બ્રેકિંગ ન્યુઝ
ADVERTISEMENT
મકર સંક્રાંતિનો પર્વ સમગ્ર દેશમાં શ્રદ્ધાપૂર્વક અને ધૂમધામથી ઊજવવામાં આવે છે. મકર સંક્રાંતિની તારીખને લઈને લોકોમાં કન્ફ્યુઝન હોય છે. આ વખતે મકર સંક્રાંતિનો દિવસ 15 જાન્યુઆરી 2024નાં રોજ ઊજવવામાં આવશે. મકર સંક્રાંતિનું શું મહત્વ છે, સૂર્ય ગોચરથી દેશ-દુનિયામાં શું પ્રભાવ પડે છે- આ તમામ પ્રશ્નોનો જવાબ આજે અમે તમને આપશું.
15 જાન્યુઆરીનાં રવિયોગમાં ઊજવાશે મકર સંક્રાંતિ
અંગ્રેજી વર્ષ 2024માં આ વખતે લીપ વર્ષનો સંયોગ બની રહ્યો છે. આ વર્ષ 365 દિવસોની જગ્યાએ 366 દિવસોનો રહેશે. ફેબ્રુઆરી 28 દિવસોનો હોય છે પણ લીપ વર્ષમાં ફેબ્રુઆરી મહિનામાં 29 દિવસો રહેશે. પ્રત્યેક વર્ષનાં પહેલા મહિનામાં મકર સંક્રાંતિનો પર્વ 14 જાન્યુઆરીનાં ઊજવવામાં આવે છે. પણ આ વર્ષે લીપ વર્ષનાં સંયોગમાં સૂર્ય 15 જાન્યુઆરીનાં મકર રાશઇમાં પ્રવેશ કરી રહ્યો છે તેથી મકર સંક્રાંતિ 15 જાન્યુઆરીનાં રોજ ઊજવવામાં આવશે. આ વર્ષે મકર સંક્રાંતિ અશ્વ પર બેસીને આવશે એટલે કે તેમનું વાહન અશ્વ અને ઉપવાહન સિંહ રહેશે.
ADVERTISEMENT
સૂર્યનો મકર રાશિમાં પ્રવેશ
સૂર્યનો મકર રાશિમાં પ્રવેશ 14 જાન્યુઆરી રાત્રે 2.42 વાગ્યે થશે. ઉદયકાળને મહત્વ આપતાં 15 જાન્યુઆરી સૂર્યોદય થવાની સાથે મકર સંક્રાંતિ ઊજવવું શુભ રહેશે. પોષ મહિનાનાં શુક્લ પક્ષની ચતુર્થી તિથિ અને શતભિષા નક્ષત્ર હોવાને લીધે સવારે જ પુણ્યકાળ પ્રારંભ થઈ જશે.
રવિ યોગ
આ વર્ષે મકર સંક્રાંતિ પોષ મહિનાનાં શુક્લપક્ષની પંચમી તિથિ 15 જાન્યુઆરીનાં રવિયોગ, શતભિષા નક્ષત્રમાં ઊજવવામાં આવશે. આ દિવસે વારિયાંન યોગ આખો દિવસ રહેશે. રવિયોગ સવારે 7.15થી 8.07 વાગ્યા સુધી રહેશે. મકર સંક્રાંતિનો શુભ મુહૂર્ત સવારે 7.15થી સવારે 9.00 વાગ્યા સુધીનો રહેશે. પુણ્યકાળ 1.45 મિનીટનો છે જે દરમિયાન તમારે સ્નાન અને દાન કરવું જોઈએ.
ADVERTISEMENT
મકરસંક્રાંતિ શુભકારી છે
મકરસંક્રાંતિના દિવસે સૂર્યની પૂજા, નદીઓમાં સ્નાન, દેવતાઓના દર્શન અને દાન કરવાથી વિશેષ પુણ્ય પ્રાપ્ત થાય છે. આ સંક્રાંતિનું વાહન ઘોડો અને ઉપવાહન સિંહ હોવાથી આંતરરાષ્ટ્રીય સ્તરે આપણાં દેશનો પાવર વધશે. અન્ય દેશો સાથેના સંબંધો મજબૂત થશે. વિદ્વાનો અને શિક્ષિત લોકો માટે આ સંક્રાંતિ ઘણી શુભ રહેશે. પરંતુ અન્ય કેટલાક લોકોમાં ભય વધી શકે છે. અનાજમાં વધારો થશે અને મોંઘવારી પણ અંકુશમાં આવી શકે છે. વસ્તુઓના ભાવ સામાન્ય રહેશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.