બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / Maruti car did not give the mileage as stated the person filed a case do you know how much money was received?

ફરિયાદ / મારુતિએ જેટલી માઇલેજ બતાવી, એટલી કારમાં ના આવી, આ ભાઈએ કેસ કરી નાંખ્યો, 20 વર્ષ મળ્યા આટલા રૂપિયા

Pravin Joshi

Last Updated: 06:56 PM, 27 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઓટોમોબાઈલ કંપની મારુતિ સુઝુકીને તેના 20 વર્ષ જૂના ગ્રાહકને 1 લાખ રૂપિયાનો દંડ ભરવા માટે કહેવામાં આવ્યું છે. કંપની સામે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.

  • મારુતિ સુઝુકી કંપની સામે એક ગ્રાહકે કર્યો કેસ
  • કંપનીના જણાવ્યા પ્રમાણે માઈલેજ ન આપતા કર્યો કેસ
  • કંપનીને રૂ.1 લાખનું વળતર ચૂકવવાનો આદેશ આપ્યો 

ઓટોમોબાઈલ કંપની મારુતિ સુઝુકીને તેના 20 વર્ષ જૂના ગ્રાહકને 1 લાખ રૂપિયાનો દંડ ભરવા માટે કહેવામાં આવ્યું છે. કંપની સામે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. ગ્રાહકનો આરોપ છે કે મારુતિએ કાર વેચવા માટે કરેલી જાહેરાતમાં ખોટા દાવા કર્યા છે. જ્યારે તપાસ કરવામાં આવી ત્યારે આક્ષેપો સાચા સાબિત થયા હતા. હવે કંપની વળતર ચૂકવશે.

ડ્રાઇવિંગ સમયે સ્ટિયરિંગની વચ્ચે હાથ મૂકવાની ટેવ હોય તો ચેતજો! નહીંતર  હાડકાંના થઈ જશે ભૂક્કા I Dont hold the car steering from the middle part,  this style of driving can put you

ડિસ્ટ્રિક્ટ ફોરમે કંપનીને 1 લાખ રૂપિયાનું વળતર ચૂકવવાનો આદેશ આપ્યો

એક અહેવાલ મુજબ ફરિયાદ કરનારનું નામ રાજીવ શર્મા છે. રાજીવે 2004માં મારુતિ કંપનીની કાર ખરીદી હતી. જે જાહેરાતમાં કાર ખરીદી હતી તેમાં દાવો કરવામાં આવ્યો હતો કે કારની માઈલેજ 16-18 કિલોમીટર પ્રતિ લીટર છે. પરંતુ કાર ખરીદ્યા બાદ જાણવા મળ્યું કે કારની અસલી માઈલેજ ઘણી ઓછી છે. માત્ર 10.2 કિલોમીટર પ્રતિ લીટર. રાજીવ તેની ફરિયાદ લઈને જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ ફોરમમાં પહોંચ્યા. વાહનની સંપૂર્ણ કિંમત વ્યાજ સહિત પરત કરવાની માંગણી કરી હતી. રિફંડ મળ્યું ન હતું પરંતુ ડિસ્ટ્રિક્ટ ફોરમે કંપનીને રાજીવને 1 લાખ રૂપિયાનું વળતર ચૂકવવાનો આદેશ આપ્યો હતો.

ફેમિલી માટે 5 લાખની અંદર ખરીદવી છે કાર? આ 3 છે બેસ્ટ ઓપ્શન, માઇલેજ  જોરદાર-ફીચર્સ શાનદાર I Cheap cars under 5 lakh rupees in India, Maruti  Suzuki Renault cars

વધુ વાંચો : કાર ખરીદવી છે પણ કઈ? એક ક્લિકમાં જુઓ 10 લાખ રૂપિયા સુધીના બજેટની બેસ્ટ SUVનું લિસ્ટ

મારુતિ સુઝુકીએ સ્ટેટ કમિશનમાં અપીલ કરી

વળતર આપવાને બદલે મારુતિ સુઝુકીએ સ્ટેટ કમિશનમાં અપીલ કરી. જોકે, રાજ્ય પંચે પણ જિલ્લા ફોરમના આદેશને માન્ય રાખ્યો હતો. આ પછી મામલો NCDRC સુધી પહોંચ્યો. આ બાબત પર ડૉ. ઇન્દ્રજીત સિંહની આગેવાની હેઠળની NCDRC બેન્ચે કહ્યું, કોઈપણ કાર ખરીદનાર માઈલેજ વિશે માહિતી લે છે. તે વિવિધ વાહનોના માઇલેજની તુલના કરે છે. દાવા અને વાસ્તવિકતા વચ્ચેનો થોડો તફાવત સમજી શકાય છે, પરંતુ આંકડાઓમાં આટલો મોટો તફાવત કાર ખરીદનારને પીડિત/છેતરપિંડીનો અનુભવ કરાવે છે. અમે આ સંબંધમાં 20 ઓક્ટોબર 2004ની જાહેરાત ધ્યાનથી વાંચી છે અને અમે માનીએ છીએ કે તે એક ભ્રામક જાહેરાત છે. ઉત્પાદક અને ડીલર તરફથી આ અયોગ્ય વેપાર પ્રથા છે. આખરે, NCDRCએ અગાઉના નિર્ણયોને સમર્થન આપ્યું હતું અને કહ્યું હતું કે મારુતિ સુઝુકીની જાહેરાતમાં માઇલેજનો દાવો ભ્રામક હતો અને ગ્રાહક અધિકારોનું ઉલ્લંઘન હતું.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ