બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / Mass promotion to iti and nursing in gujarat

નિર્ણય / ગુજરાત સરકારનો વધુ એક મોટો નિર્ણય, ધો. 10-12 બાદ હવે આ વિદ્યાર્થીઓને આપવામાં આવ્યું માસ પ્રમોશન

Parth

Last Updated: 08:38 AM, 9 June 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાત સરકારની કોર કમિટીની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યા છે જેમાં સીએમ રૂપાણીએ અધ્યક્ષતા કરી હતી.

  • ગુજરાત સહિત આખા દેશમાં કોરોના વાયરસની બીજી લહેર 
  • સીએમ રૂપાણીએ કોર કમિટીની બેઠકમાં લીધો મોટો નિર્ણય 
  • વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો મોટો નિર્ણય 

રાજ્ય સરકારનો વધુ એક મોટો નિર્ણય
ગુજરાત સહિત આખો દેશ કોરોના વાયરસના સંકટથી પસાર થઈ રહ્યો છે. મહામારીના કારણે દેશના દરેક સેક્ટરને જોરદાર ફટકો પડ્યો છે જેમાં શિક્ષણ જગત પણ બાકાત નથી. વિદ્યાથીઓના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓ પણ રદ્દ કરી દેવાની નોબત આવી છે ત્યારે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વિદ્યાર્થીઓ માટે વધુ એક મોટો નિર્ણય કર્યો છે. 

CMના અધ્યક્ષસ્થાને મળેલી કોરકમિટીની બેઠકમાં લેવાયો નિર્ણય
ગુજરાત સરકારની કોર કમિટીની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યા છે જેમાં સીએમ રૂપાણીએ અધ્યક્ષતા કરી હતી. આ બેઠકમાં ગુજરાતના અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓની પરીક્ષાને લઈને મોટો નિર્ણય કરવામાં આવ્યો છે. આ નિર્ણય બાદ વિદ્યાર્થીઓ તથા તેમના વાલીઓએ હાશકારો અનુભવ્યો છે. 

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યના વ્યવસાયલક્ષી અભ્યાસક્રમો ITI અને નર્સિંગના વિદ્યાર્થીઓ માટે કેટલાક મહત્વના નિર્ણયો કર્યા છે. 

  • CMના અધ્યક્ષસ્થાને મળેલી કોરકમિટીની બેઠકમાં આ મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. 
  • રાજ્યની ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓ-આઇ.ટી.આઇ.ના વિદ્યાર્થીઓને આ વર્ષ પૂરતુ માસ પ્રમોશન આપવામાં આવશે. 
  • રાજ્યમાં નર્સિંગના અભ્યાસક્રમમાં ફાઇનલ ઇયરની પરિક્ષા લેવાશે તે સિવાયના વર્ષના નર્સિંગના વિદ્યાર્થીઓને આ વર્ષ પૂરતુ માસ પ્રમોશન અપાશે

સંકળાયેલા મુદ્દાઓ

ITI cm rupani mass promotion nursing staff ગુજરાત સરકાર માસ પ્રમોશન વિજય રૂપાણી Mass Promotion
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ