બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / Makar Sankranti Surya will bless these rashis, good time for shani sadasati zodiac signs

જ્યોતિષ / જીવનમાં શનિ સાડાસાતીનો પ્રકોપ ઓછો કરવાનો ચાન્સ, મકર સંક્રાંતિએ ભૂલ્યા વગર આટલું કરજો

Published By: Vaidehi

Last Updated: 05:00 PM, 8 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

15 જાન્યુઆરીનાં રોજ સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરશે. આ દિવસે અનેક રાશિનાં જાતકોનું ભાગ્ય ચમકી ઊઠશે.

  • 15 જાન્યુઆરીનાં સૂર્ય કરશે રાશિ પરિવર્તન
  • સૂર્યની કૃપાની સાથે-સાથે શનિદેવને પણ પ્રસન્ન કરવાનો દિવસ
  • આ દિવસ શનિની સાડાસાતી ધરાવતા લોકો માટે લાભકારી

15 જાન્યુઆરીનાં દિવસે સૂર્ય પોતાના પુત્રની રાશિ એટલે કે મકરમાં પ્રવેશ કરશે. આ દિવસે અનેક રાશિઓનું ભાગ્ય ચમકી ઊઠશે. એકતરફ આ દિવસે મકર સંક્રાંતિનાં કારણે સૂર્યની ઉપાસનાને લીધે સૂર્યદેવની કૃપા મળશે જ્યારે બીજી તરફ આ દિવસે શનિદેવની પણ કૃપા વરસશે. તેથી આ દિવસે શનિની સાડાસાતીવાળા લોકોએ કાળા તલનું સ્નાન અને તેનું દાન કરવું જોઈએ. સૂર્યદેવનાં રાશિનાં રાશિ પરિવર્તનની અસર તમામ રાશિઓ પર થાય છે. ત્યારે આવો જાણીએ કે સૂર્યનો પ્રભાવ અને શનિની સાડાસાતીવાળા આ દિવસે શનિને પ્રસન્ન કરવા શું કરવું જોઈએ?

કુંભ, મીન સહિત શનિની સાડાસાતીવાળી રાશિઓ માટે આ દિવસ ખાસ
કુંભ, મીન સહિત શનિની સાડાસાતીવાળી રાશિઓ માટે મકર સંક્રાંતિનો દિવસ અત્યંત ખાસ માનવામાં આવે છે. સાડાસાતીવાળી રાશિઓ આ દિવસે શનિનાં ઉપાય કરીને ઉત્તમ ફળ મેળવી શકે છે. આ દિવસે કાળી ચીજોનું દાન કરવું જોઈએ. કાળા તલનું દાન ઉત્તમ ઉપાય માનવામાં આવે છે. તેથી મકર સંક્રાંતિનાં દિવસે શનિની વિશેષ કૃપા સરળતાથી મેળવી શકાય છે. આ વખતે મકરસંક્રાંતિનાં દિવસે સોમવાર છે તેથી આ દિવસે મહાદેવ પર જળ અર્પિત કરીને તેમને પણ પ્રસન્ન કરી શકાય છે.

સૂર્યનાં રાશિ પરિવર્તનનો આ રાશિઓને મળશે લાભ
સૂર્યનાં રાશિ પરિવર્તનથી મકર અને ધનુ રાશિનાં જાતકોને મોટો લાભ થઈ શકે છે. આ રાશિનાં લોકોને ભાગ્યનો સાથ મળશે અને તેમના કામ પાર પડશે. જે તમે ગયા વર્ષે વિચાર્યું હતું તે આ વર્ષે પૂર્ણ થઈ શકે છે. એટલું જ નહીં ધનલાભનો પણ પ્રભળ યોગ બની રહ્યો છે.

સંકળાયેલા મુદ્દાઓ

Astrology news Makar Sankranti 2024 shani sadesati જ્યોતિષ શાસ્ત્ર મકર સંક્રાતિ 2024 શનિ સાડા સાતી Makar Sankranti

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ