બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / manoj muntashir interview on film adipurush Dialogue

બોલિવૂડ / '...નહીં તો બે જ દિવસમાં 200 કરોડની કમાણી કેવી રીતે થાય?', 'આદિપુરૂષ' વિવાદ મુદ્દે મનોજ મુંતશિરે જુઓ શું કહ્યું

Arohi

Last Updated: 09:35 AM, 19 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Film Adipurush Dialogue: પ્રભાસ અને કૃતિ સેનન ફિલ્મ 'આદિપુરૂષ' પર શરૂ થયેલો વિવાદ હવે રોકાવવાનું નામ નથી લઈ રહ્યો. આ ફિલ્મના ડાયલોગ્સને લઈને સોશિયલ મીડિયા પર ખૂબ જ આક્રોસ જોવા મળી રહ્યો છે. મેકર્સે તેને બદલવાનો નિર્ણય કર્યો છે.

  • 'આદિપુરૂષ' પર શરૂ થયો છે વિવાદ 
  • ડાયલોગ્સને લઈને સોશિયલ મીડિયા પર આક્રોસ 
  • જાણો ડાયલોગ્સને લઈને શું કહ્યું મનોજ મુંતશિરે 

પ્રભાસ અને કૃતિ સેનનની ફિલ્મ 'આદિપુરૂષ' પર શરૂ થયેલો વિવાદ બંધ થવાનું નામ નથી લઈ રહ્યો. આ ફિલ્મના ડાયલોગ્સને લઈને સોશિયલ મીડિયા પર ખૂબ જ વિરોધ કરવામાં આવ્યો છે જેના બાદ હવે મેકર્સે તેને બદલવાનો નિર્ણય કર્યો છે. તેના વિશે ફિલ્મના રાઈટર મનોજ મુંતશિરે એક ઈન્ટરવ્યૂમાં વાત કરી. 

બાળકો માટે બનાવી છે ફિલ્મ 
મનોજ મંતુશિર કહે છે, "ફિલ્મનું લક્ષ્ય સનાતનની કથાને ભગવાન શ્રીરામની જે એપિક સ્ટોરી છે તે બાળકો સુધી પહોંચાડવાનું છે. આ ફિલ્મ તે કરી રહી છે જે તેને કરવાનું હતું. બાળકો પોતાના અસલી નાયકોને જાણો. આપણે આવા સમયમાં છીએ જ્યાં એક્સપોઝર ખૂબ જ વધારે છે. બાળકોના દિલ-દિમાગ પર હોલીવુડના કેરેટર રૂલ કરે છે. બાળક હલ્ક અને સુપરમેનને જાણે છે પરંતુ હનુમાન અને અંગદને નહીં. અમારો પ્રયત્ન હતો કે જે આપણા પાત્ર છે તેને બાળકો પણ ઓળખે. જે યુવા વર્ગ છે તે પણ આ ફિલ્મને જુએ."

લોકો ટિકિટ કરી રહ્યા છે કેન્સલ 
જ્યારે તેમને પુછવામાં આવ્યું કે ઘણા લોકો છે જે પોતાની ટિકિટ કેન્સલ કરી રહ્યા છે. ઘણા લોકોનું કહેવું છે કે આ બાળકોના જોવા લાયક ફિલ્મ નથી. અમુક સીન્સ પર દર્શકોને આપત્તિ છે. અમુક ડાયલોગ પર આપત્તિ છે. તેના પર તમારો શું મંતવ્ય છે? મનોજ મુંતશિરે જણાવ્યું કે, "ઘણા ઓછા લોકો છે. હું સંપૂર્ણ આંકડો ન આપી શકૂ. પરંતુ જો તમે પણ જઈને બુક માય શો પર જુઓ તો આખુ ભારત તમને ભગવામાં જ મળશે. ખૂબ જ ઝડપથી સીટ બુક થઈ રહી છે. બે દિવસમાં અમારૂ જે કલેક્શન છે. તે લોકોએ આવીને ફિલ્મ જોઈએ નહીં તો બે દિવસમાં પિક્ચર 200 કરોડની કમાણી કઈ રીતે કરત."

ડાયલોગ્સમાં ફેરફારને લઈને કહી આ વાત 
મનોજ મુંતશિરે કહ્યું કે તેમણે ફિલ્મના ડાયલોગને આ અંદાજમાં એટલે લખ્યા હતા કારણ કે બાળક તેમને કનેક્ટ કરી શકે. સમજી શકે. એવામાં તેમને પુછવામાં આવ્યું કે તેના પહેલાની આ ફિલ્મ બાળકો સુધી પહોંચે તેમના ડાયલોગ બદલી દેવામાં આવશે. તો તે પ્રયત્ન હતો કે બાળકો સાથે કનેક્ટ કરવાની તો તે ક્યાંકને ક્યાંક ફેલ થતી જોવા મળી રહી છે. જો તમે ડાયલોગ બદલી રહ્યા છો તો શું તમને લાગે છે કે હવે યંગ જનતા આ ફિલ્મને કનેક્ટ નહીં કરી શકે? 

જવાબમાં તેમણે કહ્યું, 'ફિલ્મમાં ફક્ત 5 ડોયલોગ છે. એક ફિલ્મ 4000 હજાર ડાયલોગથી મળીને બને છે. જો 5 ડાયલોગને પસંદ નથી કરવામાં આવ્યા તો 3995 ડોયલોગને પસંદ પણ કરવામાં આવ્યા છે. 4000માંથી 5 બદલવાથી કંઈ ફેર નહીં પડે. જે આપત્તિજનક શબ્દ છે. તેનાથી જનતાને મુશ્કેલી છે અમે બસ તેને બદલી નાખીશું. 3995 ડાયલોગ્સને જનતાએ પોતાનો પ્રેમ આપ્યો છે. '

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ