બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / અજબ ગજબ / year old man marries 34 year old woman in susner agar malwa

લો બોલો! / 'ના ઉમ્ર કી સીમા હો...' 80 વર્ષના દાદાએ તેનાથી અડધી ઉંમરની મહિલા સાથે કર્યા લગ્ન

Arohi

Last Updated: 03:18 PM, 2 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

OMG News: વરરાજા બનેલા બાલૂરામ બાગરી સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે. તેમના મોટી સંખ્યામાં ફોલોવર્સ પણ છે. આ વચ્ચે તેમની વાતચીત એક દિવસ શીલા ઈંગલે સાથે થઈ. ઘણા દિવસ સુધી વાતચીત ચાલી. બન્નેએ એક બીજાના મોબાઈલ નંબર શેર કર્યા અને આજે હંમેશા માટે એક બીજાના થઈ ગયા.

મધ્ય પ્રદેશના આગર માલવા જિલ્લામાં એક વૃદ્ધે પોતાના કરતા અડધી ઉંમરની મહિલા સાથે લગ્ન કરી લીધા છે. આ લગ્નમાં દુલ્હાની ઉંમર 80 તો દુલ્હન 34 વર્ષની છે. બન્નેની મિત્રતા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર થઈ હતી. 

જિલ્લાના સુસનેર કોર્ટમાં માહોલ ગંભીર થઈ ગયો જ્યારે પરિસર સ્થિત હનુમાન મંદિર પર ભીડ ભેગી થયેલી જોવા મળી. અહીં એક વૃદ્ધ તેનાથી અડધી ઉંમરની મહિલાને ફૂલમાળા પહેરાવી રહ્યા હતા અને મહિલા પણ વૃદ્ધના ગળામાં માળા પહેરાવી રહી હતી. 

સોશિયલ મીડિયા પર થઈ મિત્રતા 
સુસનેરના નજીક મગરિયા ગામના રહેવાસી 80 વર્ષીય બાલૂરામ બાગરીએ મહારાષ્ટ્રના અમરાવતીની રહેવાસી 34 વર્ષીય શીલા ઈંગલે સાથે લગ્ન કરી લીધા. બન્નેની મિત્રતા સોશિયલ મીડિયા પર થઈ અને પછી મિત્રતા પ્રેમમાં બદલાઈ ગઈ. તેના બાદ કોર્ટમાં જઈને તેમણે મેરેજ માટે પોતાના ડોક્યુમેન્ટ્સ જમા કરાવી લગ્ન કરી લીધા. 

આ અવસરમાં મહિલા અને વૃદ્ધના પરિચિત લોકો પણ પહોંચ્યા હતા. લગ્ન માટે કાયદાકીય કાર્યવાહી પુરી થયા બાદ કોર્ટના પરિસરમાં આવેલા હનુમાન મંદિરમાં કપલે એક બીજાને વરમાળા પહેરાવીને હિંદૂ રીત-રિવાજ સાથે લગ્ન કરી લીધા. 

વધુ વાંચો: મિત્ર માટે જોઇતી હતી પ્રેમિકા, દોસ્તે કર્યું એવું પરાક્રમ કે સૌ કોઈ રહી ગયા હક્કાબક્કા, લગાવી દીધા હોર્ડિંગ્સ

વરરાજા બનેલા બાલૂરામ બાગરી સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે. તેમના મોટી સંખ્યામાં ફોલોવર્સ પણ છે. આ વચ્ચે તેમની વાતચીત એક દિવસ શીલા ઈંગલે સાથે થઈ. ઘણા દિવસ સુધી વાતચીત ચાલી. બન્નેએ એક બીજાના મોબાઈલ નંબર શેર કર્યા અને આજે હંમેશા માટે એક બીજાના થઈ ગયા. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

 

સંકળાયેલા મુદ્દાઓ

Madhya Pradesh Marriage OMG NEWS old man લગ્ન OMG news
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ