બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / મનોરંજન / બોલિવૂડ / Malaika Arora and Arjun Kapoor's breakup was discussed, the actress unfollowed Arjun's sisters on Instagram!

ગપશપ / મલાઈકા અરોરા અને અર્જુન કપૂરના બ્રેકઅપની ચર્ચાઓ થઈ તેજ, અભિનેત્રીએ અર્જુનની બહેનોને ઇન્સ્ટાગ્રામ પરથી કરી અનફોલો!

Megha

Last Updated: 10:28 AM, 27 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Malaika Arora Arjun Kapoor Breakup: હાલ મલાઈકા અરોરા અને અર્જુન કપૂરના બ્રેકઅપની ચર્ચાઓ થઈ રહી છે એવામાં હવે મલાઈકાએ અર્જુનના પરિવારને ઇન્સ્ટાગ્રામ પરથી અનફોલો કરી દીધા છે.

  • મલાઈકા અરોરા અને અર્જુન કપૂરના બ્રેકઅપની ચર્ચાઓ થઈ રહી છે 
  • મલાઈકાએ અર્જુનના પરિવારને ઇન્સ્ટાગ્રામ પરથી અનફોલો કરી દીધા 
  • 'લેટ્સ ફોલ અપાર્ટ' કહેતું સ્વેટશર્ટ પહેરીને મીડિયાની સામે આવી હતી મલાઈકા

Malaika Arora Unfollow Arjun Kapoor Family: અવાર નવાર મલાઈકા અરોરા અને અર્જુન કપૂરના અફેરના કિસ્સાઓ વિશે ચર્ચા થતી રહે છે એવામાં હાલ એમના બ્રેકઅપની ચર્ચાઓ પણ કરવામાં આવી રહી છે જે સાંભળીને તેમના ફેન્સ ચોંકી ગયા છે. છેલ્લા ઘણા સમયથી બંનેના બ્રેકઅપની અટકળો ચાલી રહી હતી એવામાં હવે મલાઈકાએ અર્જુનના પરિવારને અનફોલો કરી દીધા છે. 

મલાઈકાએ અર્જુનના પરિવારને અનફોલો કરી દીધો
છેલ્લા કેટલાક દિવસોથી મલાઈકા અરોરા તેની ઈન્સ્ટા સ્ટોરી પર મોટીવેશનલ પોસ્ટ કરી રહી છે અને તેણે નેટીઝન્સનું ધ્યાન ખેંચ્યું છે જેઓ અનુમાન કરી રહ્યા હતા કે તેના અને તેના બોયફ્રેન્ડ અર્જુન વચ્ચે બધુ બરાબર નથી. આ બધા વચ્ચે મલાઈકાએ અર્જુનના પરિવારના સભ્યોને અનફોલો કરી દીધા છે અને આ સમાચાર ખૂબ વાયરલ થઈ રહ્યા છે. આ વાત નેટીઝન્સ માટે ચર્ચાનો વિષય બન્યો છે. આ વાતને લઈને લોકો ચર્ચા કરી રહ્યા છે કે મલાઈકા જાહ્નવી કપૂરને સહિત અર્જુનની બહેન અંશુલાને પણ અનફોલો કરી હતી.

અર્જુન કપૂરનું સિંગલ વેકેશન 
17 ઓગસ્ટ, 2023 ના રોજ અર્જુન કપૂરે તેના સોશિયલ મીડિયા પર આવી તસવીરો શેર કરી હતી જેમાં તે વેકેશન પર છે, પરંતુ આ દરમિયાન તે એકલો જોવા મળ્યો હતો. સામાન્ય રીતે જ્યારે પણ અર્જુન વેકેશન પર હોય છે ત્યારે મલાઈકા ચોક્કસ તેની સાથે હોય છે. આવી સ્થિતિમાં અર્જુન એકલો ફરવા નીકળ્યો છે અને આ જોઈને લોકો ચોંકી ગયા છે. 17 ઓગસ્ટ ના રોજ અર્જુન કપૂરે તેના ઇન્સ્ટા હેન્ડલ પર તેના સિંગલ વેકેશનની કેટલીક તસવીરો શેર કરી અને લખ્યું "જીવન ટૂંકું છે, તમારા વીકએન્ડને લાંબો બનાવો...."

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Arjun Kapoor (@arjunkapoor)

સ્વેટશર્ટ પહેરીને મીડિયાની સામે આવી હતી
મલાઈકા અરોરાનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં તે એક ખાસ મેસેજ સાથે સ્વેટશર્ટ પહેરેલી જોવા મળી હતી. આ સ્વેટશર્ટ પર લખેલું હતું, 'લેટ્સ ફોલ અપાર્ટ' એટલે કે 'ચાલો જુદા થઈ જઈએ'. આ સાથે તેના પર સ્માઈલી પણ બનાવવામાં આવી હતી. આ મેસેજ વાંચીને તેના ફેન્સ અર્જુન અને તેના બ્રેકઅપના સમાચારની પુષ્ટિ કરી રહ્યા છે. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Arjun Kapoor (@arjunkapoor)

અર્જુન કપૂરની નવી ગર્લફ્રેન્ડ કોણ છે?
સોશિયલ મીડિયા પર દાવો કરવામાં આવી રહ્યો છે કે, મલાઈકા અરોરા અને અર્જુન કપૂરનું બ્રેકઅપ થઈ ગયું છે. હાલમાં તેઓ એક નવી હસીનાને ડેટ કરી રહ્યા છે. અર્જુન કપૂરની આ નવી ગર્લફ્રેન્ડનું નામ કુશા કપિલા હોવાનું કહેવામાં આવી રહ્યું છે. 

કુશા કપિલાએ આ સમાચારો પર મૌન તોડ્યું
મીડિયા રિપોર્ટ અનુસાર આ બાબતે કુશા કપિલા ખુદ હેરાન છે. સોશિયલ મીડિયા ઈન્ફ્લુઅન્સર કુશા કપિલાએ આ બાબતે એક પોસ્ટ કરી છે કે, તેઓ દરરોજ પોતાના વિશે આ બધુ સાંભળીને તેમણે જાતે જ ઈન્ટ્રોડ્યુઝ થવું પડે છે. દરરોજ આ બધુ વાંચીને વિચારું છું કે, ક્યાંક મમ્મી આ બધું વાંચી ના લે. તમને જણાવી દઈએ કે, કુશા કપિલા થોડા સમય પહેલા જ તેના પતિ જોરાવર અહલૂવાલિયાથી અલગ થઈ છે. કુશા કપિલા થોડા સમયમાં ભૂમિ પેડનેકર સાથે ફિલ્મ ‘થેંક યૂ ફોર કમિંગ’માં જોવા મળશે. ભૂમિ પેડનેકર અર્જુન કપૂર સાથે એક રોમેન્ટીક કોમેડી ફિલ્મમાં જોવા મળશે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ