બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 10:43 AM, 17 December 2024
ઘણા લોકો અંધશ્રદ્ધામાં હજુ વિશ્વાસ રાખે છે, છેવટે પરિણામ પર અંધશ્રદ્ધા જેવા જોવા મળે છે. એક યુવકે અંધશ્રદ્ધામાં ફસાઈને મરગીનું બચ્ચું ગળી લીધું. પોસ્ટમૉર્ટમ દરમિયાન તેના ગળામાંથી બચ્ચું બહાર કાઢવામાં આવ્યું હતું. મળતી માહિતી મુજબ, તેણે પુત્રની ઈચ્છા રાખી હતી, જે 15 વર્ષ પછી પૂરી થઈ.
ADVERTISEMENT
છત્તીસગઢના સુરગુજામાં અંધશ્રદ્ધામાં ફસાયેલા એક યુવકે પુત્ર પ્રાપ્તિની મન્નત રાખી હતી અને આ મન્નત પૂરી કરવા, યુવકે જીવતું મરઘીનું બચ્ચું ગળી લીધું. બચ્ચું તેના શ્વાસનળીમાં એવી રીતે અટવાઈ ગયું કે, ન તો તે બચ્ચું ગળી શક્યો અને ન તો તે બચ્ચાંને બહાર કાઢી શક્યો. છેવટે ગૂંગળામણથી તેનું મૃત્યુ થયું હતું. આ ઘટના 14મી ડિસેમ્બરના રોજ બનેલ છે.
ADVERTISEMENT
મળતી માહિતી મુજબ, દારીમા પોલીસ સ્ટેશન વિસ્તારના ગામ છિંદકલોનો રહેવાસી આનંદ યાદવ લગ્નના 15 વર્ષ બાદ પાંચ મહિના પહેલા પિતા બન્યો હતો. તે માનતો હતો કે તે વળગાડ થકી જ પિતા બન્યો છે. ઘટનાના પાંચ દિવસ પહેલા તો પુત્રનું મુંડન (બાબરી) કરવામાં આવ્યું હતું.
વધુ વાંચો ગરમ કપડાંને ધોવામાં ન કરતાં આ ભૂલો, બ્રાન્ડેડ સ્વેટર પણ લાગશે જૂના જેવા
પોસ્ટમૉર્ટમમાં બચ્ચાને બહાર કાઢ્યું
ADVERTISEMENT
યુવકે નજીકની કોલોનીમાંથી કાળા રંગનું ચિકન બચ્ચું ખરીદ્યું. 14 ડિસેમ્બરે તેણે તેની પત્નીને કહ્યું કે, પુત્રને નવડાવી દે. થોડાક સમય બાદ જ્યારે યુવક પોતે સ્નાન કરીને બહાર આવ્યો તો ઘર આંગણે આમથી આમ ભટકાતો હતો. ત્યારબાદ યુવકને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો.
પોસ્ટમૉર્ટમ દરમિયાન, ગરદન પાસે એક ચીરો કરવામાં આવ્યો હતો અને અટકેલું મૃત બચ્ચું મળી આવ્યું હતું. ગ્રામજનોના જણાવ્યા મુજબ, કોઈએ તેને સલાહ આપી હતી કે વળગાડ મુક્તિ કરવાથી તે બાળક પેદા કરી શકે છે. આ પછી તે આવી જ એક મહિલાના સંપર્કમાં આવ્યો. દર સોમવારે તે વળગાડ માટે જતો હતો.
ADVERTISEMENT
પોલીસ કારણ શોધવામાં વ્યસ્ત
પોલીસ એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે, યુવકે આ બધુ તેની પત્નીના કહેવા પર કર્યું કે બીજી કોઈ રીતે. પોલીસ અધીક્ષક અમોલક સિંહ ધિલ્લોને કહ્યું કે, હાલમાં તપાસ ચાલી રહી છે અને જે હકીકત છે તે મુજબ જ કાર્યવાહી કરવામાં આવી રહી છે.
ADVERTISEMENT

મેડિકલ કોલેજ હોસ્પિટલના ફોરેન્સિક વિભાગના અધ્યક્ષ ડૉ. સંતુ બાગનું કહેવું છે કે, અત્યાર સુધી તેમણે 15 હજાર મૃતદેહોનું પોસ્ટમૉર્ટમ કરાવ્યું છે, પરંતુ આવો કિસ્સો પહેલી વાર જોયો. બચ્ચાની લંબાઈ લગભગ 20 સેન્ટિમીટર હતી. બચ્ચાનો એક ભાગ યુવકની શ્વાસનળીમાં અને બીજો ભાગ તેની જે ખાવાની નળી હોય ત્યાં ફસાઈ ગયો હતો. મૃત બચ્ચાને પોલીસને સોંપવામાં આવ્યું છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.