બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / manmohan singh writes letter to pm narendra modi

દિલ્હી / મનમોહન સિંહે PM મોદીને લખ્યો પત્ર, કોરોનાથી લડવા માટે સૂચવ્યા 5 સૂચન

Kavan

Last Updated: 07:45 PM, 18 April 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દેશમાં આ દિવસોમાં કોરોનાવાયરસ ખૂબ જ ઝડપથી પ્રસરી રહ્યો છે. દરરોજ, કોરોના સંક્રમણના નવા કેસો સામે આવી રહ્યા છે. આ સાથે મોટી સંખ્યામાં લોકો પણ મરી રહ્યા છે. આ દરમિયાન પૂર્વ વડા પ્રધાન મનમોહનસિંહે પણ દેશમાં કોરોના રોગચાળાની સ્થિતિ વધુ ખરાબ થવા પર ચિંતા વ્યક્ત કરી છે. આ સાથે તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને એક પત્ર પણ લખ્યો છે.

  • ભારતમાં કોરોના સંક્રમણમાં ઉછાળો 
  • PM મોદીને મનમોહનસિંહે લખ્યો પત્ર 
  • કેટલા ટકા લોકોને રસી આપવામાં તેના પર ધ્યાન આપવું જોઇએ

આ પત્રમાં તેમણે કોરોના સામે લડવા માટે મહત્વપૂર્ણ સૂચનો આપ્યા છે. તેમણે કહ્યું છે કે કોરોનાને પહોંચી વળવા માટે દેશમાં રસીકરણમાં વધારો કરવાની જરૂર છે.

શું લખ્યું પત્રમાં ? 

PM મોદીને લખેલા પત્રમાં ડો.મનમોહનસિંહે કહ્યું છે કે સરકારે જાહેર કરી દેવું જોઈએ કે કઇ રસી ઉત્પાદક કંપનીઓને આગામી 6 મહિના માટે કેટલી રસીના ડોઝનો આર્ડર આપ્યો છે. તેમનું કહેવું છે કે, જો આપણે આ 6 મહિનાના સમયગાળામાં નિશ્ચિત સંખ્યામાં લોકોને રસી આપીશું, તો આપણે આ માટે પૂરતા ડોઝ મંગાવવાની જરૂર છે. જેથી તે સમયસર અમને ઉપલબ્ધ થઈ શકે.

coronavirus cases latest updates new cases and -new deaths in india

કેટલા ટકા લોકોને રસી આપવામાં તેના પર ધ્યાન આપવું જોઇએ

મનમોહનસિંહે એવું પણ સૂચન આપ્યું છે કે સરકારે કોરોનાના આ રસી ડોઝ રાજ્યોમાં કેવી રીતે વહેંચવામાં આવશે તે પણ વ્યક્ત કરવું જોઈએ. મનમોહનસિંહે કહ્યું છે કે કેટલા લોકોને રસી આપવામાં આવી છે તે જોવાને બદલે આપણે કેટલી ટકા વસ્તીને રસી અપાઇ છે તેના પર ધ્યાન આપવું જોઈએ.

તેમણે કહ્યું છે કે સરકારને રાજ્યોમાં ફ્રન્ટલાઈન કામદારોની કેટેગરી નક્કી કરવાની છૂટ હોવી જોઈએ. જેથી આવશ્યક સેવાઓમાં રોકાયેલા તે ફ્રન્ટલાઈન કામદારોને પણ રસી આપવામાં આવે છે જે 45 વર્ષથી ઓછા છે અને રાજ્ય સરકારો દ્વારા તેમને ફ્રન્ટલાઈન કામદારોની કેટેગરીમાં મૂકવામાં આવ્યા છે.

મનમોહનસિંહે પોતાના પત્રમાં કહ્યું છે કે ભારત વિશ્વનો સૌથી મોટો રસી ઉત્પાદક દેશ તરીકે ઉભરી આવ્યો છે. હું તેની પ્રશંસા કરું છું. સરકારે રસી ઉત્પાદક કંપનીઓને જરૂરી ભંડોળ અને અન્ય સહાય પૂરી પાડવી જોઈએ જેથી રસીનું ઉત્પાદન મોટી સંખ્યામાં ચાલુ રહે. તેમણે કહ્યું છે કે આ સમયે કાયદામાં જરૂરી લાઇસન્સ આપવાની જોગવાઈઓ લાવવી જોઈએ જેથી વધુમાં વધુ કંપનીઓ લાઇસન્સ હેઠળ રસી પેદા કરી શકે.

24 કલાકમાં 2.60 લાખ કેસ નોંધાયા  

દેશમાં કોરોનાના સંક્રમણનો કહેર સતત વધી રહ્યો છે. છેલ્લા 3 દિવસથી રોજ 2 લાખથી વધુ નવા કેસ આવવાની સાથે આજે આ આંક 2.60 લાખ સુધી પહોંચી ચૂક્યો છે. છેલ્લા 24 કલાકની વાત કરીએ તો લગભગ 1500થી વધારે લોકોના મોત થયા છે. દેશમાં 2.60 લાખ નવા કેસના આવતાં જ ગઈકાલના કેસની સરખામણીએ 11. 5 ટાકનો વધારો જોવા મળ્યો છે. 

ભારતમાં દરરોજ નવા રેકોર્ડ તોડી રહ્યો છે કોરોના

ગઈકાલે એક દિવસમાં દેશમાં કોરોનાના નવા કેસ 2 લાખ 60 હજાર 533 આવ્યા છે. એક દિવસમાં દેશમાં કોરોનાથી રિકવર દર્દીની સંખ્યા 1 લાખ 38 હજાર 156 પહોંચી છે. તો સાથે જ દેશમાં એક દિવસમાં કોરોનાથી 1 હજાર 492 લોકોના મૃત્યુ પણ થયા હોવાનું સામે આવ્યું છે. ભારતમાં કોરોનાના એક્ટીવ કેસ 17 લાખ 93 હજાર 976 થઈ ચૂક્યા છે. ભારતમાં કોરોનાના કુલ કેસ 1 કરોડ 47 લાખ 82 હજાર 461 થયા છે. દેશમાં કોરોનાથી રિકવર દર્દીની કુલ સંખ્યા 1 કરોડ 28 લાખ 5 હજાર થઈ છે. 

કોરોનાથી રિકવરી રેટ ઘટ્યો

કોરોનાથી ચેપગ્રસ્ત લોકોની રિકવરીનો રેટ ઘટીને 87.23 ટકા થયો છે. કોરોનાથી રિકવર થયેલા લોકોની સંખ્યા વધીને 1,26,71,220 પર પહોંચી ગઈ છે અને મૃત્યુ દર ઘટીને 1.21 ટકા થઈ ગયો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ