બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / અજબ ગજબ / Man Drenches Bike in Petrol At Fuel Station

રિલ્સ માટે કૂછ ભી / VIDEO : બંદાનું કામ તો જુઓ, પંપ પર ટાંકી ફૂલ કરાવીને બાઈકને પેટ્રોલથી નવડાવી નાખી, છે કોઈ કિંમત?

Hiralal

Last Updated: 10:49 PM, 29 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

યુપીના અમરોહામાં એક યુવાનને ટાંકી ફૂલ કરાવીને બાઈકને પેટ્રોલથી નવડાવી નાખ્યાંનો વીડિયો વાયરલ થયો છે.

 

  • રિલ્સ માટે લોકો કોઈ પણ હદે જવા તૈયાર
  • યુપીના અમરોહામાં યુવાનનો વીડિયો વાયરલ
  • ટાંકી ફૂલ કરીને બાઈકને પેટ્રોલથી નવડાવી નાખ્યું 

આજકાલ યુવાનો પર રીલ્સ અને વીડિયો બનાવવાની લત એટલી બધી થઈ ગઈ છે કે ઘણી વખત તેઓ પોતાનો જીવ જોખમમાં મૂકી દે છે. સોશિયલ મીડિયા પર કેટલીક લાઈક્સ અને કોમેન્ટ્સ મેળવવા માટે તેઓ તેના પરિણામો કેટલા ખતરનાક હોઈ શકે છે તેની ચિંતા કર્યા વિના જોખમી વસ્તુઓ પણ કરે છે. આવું જ કંઇક યુપીના અમરોહામાં જોવા મળ્યું, જ્યાં એક યુવક પોતાની મોંઘી બાઈક લઇને પેટ્રોલ પંપ પર પહોંચે છે અને પછી ટાંકી ફૂલ કરાવીને પંપની નોઝલથી બાઈકને પેટ્રોલથી નવડાવી નાખી હતી. 

જાણે પાણીથી બાઈક ધોતો હોય 
આ વીડિયો અમરોહાના હસનપુરમાં સ્થિત પેટ્રોલ પંપ પરથી જણાવવામાં આવી રહ્યો છે. જેમાં એક યુવકના હાથમાં પેટ્રોલની નોઝલ જોવા મળે છે. શરૂઆતમાં તે પોતે નોઝલથી પેટ્રોલ રેડતો જોવા મળે છે, જેવી તેની બાઇકની ટાંકી ભરાઇ જાય છે, યુવક પોતાની બાઇકને પેટ્રોલથી નવડાવવા લાગે છે. જાણે કે તે પેટ્રોલ નહીં પણ પાણીથી બાઈક ધોઈ રહ્યો હોય. નવાઈની વાત એ છે કે આ બધું તેણે રીલ બનાવવાની પ્રક્રિયામાં કર્યું હતું. આ આખો વીડિયો પણ તેણે કે તેના એક સાથીએ રેકોર્ડ કર્યો હતો, જે બાદ તેણે સોશિયલ મીડિયા પર વાયરલ કરી દીધો હતો. 

પોલીસે આરોપીની ધરપકડ કરી 
આ વીડિયો વાયરલ થયા બાદ તેને લઇને અનેક સવાલો ઉઠી રહ્યા છે. લોકોનું કહેવું છે કે આ ઘણું ખતરનાક હોઇ શકે છે, થોડી ભૂલના કારણે બાઇકમાં આગ લાગી શકે છે, જેનાથી પેટ્રોલ પંપને પણ નુકસાન થઇ શકે છે. રીલમાં કોઈ મોટો અકસ્માત થઈ શકે છે. ઘણા લોકોએ તેને અમરોહા પોલીસને ટેગ કરીને કાર્યવાહીની માંગ કરી છે. આ વીડિયોની નોંધ લઇ પોલીસ પણ એક્શનમાં આવી ગઇ હતી. વીડિયોના આધારે પોલીસે આરોપી યુવકની ધરપકડ કરી લીધી છે. તેની સામે આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ