બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / Politics / Mamta Banerjee said TMC will not alliance with INDIA or congress in west bengal

રાજકારણ / મમતા દીદીએ બંગાળમાં એકલા લડવાનું કર્યું એલાન, ઉદ્ધવ ઠાકરેના પણ બદલાયા તેવર: ઈન્ડિયા ગઠબંધનમાં આ શું થઈ રહ્યું છે?

Vaidehi

Last Updated: 05:07 PM, 29 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વિપક્ષી ગઠબંધન INDIA બ્લોકમાં સીટોની વહેંચણીને લઈને વિવાદો શરૂ થઈ ગયાં છે. હજુ સુધી 4 બેઠકોને લઈને કોઈ ચર્ચા નથી કરવામાં આવી. તેવામાં CM મમતા બેનર્જીએ પ.બંગાળમાં એકલાહાથે લડવાની વાત કરી છે.

  • લોકસભા ચૂંટણી પહેલાં INDIA એલાયન્સને ઝટકો
  • પ.બંગાળમાં CM મમતા બેનર્જીએ ગઠબંધનનો ઈનકાર કર્યો
  • કહ્યું રાજ્યમાં ભાજપ સામે એકલાહાથે લડશું

લોકસભા ચૂંટણી પહેલા TMCની પ્રમુખ અને પ.બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જીએ વિપક્ષી દળોનાં ઈન્ડિયા ગઠબંધનને મોટો ઝટકો આપ્યો છે. મમતા બેનર્જીએ એલાન કર્યું છે કે 2024માં TMC બંગાળમાં કોઈ પણ પાર્ટી સાથે ચૂંટણીને લઈને કોઈપણ કરાર નહીં કરે. તેમણે કહ્યું કે ઈન્ડિયા ગઠબંધન સમગ્ર દેશમાં ભાજપની સામે સાથે મળીને ચૂંટણી લડશે પણ બંગાળમાં ટીએમસી એકલાહાથે ભાજપની સામે લડશે. તે કોંગ્રેસ અને લેફ્ટ પાર્ટીઓની સાથે ગઠબંધન નહીં કરે. 

વાંચવા જેવું: ઈન્ડિયા ગઠબંધનમાં શિવસેનાએ ચડાવી બાંયો! 'ઠાકરેસેનાએ' કહ્યું, આટલી સીટો તો જોઈશે જ, કોંગ્રેસે તો ઝીરોથી...

શિવસેનાએ પણ હાથ ઊંચા કરી દીધા
બીજી તરફ શિવસેના (ઉદ્ધવ ઠાકરે જૂથ)એ મહારાષ્ટ્રમાં સીટની વહેંચણીને લઈને પહેલી ચાલ ચાલી છે. પાર્ટીનાં નેતા સંજય રાઉતે કોંગ્રેસને જણાવ્યું કે તેઓ મહારાષ્ટ્રની 23 લોકસભા સીટો પર ચૂંટણી લડશે. આવી જ કંઈક સ્થિતિ પંજાબ અને દિલ્હીમાં બની રહી છે જ્યાં આમ આદમી પાર્ટી કોંગ્રેસની સાથે સીટ શેર કરવા માટે તૈયાર નથી થઈ રહી. ઉત્તરપ્રદેશમાં અખિલેશ યાદવે કોંગ્રેસ સાથે વિધાનસભામાં સપાની સાથે કરવામાં આવેલા વ્યવહારનો બદલો વાળવા માટે તૈયાર બેઠાં છે.

કોંગ્રેસ અને લેફ્ટ પર CM મમતાએ લગાડ્યા આરોપ
જ્યારે રાહુલ ગાંધી નાગપુરમાં કોંગ્રેસની રેલીને સંબોધિત કરી રહ્યાં હતાં, ટીએમસી પ્રમુખ મમતા બેનર્જી ઉત્તર 24 પરગના જિલ્લાનાં ચકલામાં કાર્યકર્તા સમ્મેલન બાદ રેલીને સંબોધિત કરી રહી હતી. રેલીમાં મમતા બેનર્જીએ સ્પષ્ટપણે એલાન કર્યું કે ભાજપની સાથે ઈન્ડિયા બ્લોક સમગ્ર દેશમાં ચૂંટણી લડશે પણ પ.બંગાળમાં TMC કોંગ્રેસ કે લેફ્ટ પાર્ટીઓ સાથે ગઠબંધન નહીં કરે. તેમણે કહ્યું કે ઈન્ડિયા ગઠબંધનમાં આવ્યા બાદ પણ કોંગ્રેસ અને CPI(M)નાં નેતા બંગાળમાં ટીએમસી વિરુદ્ધ અભિયાન ચલાવી રહ્યાં છે. આ બાદ મમતા બેનર્જીએ ભાજપ પર આરોપ મૂકતાં કહ્યું કે CAA અંતર્ગત જો એક સમુદાયને નાગરિકતા મળી રહી છે તો બીજા સમુદાયને પણ હક મળવો જોઈએ. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ