બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / અજબ ગજબ / વિશ્વ / malaysia man finds band aid in his noodles at a restaurant

વાયરલ / એક વ્યક્તિએ રેસ્ટોરન્ટમાં આપ્યો નૂડલ્સનો ઓર્ડર, અંદરથી નિકળી એવી વસ્તુ કે જોઈને ઉલટી થઈ જશે

Arohi

Last Updated: 10:36 AM, 6 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Malaysia Man Finds Band In Noodles: મલેશિયામાં એક શખ્સની સાથે અજીબ ઘટના ઘટી છે. હકીકતે તે એક લોકલ રેસ્ટોરન્ટમાં પોતાની ફેમિલી સાથે ભોજન કરવા ગયો હતો. ત્યાં તેણે નૂડલ્સ ઓર્ડર કર્યા. પરંતુ તેમાંથી જે નિકળ્યું તે જોઈને તે દંગ રહી ગયો.

આજકાલ લોકો ઘરના ભોજનની જગ્યાએ બહારની વસ્તુઓ ખાવાનું જ વધારે પસંદ કરે છે. જ્યારે પણ બહાર ફરવા નિકળે ત્યારે કોઈને કોઈ વસ્તુ ખાવા જરૂર જાય છે. પરંતુ જે લોકો હાઈજીન પસંદ કરે છે તે લારીની જગ્યા પર રેસ્ટોરન્ટમાં ખાવાનું વધારે પસંદ કરે છે. પરંતુ ઘણી વખત રેસ્ટોરન્ટના ભોજનમાં પણ ગડબડ થઈ શકે છે. આવો જ એક મામલો હાલ ચર્ચામાં છે. 

બાઉલમાંથી મળી અજીબ વસ્તુ 
હકીકતે એક શખ્સ રેસ્ટોરન્ટમાં ભોજન કરવા ગયો અને તેણે નૂડલ્સ મંગાવ્યા. થોડા સમય બાદ તેના ટેબલ પર ગરમાગરમ નૂડલ્સ આવી પણ ગયા. પરંતુ જેવા તેણે નૂડલ્સને ખાવા માટે ઉઠાવ્યા. તેણે જોયુ કે બાઉલમાં કંઈક અજીબ વસ્તુ પડેલી છે. તેને ઉઠાવીને જોયું તો તે એક બેડ-એડ હતી. જેનો ઉપયોગ શરીરમાં કોઈ ઈજા પહોંચી હોય તો લગાવવા માટે કરવામાં આવે છે. આ ઘટના મલેશિયાના એક રેસ્ટોરન્ટની છે. 

શૉન જાઈ નામના શખ્સે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક પર બધી સ્ટોરી જણાવી છે. તેમણે જણાવ્યું કે તે મલેશિયાના સબામાં સ્થિત એક રેસ્ટોરમ્ટમાં પોતાના સાસરીયાને લઈને ભોજન કરાવવા માટે ગયા હતા. ત્યાં તેમણે રાઈડ નૂડલ્સ અને ગ્રિલ્ડ પોર્ક ઓર્ડર કર્યું હતું. પછી જ્યારે ભોજન તેમના ટેબલ પર આવ્યું તો તેમણે ખાવાનું શરૂ કર્યું. 

વધુ વાંચો: 'ના ઉમ્ર કી સીમા હો...' 80 વર્ષના દાદાએ તેનાથી અડધી ઉંમરની મહિલા સાથે કર્યા લગ્ન

પરંતુ ત્યાં જ તેમને રાઈસ નૂડલ્સની અંદરથી એક બેન્ડ-એડ મળી જેને જોઈને તે ચોંકી ગયા. પછી શોને રેસ્ટોરન્ટના મેનેજરને બોલાવ્યા અને તેમને પુછ્યું કે આ શું છે? આ જોઈને તે તરત કિચન તરફ ગઈ અને પાછા આવ્યા બાદ તેમણે શોનના હાથમાંથી નૂડલ્સ લઈને માફી માંગી. આ મામલા બાદ રેસ્ટોરન્ટના માલિકોએ પણ શોની માફી માંગી. ત્યાર બાદ રેસ્ટોરન્ટ વાળાએ તેમને ફ્રીમાં ભોજનની ઓફર આપી.  

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

સંકળાયેલા મુદ્દાઓ

Malaysia Noodles OMG NEWS Restaurant band aid મલેશિયા malaysia
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ