બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

VTV / Make Tasty Bhel Bhajiya at Home with tirupati singtel oil

રેસિપી / ભાગ્યે જ ખાધા હશે આ ખાસ પ્રકારના ભજિયા, બનાવતી સમયે રાખો તેલનું ખાસ ધ્યાન

Bhushita

Last Updated: 07:23 AM, 23 March 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શું તમે ક્યારેય ભેળના ભજિયા ટ્રાય કર્યા છે. નહીં ને... તો આજે જ બનાવો આ ખાસ રેસિપીથી

  • ઘરે બનાવો ભેળના ભજિયા
  • તિરુપતિ સિંગતેલ વધારશે ભજિયાનો સ્વાદ
  • અલગ અને સ્વાદિષ્ટ લાગશે આ ખાસ ભજિયા

આજ સુધી તમે અનેક પ્રકારના ભજિયા ખાધા હશે. જેમકે બટાકાના, ડુંગળીના, મરચાના, પોઈના પાનના, કે પછી સ્ટફ્ડ મરચાના ભજિયા. પરંતુ શું તમે ક્યારેય ભેળના ભજિયા ટ્રાય કર્યા છે. નહીં ને... તો આજે જ બનાવો આ ખાસ રેસિપીથી. 

સામગ્રી

  • એક વાટકી મમરા
  • એક વાટકી સેવ
  • એક વાટકી પુરીનો ભૂકો
  • એક વાટકી બટાકા બાફીને સુધારેલા
  • એક વાટકી ઝીણી સુધારેલી ડુંગળી
  • અડધી વાટકી કાચી કેરી ઝીણી સુધારેલી
  • એક વાટકી ટામેટા ઝીણા સુધારેલા
  • અડધી વાટકી લસણની ચટણી
  • અડધી વાટકી ગળી ચટણી
  • એક વાટકી તીખી ચટણી
  • અડધી વાટકી કોથમીર
  • પા વાટકી ચાટ મસાલો
  • એક વાટકી ચણાનો લોટ
  • અડધી વાટકી ચોખાનો લોટ
  • પા વાટકી મીઠું
  • પા વાટકી લાલ મરચું
  • પા વાટકી હળદર
  • પા વાટકી સોડા
  • પાણી જરૂર પ્રમાણે
  • તિરુપતિ સિંગતેલ તળવા માટે
  • એક પેકેટ વ્હાઈટ ચોરસ બ્રેડ

રીત

ભજિયા બનાવવા આ ચીજોને કરો ભેગી

ભેળના ભજિયા બનાવવા માટે સૌ પહેલાં તો એક મોટું વાસણ લો. અને તેમાં એક વાટકી મમરા, એક વાટકી સેવ, એક વાટકી પુરીનો ભૂકો, એક વાટકી બટાકા બાફીને સુધારેલા,  એક વાટકી ઝીણી સુધારેલી ડુંગળી, અડધી વાટકી કાચી કેરી ઝીણી સુધારેલી, એક વાટકી ટામેટા ઝીણા સુધારેલા, અડધી વાટકી લસણની ચટણી, અડધી વાટકી ગળી ચટણી, એક વાટકી તીખી ચટણી, અડધી વાટકી કોથમીર, પા વાટકી ચાટ મસાલો આ બધું મિક્સ કરી લો. આ મિશ્રણમાંથી નાના બોલ્સ વાળી લો. આ પછી બ્રેડની સ્લાઈસ પર લસણની ચટણી લગાવી લો. હવે બીજા બ્રેડ પર તીખી ચટણી લગાવો. ભેળના બોલ બે બ્રેડની વચ્ચે મૂકીને બ્રેડથી કવર કરીને બોલ્સ વાળી લો. 

આ રીતે બનાવો ભજિયા માટે ખીરું

એક અન્ય બાઉલમાં એક વાટકી ચણાનો લોટ, અડધી વાટકી ચોખાનો લોટ, પા વાટકી મીઠું, પા વાટકી લાલ મરચું, પા વાટકી હળદર, પા વાટકી સોડાને પાણી ઉમેરીને ખીરાનું બેટર બનાવો. 

આ રીતે બનાવો ભજિયા

હવે જે બોલ્સ તૈયાર કર્યા છે તેને ખીરામાં સારી રીતે ડિપ કરો. અને પછી અન્ય તરફ તમે જે તિરુપતિ સિંગતેલ ગરમ મૂક્યું છે તેમાં તળી લો. મીડિયમ ગેસ રાખીને ભજિયાને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળો. તૈયાર છે તમારા ભેળના ભજિયા. તમે પણ માણી શકો છો તેની મજા.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ