બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / mamata banerjee what is electoral bond in simple words santiago martin lottery king

રાજકારણ / લોટરી કિંગે સ્ટાલિનને નહીં મમતા બેનરજીને આપ્યાં સૌથી વધારે 542 કરોડ, મોટો ઘટસ્ફોટ

Published By: Arohi

Last Updated: 07:57 AM, 22 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Electoral Bond: લોટરી કિંગ નામથી ઓળખાતા સેંટિયાગો માર્ટિનની કંપનીએ 1368 કરોડ રૂપિયાના બોન્ડ ખરીદ્યા હતા. તેમણે આ બોન્ડ 12 એપ્રિલ 2019થી લઈને 24 જાન્યુઆરી 2024ની વચ્ચે ખરીદ્યા હતા.

SBIએ ગુરૂવારે ECIની સાથે ઈલેક્ટોરલ બોન્ડ સાથે કનેક્શન શેર કર્યું છે. લેટેસ્ટ ડેટા સેટમાં યુનિક કોડ પણ શામેલ છે. આ જાણકારી સામે આવતા જ સ્પષ્ટ થઈ ગયું છે કે ઈલેક્ટોરલ બોન્ડની સૌથી મોટી ખરીદી Future Gaming And Hotel Services Pvt Ltd છે. 

લોટરી કિંગ નામથી ઓળખાતા સેંટિયાગો માર્ટિનની કંપનીએ 1368 કરોડ રૂપિયાના બોન્ડ ખરીદ્યા હતા. તેમણે આ બોન્ડ 12 એપ્રિલ 2019થી લઈને 24 જાન્યુઆરી 2024ની વચ્ચે ખરીદ્યા હતા. જોકે ખાસ વાત એ છે કે મુખ્ય રીતે તમિલનાડુમાં સંચાલિત થતી માર્ટિનની કંપનીએ અન્ય રાજ્યોમાં પણ રાજનૈતિક પક્ષોને ફંડ આપ્યું હતું. 

કોણે રોકડ કર્યા પૈસા?
માર્ટિનની તરફથી આપેલા ઈલેક્ટોરલ બોન્ડને રોકડ કરવામાં બે રાજનૈતિક પક્ષ સૌથી આગળ છે. તેમાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીની આગેવાની વાળી તૃણમૂળ કોંગ્રેસ અને તમિલનાડુમાં સત્તારૂઢી એમકે સ્ટાલિનની ડીએમકે. આંકડા જણાવે છે કે ટીએમસીએ 542 કરોડ રૂપિયાના બોન્ડ રોકડ કર્યા છે. ત્યાં જ ડીએમકેએ 503 કરોડ રૂપિયાના બોન્ડ રોકડ કર્યા છે. 

વધુ વાંચો: ગુજરાતમાં ભાજપનું 4 તો કોંગ્રેસનું 7 બેઠક પર કોકડું ગુંચવાયું, આ બેઠક પર ભાજપ કેન્દ્રીય મંત્રીની ટિકિટ કાપે તેવા સંકેત

જોકે આ ઉપરાંત પણ ઘણા પક્ષોના નામ લિસ્ટમાં છે. આંધ્ર પ્રદેશમાં સત્તારૂઢી વાઈએસઆક કોંગ્રેસે 154 કરોડ રૂપિયા ભારતીય જનતા પાર્ટીના 100 કરોડ રૂપિયા અને કોંગ્રેસે 50 કરોડ રૂપિયા રોકડ કર્યા છે. કંપનીએ સિક્કિમના અમુક પક્ષોને પણ ફંડ આપ્યું છે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

સંકળાયેલા મુદ્દાઓ

Electoral bond Mamata Banerjee Santiago Martin lottery king મમતા બેનર્જી Mamata Banerjee

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ