બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

VTV / ભારત / Marriage Does Not Eclipse Right To Individual Privacy, Autonomy: Karnataka High Court On Wife's RTI Seeking Husband's Aadhar Details

ન્યાયિક / 'આધાર કાર્ડ પર્સનલ, પત્ની પણ ન માગી શકે પતિની જાણકારી'- હાઈકોર્ટનો મહત્વનો ચુકાદો

Hiralal

Last Updated: 08:56 PM, 28 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કર્ણાટક હાઈકોર્ટે એક મહત્વપૂર્ણ ચુકાદામાં એવું કહ્યું કે આધાર કાર્ડ પર્સનલ છે અને પત્ની પણ પતિના આધાર કાર્ડની વિગતો ન માગી શકે.

  • કર્ણાટક હાઈકોર્ટનો ચુકાદો
  • પત્ની પતિ પાસેથી ન માગી શકે આધારની વિગતો
  • આધાર કાર્ડને પર્સનલ ગણાવ્યું, પત્ની પણ ન માગી શકે વિગતો

કર્ણાટક હાઈકોર્ટે એક ચુકાદામાં એવું કહ્યું કે ફક્ત વિવાહિત હોવાના આધારે પત્ની એકલી પોતાના પતિનો આધાર ડેટા ન મેળવી શકે કારણ કાયદા પ્રમાણે આવું કરવું કોઈ શખ્સની પ્રાઈવેસીનું ઉલ્લંઘન છે અને આવા ઉલ્લંઘનની કોઈને પણ મંજૂરી નથી. જસ્ટીસ એસ સુનિલ દત્ત યાદવ અને જસ્ટીસ વિજય કુમારની ખંડપીઠે કહ્યું કે માત્ર લગ્ન કરવાથી આધારકાર્ડ ધારકની ગોપનીયતાના અધિકારને નુકસાન ન થઈ શકે તેના કાર્ડના ડેટાને એક્સેસ કરવા માટે નિર્ધારિત પ્રક્રિયાનું પણ પાલન કરવું જોઈએ.

શું હતો કેસ
કર્ણાટકના હુબલની એક મહિલાની અજી પર હાઈકોર્ટનો ચુકાદો આવ્યો હતો મહિલાએ તેનાથી અલગ રહેતા પતિનો આધાર નંબર અને નોંધણીની વિગતો અને ફોન નંબર માંગ્યા હતા.
મહિલાએ દલીલ કરી હતી કે તેના પતિની વિગતોના અભાવે, તેણીને તેની સામે ફેમિલી કોર્ટના ભરણપોષણના આદેશનો અમલ કરવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. જાણકારી અનુસાર આ કપલે વર્ષ 2005માં લગ્ન કર્યા હતા. આ લગ્નથી તેને એક દીકરી પણ છે. ભરણપોષણ માટે આધાર ન મળતાં મહિલાએ કાયદાનો સહારો લીધો હતો. ત્યારબાદ ફેમિલી કોર્ટે મહિલાના પતિને 10 હજાર રૂપિયા ભરણપોષણ અને દીકરી માટે વધારાના 000 હજાર રૂપિયા આપવાનો આદેશ કર્યો હતો. તેણે કોર્ટને માહિતી આપી હતી કે તેના પતિના અજાણ્યા ઠેકાણા અને તેના છટકી જવાથી ફેમિલી કોર્ટના આદેશને લાગુ કરવામાં પડકારો ઉભા થયા છે. આ કારણોસર મહિલાએ યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા (UIDAI)નો સંપર્ક કરી મદદ માંગી હતી. પરંતુ યુઆઈડીએઆઈએ 25 ફેબ્રુઆરી, 2021 ના રોજ તેની અરજી નામંજૂર કરી હતી. UIDAIએ આધાર એક્ટની કલમ 33 હેઠળ હાઇકોર્ટના જજના નિર્ણયને મહિલાએ પોતાના પતિના આધાર ડેટા જાહેર કરવાની ના પાડવા પાછળનું કારણ ગણાવ્યું હતું. આ પછી મહિલા કોર્ટની સિંગલ બેન્ચ પાસે પહોંચી હતી. 8 ફેબ્રુઆરી, 2023 ના રોજ, મહિલા માટે આ સિંગલ બેંચ તરફથી રાહતનો નિર્ણય આવ્યો હતો. આ પછી કર્ણાટક હાઈકોર્ટની ડિવિઝન બેન્ચે યુઆઈડીએઆઈને આદેશ આપ્યો હતો કે, તે તેના પતિને સાંભળ્યા બાદ ફરી આરટીઆઈ હેઠળ મહિલાની અરજી પર ફેરવિચારણા કરે.

સામા પક્ષને સાંભળ્યા વિના આધાર ડેટા એક્સેસ કરી શકાતો નથી
કર્ણાટક હાઈકોર્ટે ભારપૂર્વક જણાવ્યું છે કે, કલમ 33 હેઠળ, સામા પક્ષને સાંભળ્યા વિના આધાર ડેટા એક્સેસ કરી શકાતો નથી. કર્ણાટક હાઈકોર્ટે આ મામલાને નવી વિચારણા માટે સિંગલ બેંચને પાછો મોકલ્યો હતો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ