બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / 4 of the BJP and 7 of the Congress are in the fray over the candidates

Election 2024 / ગુજરાતમાં ભાજપનું 4 તો કોંગ્રેસનું 7 બેઠક પર કોકડું ગુંચવાયું, આ બેઠક પર ભાજપ કેન્દ્રીય મંત્રીની ટિકિટ કાપે તેવા સંકેત

Published By: Dinesh Chaudhary

Last Updated: 12:01 AM, 22 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Lok Sabha Election 2024: ગુજરાતની 26 લોકસભા બેઠકમાં ભાજપે 22 બેઠકો પર ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે જ્યારે કોંગ્રેસે 18 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે પરંતુ અમદાવાદ પૂર્વ બેઠક પરથી ઉમેદવારે ઉમેદવારી પાછી ખેચી છે

Election 2024: લોકસભા ચૂંટણીને લઈ રાજકીય માહોલ તંગ બન્યો છે. ચૂંટણી પંચની જાહેરાત બાદ રાજકીય પક્ષોએ કવાયત તેજ કરી દીધી છે. કેટલીક બેઠકો પર ચૂંટણી પ્રચાર જોરોશોરોથી ચાલી રહ્યો છે તો કેટલીક બેઠકો એવી છે જ્યાં રાજકીય પક્ષો ઉમેદવારને લઈ અસમજસમાં મુકાયેલા હોય તેવું જણાઈ રહ્યું છે.  ગુજરાતની 26 લોકસભા બેઠકમાં ભાજપે 22 બેઠકો પર ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે જ્યારે કોંગ્રેસે 18 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે પરંતુ અમદાવાદ પૂર્વ બેઠક પરથી ઉમેદવારે ઉમેદવારી પાછી ખેચી છે એટલે 17 નામ જાહેર કરાયેલા છે.  ભાજપ 4 બેઠકો પર ઉમેદવારોના નામને લઈ મુઝવણમાં હોય તેવું જણાઈ રહ્યું છે જ્યારે કોંગ્રેસ 7 બેઠક પર કોને ઉમેદવાર તરીકે ઉતારવા તેને લઈ મથામણ કરી રહી છે.   

ભાજપ કઈ બેઠકોને લઈ મુઝવણમાં ?
મહેસાણા
સુરેન્દ્રનગર
જૂનાગઢ
અમરેલી

કોંગ્રેસ કઈ બેઠકોને લઈ અવઢમાં ?
મહેસાણા
અમદાવાદ પૂર્વ
સુરેન્દ્રનગર
રાજકોટ
જૂનાગઢ
વડોદરા
નવસારી

મહેસાણએ મુઝવણમાં મુક્યા ભાજપ-કોંગ્રેસને
મહેસાણા બેઠકની વાત કરીએ તો અહી ભાજપ અને કોંગ્રેસ બંન્નેના પેચ ફસાયા છે. ભાજપમાં નીતિન પટેલે દાવેદારી કરી હતી ત્યારબાદ પ્રથમ યાદીમાં તેમનું નામ ન જાહેર થતાં તેમણે તેમની દાવેદારી પરત ખેંચી હતી. જ્યારે કોંગ્રેસ પણ ભાજપમાં કોને ટિકિટ આપે છે તેની રાહ જોઈ રહી હોય તેવું વર્તમાનમાં જણાઈ રહ્યું છે. પરંતુ આ ભાજપની ગઢ ગણાતી અને પાટીદાર પ્રભુત્વ ધરાવતી બેઠકને લઈ ભાજપ અને કોંગ્રેસ બંન્નેનો અહીં અત્યાર પુરતો તો ઉમેદવારને લઈ પનો ટૂકો પડ્યો છે.  

સુરેન્દ્રનગરમાં મંત્રીનું પત્તુ કપાશે ?
સુરેન્દ્રનગર બેઠક પર કોળી પટેલનું પ્રભુત્વ વધુ ગણાય છે. આ બેઠક પરથી કેન્દ્રીય રાજ્ય મંત્રી મહેન્દ્ર મુઝપુરા ગત ચૂંટણી લડ્યાં હતાં, પરંતુ ભાજપની બીજી યાદી સુધી તેમનું નામ જાહેર ન કરતા એવું ચર્ચાઈ રહ્યું છે કે, આ વખતે તેમનું પત્તું કપાઈ શકે છે. જો કે, કોંગ્રેસ પણ આ બેઠકને લઈ અવઢમાં છે. જો કે, આ બેઠક પર રાજકીય પક્ષો જાતિગત સમીકરણો બેસાડે તો કોઈ કોળી પટેલ ઉમેદવારને ટિકિટ આપી શકે છે. 

જૂનાગઢ કોણ હશે ઉમેદવાર ?
જૂનાગઢ બેઠકને લઈ ભાજપ અને કોંગ્રેસ બંન્ને ઉમેદવારને લઈ વિચાર હેઠળ હોય તેવું જણાઈ રહ્યું છે કારણ કે, હજુ સુધી અહીંથી ભાજપે કે, કોંગ્રેસ તેમના ઉમેદવારોના નામની જાહેરાત કરી નથી.   
અહીં ભાજપનો પેચ ફસાયો !
અમરેલી બેઠક પર કોંગ્રેસે વિરજી ઠુમ્મરની દીકરી જેની ઠુમ્મરને ટિકિટ આપી છે. જ્યારે ભાજપ હજુ સુધી આ બેઠકને લઈ વિચારણા હેઠળ હોય તેવું જણાઈ રહ્યું છે.

અહીં કોંગ્રેસના ઉમેદવારે ઉમેદવારી પાછી ખેંચી
અમદાવાદ પૂર્વ બેઠક પર ભાજપે હસમુખ પટેલને ટિકિટ આપી છે જ્યારે કોંગ્રેસે રોહન ગુપ્તાને ટિકિટ આપી હતી. પરંતુ તેમણે તેમના પિતાની તબિયતાના કારણો આપી ઉમેદવારી પાછી ખેંચતા આ બેઠકને લઈ કોંગ્રેસ અસમજસમાં હોય તેવું લાગી રહ્યું છે. 

રાજકોટ બેઠક પર કોંગ્રેસ ઉમેદવારને લઈ મંનોમંથનમાં
રાજકોટ બેઠક પર ભાજપે પરષોત્તમ રૂપાલાને ચૂંટણી જંગમાં ઉતાર્યા છે જ્યારે કોંગ્રેસ આ બેઠક પર ઉમેદવાર કોને ઉતારવો તેને લઈ ઉંડા અવઢમાં મુકાણી હોય તેવું જણાઈ રહ્યું છે.  

સી આર પાટીલ સામે ઉમેદવારને લઈ કોંગ્રેસ અસમજસમાં
નવસારી બેઠક પર ભાજપે પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલને ટિકિટ આપી છે જ્યારે કોંગ્રેસ કોઈ મજબૂત ઉમેદાવારની શોધમાં હોય તેમ હજુ સુધી કોઈ ઉમેદવારનો નામ જાહેર કર્યો નથી

વાંચવા જેવું: વલસાડમાં કોનો વાયરો? ધવલ પટેલ કે અનંત પટેલ, જ્ઞાતિ સમીકરણ ભલભલાને ભૂલા પાડે તેવું

વડોદરમાં કોંગ્રેસ ઉમેદવારની શોધમાં ?
વડોદરામાં ભાજપે રંજન ભટ્ટને ટિકિટ આપી છે. આ બેઠક પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચૂંટણી લડી હતી ત્યારે બાદ બે ટર્મથી રંજનબેન ભટ્ટ ચૂંટણી લડી રહ્યાં છે પરંતુ આ વખતે વડોદરા ભાજપમાં અંદોરો અંદર રંજન ભટ્ટને લઈ ખટરાગ જોવા મળી રહ્યો છે. જેના કારણે કોંગ્રેસ પણ મજબૂત ઉમેદવાર અને જાતિગત સમીકરણોને લઈ મુજવણમાં હોય તેવું ચર્ચાઈ રહ્યું છે.   

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat Politics news Lok Sabha Election 2024 politics news ચૂંટણી 2024 ભાજપ-કોંગ્રેસના ઉમેદવાર લોકસભા ચૂંટણી 2024 Lok Sabha Election 2024

Published by

Dinesh Chaudhary

Dinesh Chaudhary is a journalist at VTV Gujarati, covering breaking news, politics, and social issues with deep insights and a commitment to truth.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ