઈ પણ યોજનામાં પૈસા લગાવવાથી બચવું જોઈએ. 

જેમાં જોખમની સંભાવના હોય. કોર્ટ-કચેરીના મામલાને બહાર નિપટાવવાનો અવસર મળે તો આમ કરવાથી ન ચુકો. નહીં તો મામલો લાંબો ખેચાઈ શકે છે. કાર્યસ્થળ પર નાની નાની વાતોને નજરઅંદાજ કરવું શીખો. 

મકર 
મેનો મહિનો મકર રાશિના લોકો માટે સામાન્ય રહેશે. તમે પોતાની વાતોથી કામ બનાવશો અને વાતોથી જ કામ બગાડી પણ શકો છો. એવામાં તમારા માટે ઉચિત એજ રહેશે કે આ આખો મહિનો પોતાની વાણી અને વહેવારમાં મધુરતા બનાવી રાખો. 

મહિનાની શરૂઆતમાં તમે પોતાનું સંપૂર્ણ ધ્યાન પોતાના ઘર અને પરિવાર પર લગાવો. આ સમયે પરિવાર સાથે જોડાયેલા ઘણા નિર્ણયનો ઉકેલ લાવતી વખતે પોતાના સ્વજનોની ભાવનાઓને નજરઅંદાજ કરવાની ભૂલ ન કરો. વ્યાપાર સાથે જોડાયેલા જાતકોને પોતાની પોતાના કોમ્પિટિવથી મોટી પ્રતિસ્પર્ધાનો સામનો કરવો પડી શકે છે. 

જે લોકો પોતાના કરિયારને આગળ વધારવા માટે ભરસર પ્રયત્ન કરી રહ્યા છે તેમને પણ ભરપૂર નિરાશાનો સામનો કરવો પડી શકે છે. મહિનાના અંતમાં તમને પોતાના કાર્યક્ષેત્રમાં વરિષ્ઠો અને કનિષ્ઠો બન્નેની સાથે સારો તાલમેલ બનાવી રાખવાની જરૂર રહેશે. 

કુંભ 
કુંભ રાશિના લોકો માટે મે મહિનો મિક્સ પરિણામ આપનારો રહેશે મહિનાની શરૂઆતમાં પરિવારની જરૂરીયાતો પર ખિસ્સાથી વધારે ધન ખર્ચ થઈ શકે છે. તે સમયે ઘરના સમારકામ કે કોઈ મોંઘી વસ્તુ વગેરે પર કોઈ મોટી રકમ ખર્ચ કરવી પડી શકે છે. જેનાથી તમારી બજેટ બગડી શકે છે. 

કાર્યક્ષેત્રમાં પણ કાર્યભાર રહેશે. આ સમયે તમારી લવ લાઈફમાં અમુક ભુલો પેદા થઈ શકે છે. કરિયરની વાત કરવામાં આવે તો મહિનાના મધ્યમાં તમારા વિરોધી તમારા પર હાવી થવાનો પ્રયત્ન કરી શકે છે. સાથે જ તમારા સ્વાસ્થ્યનું પણ સંપૂર્ણ ધ્યાન રાખો. 

મે મહિનાનું છેલ્લુ અઠવાડિયું તમને મુશ્કેલીઓથી મુક્ત કરનાર સાબિત થઈ શકે છે. આ સમયે વ્યાપાર સાથે જોડાયેલા જાતકોને આકસ્મિક ધન લાભ થઈ શકે છે. કરિયર વ્યવસાયમાં પ્રગતિ થશે. 

મીન 
મીન રાશિના લોકો માટે મેનો મહિનો શુભ અને સફળતા આપનારો રહેશે. આ મહિને તમારી મુલાકાત કોઈ પ્રભાવશાળી વ્યક્તિ સાથે થશે જેની મદદથી તમને ભવિષ્યમાં મોટા લાભ મળી શકે છે. આ સમયે તમારા પ્રયત્ન સંપૂર્ણ રીતે સાર્થક રહેશે. 

પરંતુ કોઈ મોટી યોજનામાં પૈસા લગાવતી વખતે તમને સલાહ આપવામાં આપવી યોગ્ય રહેશે. મે મહિનાના મધ્યમાં ઘરમાં કોઈ પ્રિય વ્યક્તિના આગમનથી પ્રસન્નતાનું વાતાવરણ રહેશે. પરિવારના સદસ્યોની સાથે પિકનિક કે કોઈ મનોરંજન સ્થળની યાત્રા સંભવ છે. 

જો તમે પહેલાથી જ પ્રેમ સંબંધમાં છો તો શક્યતા છે કે કોઈ સંબંધી લગ્ન માટે હા કહી દે. આ સમયે નોકરીયાત જાતકો કોઈની વાતોમાં ન આવો કોઈ પર આંખ બંધ કરીને વિશ્વાસ કરવાથી બચો નહીં તો તમને મોટુ નુકસાન થઈ શકે છે. 

(DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. આથી અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી અમારી નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ