બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / માઉન્ટ આબુમાં હાડ થીજવતી ઠંડીમાં ગુજરાતીઓને પડી મોજ, પારો ગગડીને માઈનસ 3°C

મજા / માઉન્ટ આબુમાં હાડ થીજવતી ઠંડીમાં ગુજરાતીઓને પડી મોજ, પારો ગગડીને માઈનસ 3°C

Published By: Mit Soni

Last Updated: 10:30 PM, 28 December 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હાલ દેશમાં ઠંડીનો પારો હાઈ છે. ત્યારે રાજસ્થાનનું એક માત્ર હિલ સ્ટેશન માઉન્ટ આબુના તાપમાનમાં પણ ઘટાડો થયો છે જેને લઈને હાલ આબુમાં લોકોનું ઘોડાપૂર ઉમટ્યું છે. ન્યૂ યરની સેલિબ્રેશન માટે કલાકરોથી લઈને દરેક લોકો આબુની મોજ માણી રહ્યા છે.

રાજસ્થાનનું એકમાત્ર હિલ સ્ટેશન છે માઉન્ટ આબુ. અહિં લોકો ફરવા અને માઈન્ડ ફ્રેશ કરવા માટે આવતા હોય છે. માઉન્ટમાં 4 દિવસની અંદર ઠંડીનો ભારે ચમકારો જોવા મળ્યો છે. 24 કલાકની અંદર તાપમાનમાં 2°Cનો ઘટાડો જોવા મળ્યો છે. હવે ઠંડીનો પારો ઘટીને 3°Cએ પહોંચી ગયો છે. ભારે ઠંડીને કારણે માઉન્ટ આબુમાં હિમવર્ષા જેવી સ્થિતીનું નિર્ણાણ થયું છે. જેને કારણે માઉન્ટ આબુ મિની કાશ્મિરમાં ફેરવાઈ ગયુ હોય તેવુ લાગી રહ્યું છે. શરદ મહોત્વ અને ન્યૂ યર સેલિબ્રેશન માટે હજારો લોકોની ભીડ અહીં જામી ગઈ છે. લોકો અહીં ઠંડીની મજા માણી રહ્યા છે, અને નકી લેક ખાતે પણ વિવિધ એડવેન્ચર એક્ટિવીટી કરી રહ્યા છે.

નકી લેક અને અન્ય સ્થળોએ પ્રવાસીઓ ઉમટ્યા

માઉન્ટ આબુના વિવિધ પર્યટક સ્થળોએ માનવ મહેરામણ ઉમટ્યું છે, હિતમજી, મઝગાંવ અને સાલગાંવ જેવા વિસ્તારોમાં બરફના થર જોવા મળી રહ્યા છે. ખાસ કરીને મોર્નિગના સમયે ઘરના આંગણામાં, બગીચા સહિત વિવિધ સ્થળોએ જાણે બરફની સફેદ ચાદર પથરાઈ ગઈ હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. છેલ્લા બે દિવસમાં ગુજરાત સહિત દેશભરમાંથી 30 હજારથી વધુ લોકો અહીં આવ્યા હતા. સનસેટ જોવા માટે લોકો નકી લેક અને અન્ય પર્યટન સ્થળોએ ઠંડીની મજા માણતા જોવા મળી રહ્યા છે.

vtv app promotion

ઠંડીને કારણે શાળામાં વેકેશન

માઉન્ટમાં વધુ પડતી ઠંડી પડવાને કારણે સ્કુલ અને કોલેજોમાં વેકેશન જાહેર કરી દેવામાં આવ્યું છે. માઉન્ટ આબુની English medium સ્કુલોમાં 15 ફેબ્રુઆરી સુધી વેકેશન જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે સરકારી સ્કુલો 1 જાન્યુઆરીથી ફરી શરૂ કરવામાં આવશે. જો ઠંડી વધુ પડશે અને 'રેડ' કે 'યલો' એલર્ટ હશે તો તેના આધારે કલેક્ટર સ્કુલોના સમયમાં ફેરફાર અને રજાઓ અંગે નિર્ણય લેશે.

વધુ વાંચો: ટ્રમ્પનો ટેરિફ દાવ ઉલટો પડ્યો, USમાં ધડાધડ કંપનીઓએ ફૂંક્યું દેવાળું, 15 વર્ષનો રેકોર્ડ તૂટ્યો

શરદ મહોત્સવ અને ન્યૂ યર સેલિબ્રેશનનું આયોન

માઉન્ટ આબુમાં નવા વર્ષની ઉજવણી માટે ખાસ શરદ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ મહોત્સવ સોમવારથી બુધવાર સુધી ચાલશે. રાજસ્થાન પ્રવાસન વિભાગ, મ્યુનિસિપલ કોર્પોરેશન અને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આ આયોજન કરવામાં આવ્યું છે. 29 અને 30 ડિસેમ્બર દરમિયાન રાજસ્થાનના વિવિધ કલાકારો પર્ફોમન્સ કરશે. 31 ડિસેમ્બરે ન્યૂ યરની પૂર્વ સંધ્યાએ બોલિવૂડ અને આંતરરાષ્ટ્રીય કલાકારોના પર્ફોમન્સ સાથે 2025ના વર્ષને બાય-બાય કરવામાં આવશે. આ આયોજનને લઈને માઉન્ટ આબુમાં વધુ પ્રવાસીઓ આવે તેવી શક્યતાઓ છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Mount Abu Temperature Drop Rajasthan Hill Station Mount Abu Cold Weather

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ