ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / Marathi actress Ketaki Chitale arrested for objectionable post against Sharad Pawar

કાર્યવાહી / જાણીતી એક્ટ્રેસને શરદ પવાર વિશે વિવાદિત ટિપ્પણી કરવી મોંઘી પડી, મુંબઈ પોલીસે તાબડતોબ જુઓ શું લીધા એક્શન

Published By: Dhruv

Last Updated: 08:35 AM, 15 May 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શરદ પવાર પર કથિત રીતે વાંધાજનક પોસ્ટ કરવા બદલ થાણે પોલીસે મરાઠી અભિનેત્રી કેતકી ચિટલેની અટકાયત કરી.

ADVERTISEMENT

  • મરાઠી અભિનેત્રી કેતકી ચિટલેની વાંધાજનક પોસ્ટ
  • શરદ પવાર વિશે વિવાદિત ટિપ્પણી કરતા અટકાયત
  • થાણે પોલીસે અભિનેત્રીને કસ્ટડીમાં લઇ લીધી

રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના વડા શરદ પવાર પર કથિત રીતે વાંધાજનક પોસ્ટ કરવા બદલ થાણે પોલીસે મરાઠી અભિનેત્રી કેતકી ચિટલેની અટકાયત કરી છે. થાણે પોલીસે મરાઠી ટીવી અને ફિલ્મોની અભિનેત્રી કેતકી ચિતલેની અટકાયત કરી છે. અભિનેત્રીએ સોશિયલ મીડિયામાં શરદ પવાર વિરુદ્ધ વાંધાજનક પોસ્ટ કરી છે. તેણીએ ટ્વિટર પર શરદ પવાર વિરુદ્ધ વાંધાજનક પોસ્ટ કરી હતી, જ્યાર બાદ થાણે પોલીસ એક્શનમાં આવી ગઇ અને તેને કસ્ટડીમાં લઇ લીધી.  હવે પોલીસ કેતકી ચિલટે વિરુદ્ધ ગુનો નોંધી તેની પૂછપરછ કરશે.

સોશિયલ મીડિયા પર ઘણી વખત વિવાદાસ્પદ પોસ્ટ કરી ચુકી છે

થાણે પોલીસ મરાઠી અભિનેત્રીની પૂછપરછમાં, જાણવા ઇચ્છે છે કે તેણીએ કોના કહેવા પર સોશિયલ મીડિયા પર આવી પોસ્ટ કરી. આ પોસ્ટમાં, મરાઠી અભિનેત્રીએ શરદ પવારના મૃત્યુ વિશે લખ્યું હતું કે તે કોના કહેવા પર આવું કરી રહી છે. જણાવી દઈએ કે, આવું પહેલી વાર નથી થયું કે જ્યારે મરાઠી અભિનેત્રી કેતકી ચિટલેએ સોશિયલ મીડિયા પર વિવાદાસ્પદ પોસ્ટ કરી હોય. આ પહેલાં પણ તેણી સોશિયલ મીડિયા પર ઘણી વખત વિવાદાસ્પદ પોસ્ટ કરી ચુકી છે. રાજ્ય મહિલા આયોગના ચેરપર્સન રૂપાલી પાટીલે પણ કેતકી સામે કડક કાર્યવાહીની માંગ કરી છે.

ફરિયાદ પર સાયબર સેલે વિવાદાસ્પદ ટ્વિટની નોંધ લીધી

નિખિલે પોતાના ટ્વિટમાં કહ્યું હતું કે, 'બારામતીના ગાંધી માટે બારામતીના નાથુરામ ગોડસે બનાવવાનો સમય આવી ગયો છે. જો કે, તેઓએ ટ્વિટમાં કોઈ નેતા કે રાજકીય પક્ષના નામનો ઉલ્લેખ નથી કર્યો. રાજ્યના પુણે જિલ્લાનું એક શહેર બારામતી એ શરદ પવારનું ગૃહક્ષેત્ર છે. મહાત્મા ગાંધીનો હત્યારો ગોડસે પણ આ શહેરનો જ હતો. અધિકારીએ કહ્યું કે, 'ટ્વિટ તપાસ્યા બાદ મહારાષ્ટ્ર સાયબર સેલે આગળની કાર્યવાહી માટે નાસિક ગ્રામીણ પોલીસને જાણ કરી.'

કલમ 153 (A), 500 (બદનક્ષી), 504 અને 506 હેઠળ કેસ દાખલ

અધિકારીએ જણાવ્યું કે, ભામરે પર ભારતીય દંડ સંહિતા (આઈપીસી) કલમ 153 (A) (વિવિધ જૂથો વચ્ચે દુશ્મનાવટને પ્રોત્સાહન આપવું), 500 (બદનક્ષી), 504 (શાંતિ ભંગને ઉશ્કેરવાના હેતુથી ઈરાદાપૂર્વક અપમાન), 506 (ગુનાહિત ધમકી) હેઠળ આરોપ મૂકવામાં આવ્યો હતો. આ અગાઉ રાકાંપા નેતા આનંદ પરાંજપેએ ભામરે વિરુદ્ધ થાણે શહેરના નૌપાડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી, જ્યાર બાદ તેઓની વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો હતો. મહારાષ્ટ્રના મંત્રી અને રાંકાપા નેતા જિતેન્દ્ર આવ્હાડે પણ મુંબઈ અને થાણેના પોલીસ કમિશનરો અને રાજ્યના પોલીસ મહાનિર્દેશકને ભામરે વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવા માટે ટ્વિટ કર્યું હતું.

સંકળાયેલા મુદ્દાઓ

Ketaki Chitale arrest Sharad Pawar marathi actress objectionable post Ketaki Chitale arrested

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ