બ્રેકિંગ ન્યુઝ
Arohi
Last Updated: 10:30 AM, 1 April 2024
મિત્ર જીવનમાં સૌથી વધારે મહત્વ ધરાવે છે. આજ કારણ છે કે ઘણી તકલીફો એવી હોય છે જે પેરેન્ટ્સ પણ નથી સમજી શકતા પરંતુ મિત્રો જરૂર સમજી લે છે. કલકત્તાની આંચલે પોતાના બેસ્ટ ફ્રેન્ડ રિયોની સિંગલ લાઈફ જોઈ ન શકાય અને તેનું દુખ સમજતા તેણે કલકત્તામાં હોડિંગ્સ લગાવ્યા જેથી પોતાના મિત્ર માટે તે ગર્લ ફ્રેન્ડ શોધી શકે.
ADVERTISEMENT
કલકત્તાની રસપ્રદ ખબરો અને ફોટો એક ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર શેર કરવામાં આવે છે. આ હેન્ડલ પર એક બિલબોર્ડના ફોટો શેર કરવામાં આવ્યા છે જે એક જાહેરાત જેવા લાગી રહ્યા છે. આ ફોટો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે.
ADVERTISEMENT
યુવતીએ કર્યા છે ખૂબ જ વખાણ
રસપ્રદ વાત એ છે કે આ હોર્ડિંગમાં રિપોયની સુંદરતા વિશે પણ જણાવવામાં આવ્યું છે. જેમ કે રિયોને ખબર છે કે કલકત્તામાં સૌથી સારી પાણીપુરી ક્યાં મળે છે. તે એક ફોટોગ્રાફર છે તો તેની ગર્લફ્રેન્ડને અનલિમિટેડ કેન્ડિડ ફોટો મળશે. તે પાર્ક સ્ટ્રીટ જેવો મુશ્કેલ રોલ પણ બનાવી શકે છે.
બારકોર્ડ પણ કર્યો છે શેર
આટલું જ નહીં હોર્ડિંગના ખૂણામાં તેણે ટિંડર પ્રોફાઈલનો બાર કોડ પણ શેર કર્યો છે. ફોટોની સાથે કેપ્શનમાં લખ્યું છે- "તે શું કરી શકે છે અને રિયો પરફેક્ટ કાઢી રોલ બની શકે છે. ત્યારે તે પ્રેમિકા ડિઝર્વ કરે છે. કોણ પુચકા ડેટ માટે તૈયાર છે"
વધુ વાંચો: VIDEO: પૃથ્વી પર આવેલી આ જગ્યા છે અસલ મંગળ ગ્રહ જેવી, જ્યાં જીવન શક્ય નથી
આંચલે બિલબોર્ડમાં એવું પણ લખ્યું છે કે તે તેના બેસ્ટ ફ્રેન્ડની તરફથી લગાવવામાં આવી રહ્યું છે. તેમાં રિયોના ફોટો પણ લગાવેલા છે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.