બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / બાંગ્લાદેશમાં રાજકીય ઉથલપાથલ, ચૂંટણી પહેલા NCP એ જમાત સાથે હાથ મિલાવ્યા, અનેક નેતાઓએ પક્ષ છોડ્યો

વિખવાદ / બાંગ્લાદેશમાં રાજકીય ઉથલપાથલ, ચૂંટણી પહેલા NCP એ જમાત સાથે હાથ મિલાવ્યા, અનેક નેતાઓએ પક્ષ છોડ્યો

Published By: Mit Soni

Last Updated: 11:07 PM, 28 December 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બાંગ્લાદેશની નવી બનેલી પાર્ટી નેશનલ સિટિજન્સ પાર્ટીને આગામી સામાન્ય ઈલેક્શન માટે જમાત-એ-ઈસ્લામીના નેતૃત્વ વાળા ગઠબંધનમાં શામેલ થવાનો નિર્ણય લીધો છે. જે બાદ પાર્ટીમાં અંદોર અંદર ખટરપટર સામે આવી છે. વિદ્યાર્થી આંદોલનમાંથી નીકળેલી પાર્ટીમાં કેટલાક મોટા મોઢા, ખાસકરીને મહિલા નેતા આ નિર્ણયથી રાજીનામું આપી ચુકી છે. જેમાં ડો. તસનીમ જારા અને સંયુક્ત સંયોજક તાઝનુવા જબીન શામેલ છે.

બાંગ્લાદેશની નવી બનેલી નેશનલ સિટિજન્સ પાર્ટીએ આગામી સામાન્ય ઈલેક્શન માટે જમાત-એ-ઈસ્લામી નેતૃત્વ વાળા ગઠબંધનમાં શામેલ થયા બાદ ઔપચારીક એલાન કરી દીધુ છે. આ ગઠબંધનનું એલાન જમાત-એ-ઈસ્લામના અમીર શફીકુર રહેમાને કર્યું છે. જેની પૃષ્ઠી બાંગ્લાદેશી મીડિયા રિપોર્ટસમાં કરવામાં આવી છે.

NCP ની શરૂઆત આ વર્ષે કરવામાં આવી હતી અને આ પાર્ટી વિદ્યાર્થી નેતાઓએ બનાવી હતી. જેઓએ પહેલા શેખ હસીના સરકાર સામે થયેલા આંદોલનની આગેવાની કરી હતી. પરંતુ NCPનું ઈસ્લામિક પાર્ટી જમાત-એ-ઈસ્લામીના નેતૃત્વમાં ગઠબંધનમાં શામેલ થવાનો નિર્ણય પાર્ટીમાં અંદોરો અંદર બબાલ પેદા કરી રહ્યું છે.

આ નિર્ણય બાદ વિદ્યાર્થી નેતૃત્વ વાળી આ નવી પાર્ટીના કેટલાક મોટા માથાઓ નારાજ થઈ ગયા છે. અને ખાસ કરીને મહિલા નેતાઓને વિરોધમાં આવીને રાજીનામા આપવાનું શરૂ કરી દીધુ છે. પાર્ટીમાં શામેલ પાર્ટી પ્રમુખ ડો તસનીમ જારાને NCPમાંથી અલગ થવાનો નિર્ણય લીધો છે. તેમને કહ્યું કે તેઓ પાર્ટી છોડીને આગામી ઈલેક્શન અપક્ષ ઉમેદવાર તરીકે લડશે.

જમાત-એ-ઈસ્લામી સાથે ગઠબંધનનો નિર્ણય લીધા બાદ NCPમાં રાજીનામાનો દોર શરૂ થઈ ગયો છે. નાહિદ ઈસ્લામના નેતૃત્વમાં પાર્ટીમાંથી કેટલાક નેતાઓએ આ નિર્ણયને કારણે NCPમાંથી રાજીનામા આપી દીધા છે. જોકે પાર્ટીની અંગદ ઈલેક્શનને લઈને સમર્થનમાં મોટી સંખ્યામાં નેતાઓ સામે આવ્યા છે.

NCPમાં રાજીનામા પડવાના શરૂ થયા

એક રિપોર્ટ અનુસાર NCPના કેન્દ્રિય સમિતીના 30 નેતાઓએ નાહિદ ઈસ્લામને પત્ર લખીને જમાત સાથે કોઈ પણ પ્રકારના પત્રો લખીને ગઠબંધનનો વિરોધ કર્યો. અન્ય એક રિપોર્ટ અનુસાર NCPની કેન્દ્રિય સમિતીએ 170 થી વધારે નેતાઓએ જમાત-એ- ઈસ્લામી સાથે ગઠબંધનના નિર્ણયને સમર્થન કર્યું હતું.

વધુ વાંચો: માઉન્ટ આબુમાં હાડ થીજવતી ઠંડીમાં ગુજરાતીઓને પડી મોજ, પારો ગગડીને માઈનસ 3°C

રવિવારે NCPની સંયુક્ત સંયોજક તાજનુવા જબીને પણ રાજીનામુ આપી દીધુ છે. તેમને ફેસબુક પોસ્ટમાં કહ્યું કે પાર્ટીની નીતિગત પ્રક્રિયા અને જમાત સાથે ગઠબંધન કર્યા બાદ તે નારાજ છે, આ પહેલા 25 ડિસેમ્બરે NCPના વરિષ્ઠ નેતા અને જમાત વિરોધી જૂથના પ્રમુખ મીર અર્શાદુલ હકને પણ પાર્ટીમાંથી રાજીનામુ આપી દીધું છે. પાછળના એક અઠવાડીયાથી પાર્ટીમાંથી રાજીનામું આપવાની લાઈનો લાગી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

NCP Jamaat-e-Islami Bangladesh

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ