બ્રેકિંગ ન્યુઝ
VTV / many changes will be seen in country from 1st april
Jaydeep Shah
Last Updated: 11:28 AM, 27 March 2022
ADVERTISEMENT
1 એપ્રિલથી થશે દેશમાં મોટા બદલાવ
દર માહિનાની પહેલી તારીખે કોઈને કોઈ નાના મોટા ફેરફારો જોવા મળે જ છે. માર્ચ મહિનો પૂરો થવામાં જ છે અને એક એપ્રિલથી નવું ફાઈનાન્સિયલ યર શરુ થવા જઈ રહ્યું છે. આવામાં મહિનાની શરૂઆત મોટા ફેરફારો સાથે થશે. એમાં જ્યાં એક તરફ પીએફ ખાતાથી લઈને જીએસટી સુધીના નિયમો બદલાઈ જશે. તો બીજી બાજુ ક્રિપ્ટોમાં રોકાણ કરનાર પર ટેક્સ લગાવાશે. એટલું જ નહી, એક એપ્રિલથી મોંઘવારીનાં મોરચા પર પણ લોકોને ઝટકો લાગવાનો છે. આવો આવા નાના મોટા બદલાવો પર નજર ફેરવીએ, જે તમને સીધા પ્રભાવિત કરશે.
ADVERTISEMENT
પીએફ અકાઉન્ટ પર ટેક્સ
એક એપ્રિલ 2022થી જે સૌથી મોટા બદલાવ થવા જઈ રહ્યા છે, તેમાંથી મુખ્ય છે પીએફ ખાતા પર ટેક્સ. કેન્દ્રીય પ્રત્યક્ષ બોર્ડએ Income-tax Rule 2021ને લાગૂ કરવાનો નિર્ણય કર્યો છે. એટલે કે ઈપીએફ ખાતામાં 2.5 લાખ રુપિયા સુધી ટેક્સ ફરે યોગદાનના કેપ લગાવવામાં આવી રહ્યા છે. જો આનાં કરતા વધારે યોગદાન કરવામાં આવ્યું, તો વ્યાજનાં દર પર ટેક્સ લાગશે. જ્યારે સરકારી કર્મચારીઓનાં જીપીએફમાં ટેક્સ ફ્રી યોગદાનની સીમા 5 લાખ સુધીની છે.
ક્રિપ્ટોથી કમાણી પર ટેક્સ
ADVERTISEMENT
નવા ફાઈનાન્સિયલ યરનાં પહેલા દિવસે એટલે એક એપ્રિલથી મોટો બદલાવ ક્રિપ્ટો પર લાગનાર ટેક્સનો છે. બજેટ 2022- 23માં નિર્મલા સીતારમણએ બધા વર્ચ્યૂઅલ ડિજિટલ એસેટ કે ક્રિપ્ટો એસેટ પર 30 ટકા ટેક્સનું એલાન કર્યું હતું. આ હેઠળ જો ક્રિપ્ટો એસેટ વેચવા પર રોકાણકારોને ફાયદો થશે, તો સરકારને ટેક્સ આપવો પડશે. આ સાથે જ જ્યારે જ્યારે કોઈ ક્રિપ્ટો એસેટ વહેંચે છે, તો તેના વેંચાણ પર એક ટકાનાં દરથી ટીડીએસ લાગશે.
દવાઓ પર વધારે ખર્ચ
ADVERTISEMENT
સામાન્ય માણસોને દવાઓ પર ખર્ચ વધવાનો છે. મોંઘવારીની મારથી પરેશાન લોકો માટે એક એપ્રિલથી દવાઓ ખરીદવી મોંઘી થઇ જશે. રિપોર્ટ અનુસાર, 800 આવશ્યક દવાઓની કિંમતોમાં 10.7 ટકાનો વધારો થવાનો છે. આમાં તાવની દવા પેરાસીટામોલ પણ સામેલ છે.
પોસ્ટઓફિસ યોજના નિયમો
ADVERTISEMENT
પોસ્ટઓફિસની માસિક કમાણી યોજના, વરિષ્ઠ નાગરિક બચત યોજના કે પોસ્ટઓફિસમાં ટર્મ ડિપોઝીટમાં રોકાણ સાથે જોડાયેલા નિયમો પણ બદલાવા જઈ રહ્યા છે. આ સ્કીમોમાં વ્યાજની રકમ એક એપ્રિલથી રોકડ નહિ મળે. આ માટે તમારે બચત ખાતું ખોલાવવું પડશે. આ ઉપરાંત, જે ગ્રાહકોએ પોતાના પોસ્ટ ઓફિસ ખાતા કે બેંક ખાતાને પોતાની આ યોજનાઓ સાથે લિંક નથી કર્યા અને આવા મામલાઓમાં વ્યાજ પેમેંટ નથી થઇ રહ્યું. એટલા માટે તેને લિંક કરવા જરૂરી છે.
ઈ-ચલાનને લઈને નિયમો સરળ
સીબીઆઈસીએ જીએસટી હેઠળ ઈ-ચલાન જાહેર કરવા માટે ટર્નઓવર સીમાને પહેલા નક્કી સીમા 50 કરોડથી ઘાટાડીને 20 કરોડ કરી છે. આ નિયમ પણ એક એપ્રિલથી લાગૂ થશે.
ADVERTISEMENT
એક્સીસ બેંક
એક્સીસ બેંકમાં ગ્રાહકોને સેલરી અથવા સેવિંગ અકાઉન્ટ છે, તો તેમના માટે 1 એપ્રિલ 2022થી નવા નિયમો લાગૂ થવા જઈ રહ્યા છે. બેંકે બચત ખાતામાં મિનીમમ બેલેંસ 10 હજારથી 12 હજાર કર્યું છે.
ગેસ સિલીન્ડરનાં ભાવ વધારો
દર મહિનાની જેમ એપ્રિલનાં પહેલા દિવસે પણ ગેસ સીલીન્ડરનાં ભાવમાં બદલાવ થઇ શકે છે. જે પ્રકારે દેશમાં પેટ્રોલ - ડીઝલનાં ભાવમાં દિવસેને દિવસે વધારો જોવા મળી રહ્યો છે, સંભાવના જતાવવામાં આવી રહી છે કે એક વાર ફરી ગેસ સીલીન્ડરના ભાવમાં વૃદ્ધિ જોવા મળી શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.